ફિલ્મ રામસેતુનું શૂટિંગ દીવ-દમણમાં; પ્રશાસક પ્રફુલ પટેલને મળી સુંદરતાના વખાણ કરતાં અક્ષયકુમાર અને જેક્લીન

વિજ્યાલક્ષ્મી, દીવ:

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ અને દમણ પ્રકૃતિના ખોળે બિરાજમાન હોય અહીનું ખુશમિજાજી વાતાવરણ મુસાફરો માટે એક મોટા આકર્ષણના કેન્દ્ર સમાન છે. માત્ર સામાની મુસાફરો જ કેમ બૉલીવુડ, ટેલીવુડ સહિતની સેલિબ્રિટિઑ માટે પણ પસંદગીનું સ્થળ છે. ત્યારે શ્રી લંકામાં થનાર બૉલીવુડ ફિલ્મ રંસેતુનું શુટિગ દીવ-દમણમ કરવાનું નક્કી થતાં હાલ અહી શૂટિંગનું કામ શરૂ થઈ ગયું છે. જેના પગલે બોલિવુડના રાઉડી ગણાતા અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ દીવ-દમણમાં પહોંચ્યા છે.

દીવ-દમણની સુંદરતાના વખાણ કરતાં અક્ષયકુમાર

રામ સેતુનું શૂટિંગ કર્યા પછી ગઇકાલ રાત્રે ફિલ્મની ટીમે દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને ફિલ્મના શૂટિંગમાં સહકાર આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન અક્ષય કુમારે દમણના બ્યુટિફિકેશનના વખાણ કર્યા હતા. આ તકે અન્ય વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ તસવીરો પ્રશાસક પ્રફુલ્લ પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી અને લખ્યું હતું કે, બોલિવૂડ એક્ટર અને સેલિબ્રિટી અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મ રામ સેતુના શૂટિંગ માટે દમણ આવ્યા હતા, આજે અમે મળ્યા હતા. અક્ષયે દમણની સુંદરતાના વખાણ કર્યા જ્યારે પુષ્કળ સમર્થન માટે સંઘ પ્રદેશ પ્રાશનસનો આભાર માન્યો છે.

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પૂજા કર્યા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું

અગાઉ, અક્ષય અને જેકલીને ફિલ્મના શેડ્યૂલની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી, જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળે છે. ફોટોમાં બંને એકબીજાને જોતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પૂજા કર્યા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ પછી ફિલ્મના 45 જુનિયર સ્ટાફ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું પરંતુ થોડા સમય બાદ અને સ્થિતિ સામાન્ય થયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

અભિષેક શર્મા દ્વારા દિગ્દર્શિત આ પૌરાણિક ફિલ્મમાં અક્ષય કુમાર પુરાતત્વવિદ્ની ભૂમિકા ભજવી રહ્યો છે, જેને ફિલ્મમાં ગુફાઓમાંથી રામ સેતુના સ્થાને પહોંચતા બતાવવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.