Abtak Media Google News

અકાળે મોત વ્હાલું કરવામાં સૌથી વધુ 1પ થી 29 વર્ષના યુવાનો વધુ જોવા મળે છે, એક અંદાજ મુજબ આપણાં દેશમાં દર વર્ષે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે

પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયાસ વધુ કરે છે પણ સ્ત્રી કરતાં પુરૂષો આત્મહત્યામાં વધુ સફળ નિવડે છે

આત્મહત્યામા: માટે અંગ્રેજીમાં જીશભશમય શબ્દ વપરાય છે. જે મૂળ લેટીન શબ્દ છે. જીભશમશીળ પરથી  આવેલ છે. આખા શબ્દમાં બે શબ્દો છે.  જેનો અર્થ થાય છે ‘પોતાને મારવું’ આપઘાત પાછળ મુખ્યત્વે કારણોમાં સામાજીક અને આર્થિક પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. આત્મહત્યા અથવા આપઘાત એટલે કોઇ વ્યકિત દ્વારા ઇરાદાપૂર્વક જીવ લેવાની ક્રિયામાં સ્વયં અકુદરતી રીતે મોતને વ્હાલું કરવું.

મોટાભાગે આપઘાતની રીતોમાં બળી મરવું, ઝેર પીવું ડૂબી મરવું, ગળે ફાંસો ખાવો વિગેરે સામાન્ય પઘ્ધતિ સાથે ઊંચાઇએથી પડતું મુકયું, વાહન કે ટ્રેન નીચે છુંદાઇ જવું, બંદુકની ગોળી ખાવી, સામુહિક મૃત્યું વિગેરે ઓછી જાણીતી પઘ્ધતિ કંટાળેલ માણસ અપનાવે છે. આપઘાત એ વ્યકિતગત અને સામાજીક ગુનો છે. ભારતમાં આઇ.પી.સી. ધારા 30ર કલમ મુજબ ફોજદારી ગુનો બને છે. માનવીની મનોવ્યથા, મુંઝાઇ જવું, કોઇનો સાથ ન મળવો જેવી વિવિધ ઘટનાઓ જવાબદાર છે. હાલના સંજોગોમાં વ્યાજના વિષ ચક્ર કે ડર દબાણને કારણે મજબૂર વ્યકિત આપઘાત કરી લે છે. સોશિયલ મીડીયાના યુગમાં વિડીયો પણ બનાવીને વાયરલ કરે છે.

એક તારણ મુજબ દરેક આત્મહત્યાના 10 થી 1પ પ્રયત્નોમાંથી એકમાં વ્યકિત સફળ રીતે આપઘાત કરે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયાસ વધુ કરે છે. એક અચરજ પમાડે તેવી બાબત એ છે કે સ્ત્રીઓ કરતાં પુરૂષો આત્મહત્યામાં વધુ સફળ નીવડે છે. અપરિણત કે છૂટાછેડા લીધેલ કે એકલી રહેતી કે વિધવા વિધુર વ્યકિતઓમાં થતી આત્મહત્યાનું પ્રમાણ પરણિત સ્ત્રી કરતાં વધારે જોવા મળે છે. આત્મહત્યા માટે ઘણાં પરિબળો કારણભૂત છે. કોઇ એક પરિબળથી તેની વૈજ્ઞાનિક સમજૂતિ ન આપી શકાય. ઘણી કારણભૂત છે કોઇ એક પરિબળથી તેને વૈજ્ઞાનિક સમજૂતિ ન આપી શકાય. ઘણી સુખી સંપન્ન માણસ પણ લાંબા સમયની માંદગીથી કંટાળીને આપઘાત કરે છે.

એક વાત નકકી છે કે આર્થિક પરિબળો સાથે તેમાં થતાં એકાએક ફેરફારોને મુખ્ય ગણાય છે. વ્યકિત આત્મહત્યા કરવા માટે અનેક કારણોથી પ્રેરાય છે. જેમાં જીવન કરતાં સારૂ જીવન પરલોકમાં મળશે, કોઇની સામે બદલો લેવાની ભાવનાથી અને અસહય જીવનથી છુટછારો મેળવવા વ્યકિત આ પગલું ભરે છે. ઘણીવાર તો પોતાની અસહાય સ્થિતિ તરફ બીજાનું ઘ્યાન જાય તે માટે પણ પ્રયાસો કરે છે. જો કે આમાં વ્યકિત ઓછી ગંભીરને ઓછી જોખમી પઘ્ધતિ અપનાવે છે.

આજની ર1મી સદીમાં યુવા વર્ગમાં આપઘાતનું પ્રમાણ વધતું જોવા મળે છે. હાઇસ્કુલ, બોર્ડના છાત્રો સાથે મેડીકલ જેવા ઉચ્ચ અભ્યાસ કરતાં છાત્રો પણ આપઘાત કરતાં જોવા મળે છે. મુશ્કેલી, સાથ, સહકાર ન મળવો અને સહનશકિતનો અભાવ આત્મહત્યાના મૂળમાં જોવા મળે છે. આજે છાત્રોને સામાજીક આર્થિક કારણો સાથે તણાવ સાથેના જીવન અને ભણતરનો ભાર મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્પર્ધાત્મક યુગમાં ઓછી સફળતા પણ તેને જીવન ટુંકાવવાની પ્રેરણા આપે છે.

બોર્ડની વાર્ષિક પરિક્ષાના રિઝલ્ટ બાદ આપઘાતની ઘટના શાળા કોલેજના છાત્રોમાં વધુ જોવા મળે છે. આજનો છાત્ર શ્રેષ્ઠ કરવા માંગે છે. પણ તેનાથી થતું નથી. ત્યારે તે જીવન ટુંકાવવા પ્રેરાય છે. ઘણીવાર મા-બાપો પણ તેની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખતા હોવાથી પણ તેના ગંભીર પરિણામો સહન કરવા પડે છે. આજે આપણી આસપાસ રોજ આવી ઘટના જોવા મળે છે. સ્ત્રીઓમાં આપઘાતનું પ્રમાણ વઘ્યું છે. વડીલો વચ્ચેના જનરેશન ગેપ, નિરાશા, કંટાળો, આઘાત ઘણા કારણો જોવા મળે છે. આજે ડિપ્રેશનની ભયંકર સમસ્યા છે જેમાં માનવીના હકારાત્મક વલણો બદલાય જાય છે, નકારાત્મક વિચારો મજબૂત બનતા તે આ કૃત્ય કરવા પ્રેરાય છે.

ગંભીર માંદગીમાં કશી જ ઉમ્મીદના રહે ત્યારે તેને ઇચ્છા મૃત્યુ ની વાત આવે છે. દુનિયાના ઘણા દેશો એ તે માંગણી સ્વીકારી પણ છે. યુ.કે.માં 1981  બાદ પુરૂષોની આત્મહત્યાનો દર સૌથી નીચો આવ્યો છે. આમ છતાં 4પ થી નાની ઉંમરના પુરૂષોમાં આત્મહત્યાથી સૌથી વધુ મોત છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ 40 ટકા જેટલા દેશોમાં પુરૂષોનું આપઘાતનું પ્રમાણ એક લાખની વસ્તીએ 1પ થી વધારે છે. માત્ર દોઢ ટકા દેશોમાં જ પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ આપઘાત કરે છે.

2003 થી દર 10મી સપ્ટેમ્બરે  ‘આપઘાત નિવારણ દિવસ’ ઉજવણી કરાય છે. જેમાં દર વર્ષે થીમ આપવામાં આવે છે. જેની છત્રછાયા માં વિશ્ર્વભરમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજાય છે. એક રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં દર 40 સેક્ધડે એક અને વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. બદલાતા સમયની સાથે લોકોની માનસિકતા બદલાય છે. અકાળે મોત વ્હાલું કરવામાં સૌથી વધુ 1પ થી ર9 વર્ષના યુવાનો હોય છે. 75 ટકા આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસીત દેશોમાં બને છે. સંશોધકોના મત મુજબ જંતુનાશક દવા, ગળાફાંસો, બંદૂક, નોકરી ધંધો, આર્થિક ભીંસ, દારૂની ટેવ, ઘર કંકાસ જેવા વિવિધ કારણો જોવા મળે છે. દેશમાં છેલ્લા બે દશકામાં આત્મહત્યાના પ્રમાણમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે.

સમાજના દરેક વર્ગે પરિવારે માનસિક આરોગ્યની ખોટી માન્યતાઓ તોડવા તથા તણાવગ્રસ્ત અને હતાશ લોકો સાથે સલાહ ચર્ચા કરવા પ્રોત્સાહીત થવું જ પડશે, 2018ના આંકડામાં આપણા દેશમાં એક જ વર્ષમાં મીઠું કર્યુ, આત્મહત્યા કરવાના કારણોમાં પણ હવે બદલાવ જોવા મળે છે. જેમાં યુવા વર્ગ ઇગેમના થ્રિલ માટે પણ આપઘાત કરે છે, યુઘ્ધ અને માનવ વઘ કરતાં પ7 ટકા વધુ લોકો આત્મહત્યાથી મરે છે. જેમાં 1પ થી 29ના સૌથી વધુ જોવા મળે છે. મોટા શહેરમાં મહિને ર0 જેટલા બનાવો આપઘાતના બને છે.

સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ ઘટાડવું તે મોટો યક્ષ પ્રશ્ર્ન છે, તેમાં કોઇ વ્યકિતને આ વિચાર આવે કે મરવાની લાગણી થાય તો આપણને કેમ ખબર પડે? એકાંત અને એકલતા ટાળવી જરુરી છે. પ્રેમ પ્રકરણ પણ આજે આપઘાતનું મુખ્ય કારણ બની રહ્યું છે. સજોડે મોતને વ્હાલું કરે છે મરી જવાનો વિચાર માત્ર વ્યકિતને આવવાથી તે કેમ કરવું તેના આયોજનમાં પડી જાય છે. જો આ ગાળામાં તેને કોઇનો સાથ મળી જાય તો તેનો બચાવ થઇ શકે છે.

‘લડવાની તાકાત બધા પાસે હોય છે, કોઇને ‘જીત” પસંય હોય છે તો કોઇને ‘સંબંધ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.