ધારીના રેલ્વે સ્ટેશન પાસે દુકાનમાં આગ: ટીવી, ફ્રીઝ સહિતની મતા ખાક

સેવાભાવી લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

ધારીમાં રેલવે સ્ટેશન નજીર અજયભાઇ વનરાની હાર્વી સેલ્સ એજન્સી નામની દુકાનમાં સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકો આગ બુઝાવવા મદદે દોડી આવ્યા હતા. જો કે થોડીવારમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. જેને પગલે દુકાનમાં રહેલ ટીવી ફીજ સહિત વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. આગ બુઝાવવા સેવાભાવી યુવક એજાજ કટારીયા તેમજ દેવીપુજક યુવકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જો કે આગ કઇ રીતે લાગી તેનું કારણ સ્પષ્ટ થઇ શકયું ન હતું.

ફાયર ફાઇટ બંધ હાલતમાં..?

ધારીમાં ગ્રામ પંચાયત ખાતે ફાયર ફાઇટર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફાયર ફાઇટર બંધ હાલતમાં પડયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.