Abtak Media Google News

CWG 2018ના 8માં દિવસે ગુરુવારે શૂટર તેજસ્વિની સાવંતે ભારતને સિલ્વર મેડલ જીતાડ્યો. તેઓએ મહિલાઓની 50 મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો. તેજસ્વિની 618.9 પોઇન્ટ સાથે બીજા નંબરે રહી, જ્યારે સિંગાપુરની માર્ટિના લિંડસેએ રેકોર્ડ 621.0 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો. સ્કોટલેન્ડની સિઓનેડે (618.1 પોઇન્ટ) બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતની અંજુમ મૌદગિલ (602.2) 16માં નંબરે રહી. આમ, ભારતના અત્યાર સુધી 25 મેડલ (12 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ) જીતી ચૂક્યું છે અને મેડલ ટેલીમાં તે ત્રીજા નંબરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.