Abtak Media Google News

કેશોદમાં 11 અને જુદા જુદા 7 જીલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ. 1.40 લાખનો મુદામાલ જપ્ત

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે તાજેતરમાં એક સાથે 11 દુકાનોનાં તાળા તોડી રૂ. 1.40 લાખની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો અને આ ચોરીના બનાવોના પગલે ચકચાર જાગી ઉઠી હતી, બીજી બાજુ પોલિસ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલવા સઘન પ્રયાસો હાથ ધરાયા હતા.

જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. મનિનદર પ્રતાપસિંહ પવાર તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સિદ્ધિ દોરવણી અને માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પી.આઇ એચ.આઈ. ભાટી, પી.એસ.આઇ. બી.જી. બડવા, પી.એસ.આઇ. એ.ડી. વાળા, પી.એસ.આઇ. ડી.એમ. જલું તેમજ પોલીસ સ્ટાફ અને વિવિધ પોલીસ ટુકડીઓ દ્વારા આ ચોરીના ભેદ અને ઉકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતીી.

દરમિયાન કેશોદની 11 ચોરી તેમજ 7 જિલ્લાની અન્ય ચોરી મળી કુલ 15 થી વધુ ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ખોલવામાં જૂનાગઢની ક્રાઈમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઇ છે. આ ચોરીના બનાવમાં સંડોવાયેલા દાહોદની કુખ્યાત ખજુરીયા ચડ્ડી-બનિયાનધારી ગેંગના 3 શખ્સોને પોલીસે ઝડપી લઇ અને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ જિલ્લા પોલીસ વડા એ આપેલ વિસ્તૃત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક સાથે 11 દુકાનોનાં તાળાં તોડવાનો બનાવ બનવા પામેલ હતો અને પોલીસ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ હતો. અને ખૂબ જ ટૂંકા ગાળામાં કેશોદની 11 ચોરીનો બનાવ આ ઉપરાંત 7 જિલ્લામાં થયેલી ચોરીના બનાવોનો ભેદ પણ ઉકેલવામાં જૂનાગઢની ક્રાઈમ બ્રાન્ચને ભારે સફળતા મળી છે. અને દાહોદ જિલ્લાની કુખ્યાત ખજુરીયા ચડ્ડી-બનિયાનધારી ગેંગના મથુર રમેશભાઇ ભાભોર, ભાવસિંગ રમેશભાઈ ડામોર,  તથા દિલીપ સબુરભાઇ ડાંગીવાલા નામના ત્રણ સભ્યોને જોષીપરા વિસ્તારમાંથી ગઇકાલે દબોચી લેવામાં આવેલ હતા. અને તેમની આગવી ઢબે પૂછપરછ કરતા વધુ કેટલીક ચોરીઓના ભેદ ખુલવા પામેલ હતા.

જુરીયા ચડ્ડી-બનિયાનધારી ગેંગના ત્રણ શખ્સોએ કેશોદ, આટકોટ, પાલીતાણા, લાઠી, ઢસા, ગોંડલ, અમદાવાદ, અંકલેશ્વર સહિત કુલ સાત જિલ્લામાં થયેલી 15 ઘરફોડ ચોરી તેમજ જૂનાગઢ જિલ્લામાં 2020 ની સાલમાં 5 જેટલા ચોરીના બનાવો બન્યા હતા. જેમાં માણાવદર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા હતા અને આ ગેંગના સભ્યોને અગાઉ પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ ગેંગના સભ્યો દ્વારા ચોરીના બનાવોને જે રીતે અંજામ આપવામાં આવતો હતો તે અંગેની મળતી વિગત અનુસાર એક માણસ જોશીપુરા વિસ્તારમાં રહેતો હતો અને માહિતી એકત્ર કરી અને ચોરીના બનાવનો ખેલ પાડવામાં આવતો હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ત્રાટકયો હતો અને દાહોદની કુખ્યાત ખજુરી ચડ્ડી-બનિયાનધારી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લેવામાં આવેલ હતા અને તેમની પાસેથી કુલ રૂ. 1,40,250 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.