Abtak Media Google News

આરતી બાદ ભાંગ પ્રસાદ વિતરણ, સુંદરકાંડના પાઠ, હવન, સહિતના આયોજન

ચમત્કારીક હનુમાનજી મંદિર કમિટી દ્વારા કાલે તા.૨૧ને શુક્રવારે મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૬ કલાકે આરતી બાદ ભાંગ પ્રસાદનું વિતરણ થશે ૨૨મીએ શનૈશ્ર્વર અમાસ નિમિતે શનિદેવ મહારાજનો હવન યોજાશે

રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ચમત્કારીક હનુમાનજી મંદીરે શુક્રવાર તા.૨૧-૨-૨૦૨૦ના મહાશિવરાત્રી ભવ્ય મહોત્સવનું મંદિર કમીટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.જેમાં બપોરની આરતી બાદ ભાંગ પ્રસાદ વિતરણ તથા સાંજે ૭.૦૦ કલાકે  ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ તા.૨૨-૨-૨૦૨૦ના રોજ શનેશ્ર્વર અમાસના શનિવારે કથાકાર સંજયભાઈ ભટ્ટ તથા તેના ગૃપ દ્વારા સાંજેના ૫.૦૦ થી ૮.૦૦ સંગીતમય સુંદરકાંડ તેમજ હવનનું આયોજન કરવામાં આવેલ છે.

તેવુ અબતક મુલાકાત દરમિયાનના ચમત્કારી હનુમાનજી મંદિર કમીટીના પ્રમુખ બળવંતસિંહ રાઠોડ (એડવોકેટ), ખજાનચી ધનશ્યામભાઈ એલ.ભટ્ટ પુજારી, ગીરીબાપુ મંદિર સંચાલક શ્રી આશીષભાઈ ગોહેલ -જીતેન્દ્રભાઈ ચંદારાણા કમીટી મેમ્બર ધર્મેન્દ્ર ભગત, કમીટી મેમ્બર ની‚ભા વાઘેલા, કમીટી મેમ્બર જયેશભાઈ માલવી, કમીટી મેમ્બર બહાદુરસિંહ ઝાલા, કમીટી મેમ્બર વિજયભાઈ પાડલિયા, કમીટી મેમ્બર રાજુભાઈ ગાંધીએ જણાવ્યું હતું.

દાંતના રોગોનો નિદાન કેમ્પ પણ યોજાશે

તેવું વિનામુલ્યે ડેન્ટલ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે.આ કેમ્પમાં ડો. આશીષ છજલાણી જૈન, એમ.ડી.એ.તથા ડો. ચાર્મી પાડલીયા છજલાણી, બી.ડી.એસ.પી.જી.ઓ.ડેન્ટલ  સર્જનો ફ્રીમાં સેવા આપશે અને બ્લડ ડોનેશન કેમ્પનું  પણ આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.