Abtak Media Google News

રવિવાર-સોમવાર તથા શ્રાવણ માસના તહેવારોમાં મંદિર સવારે ૪ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે: યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા

પ્રથમ આદિ જયોતિર્લિગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શ‚ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૨૪ ને શ્રાવણ સુદ એકમને સોમવારના રોજ થશે અને પુર્ણાહુતી તા.૨૧ શ્રાવણ વદ અમાસને સોમવારે થશે. મહામૃત્યુંજય મંત્ર-જાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન, પુજા, સવાલક્ષ બિલ્વપુજા, વિશેષ પુજાવિધિમાં હજારો દેશ-વિદેશના ભાવિકો અને ભકતજનોએ ઉમળકાભેર જોડાશે. શ્રાવણમાં પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯:૧૫ કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ દાદાની પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર-દર્શન, આરતિ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. શ્રાવણમાસના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાત:પુજા આરતી બાદ નુતન ધ્વજારોહણ, બિલ્વપુજાના યજમાનોને સવાલક્ષ બિલ્વપુજાની સંકલ્પ કરવામાં આવશે. યોગાનુયોગ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલનો તા.૨૪ જુલાઈએ જન્મદિવસ હોય જે નિમિતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, મહાપુજા, દિર્ઘાયુષ્યમંત્ર જાપ, દિપમાળા સહિતના આયોજન કરવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઈટ  ૂૂૂ.તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ  પરથી પૂજાવિધિ-ડોનેશન-ગેસ્ટ હાઉસ બુકિંગ સાથે લાઈવ દર્શન પણ થઈ શકશે, સોશ્યલ મીડિયા માધ્યમ ઈન્સ્ટાગ્રામ  જવશિતજ્ઞળક્ષફવિંયિંળાહય , ટ્વીટર  તવશિતજ્ઞળક્ષફવિં, ફેસબુક  તવશિતજ્ઞળક્ષફવિંયિંળાહય, ગુગલ અને એપલ સ્ટોર પર  તજ્ઞળક્ષફવિં ુફિિંફ  સાથે જોડાઈ ઘરબેઠા દેશ-વિદેશના ભકતજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહરના શૃંગારદર્શન કરી શકે છે.

શ્રાવણ માસમાં દેશ-વિદેશથી આવતા યાત્રિઓ શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેમજ કોઈ અગવડ ન પડે તેને ધ્યાને લઈ સોમનાથ મંદિરના સમયમાં શ્રાવણ માસમાં ફેરફાર કરાયો છે, રવિવાર-સોમવાર, શ્રાવણી તહેવાર દરમ્યાન મંદિર સવારે ૪:૦૦ વાગ્યે ખુલી જશે. જે રાત્રીના ૧૦:૦૦ સુધી ખુલ્લુ રહેશે. તેમજ શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિ સવારે ૫:૩૦ થી સાંજે ૧૦:૦૦ સુધી ખુલ્લુ રહેશે. તા.૭/૮/૨૦૧૭, શ્રાવણ સુદ પૂર્ણિમા સોમવારના દિવસે ખગ્રાસ ચંદ્ર ગ્રહણના ઉપલક્ષ્યમાં ગ્રહણ મોક્ષ થયા બાદ શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ પુજન તથા આરતી થશે. રાત્રીના ૨:૦૦ વાગ્યે મંદિર બંધ થશે. તેમજ તા.૨૦/૮/૨૦૧૭, શ્રાવણ વદ ચૌદશ રવિવારના દિવસે માસિક શિવરાત્રી સબબ રાત્રીના મહાપુજન તેમજ ૧૨:૦૦ વાગ્યે આરતી બાદ શ્રી સોમનાથ મંદિર રાત્રીના ૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. આ આયોજન હવે પછી પ્રત્યેક માસની ‘શિવરાત્રી’એ સોમનાથ મંદિરમાં ઉજવવામાં આવશે. તેમજ મંદિરના દર્શન પણ રાત્રીના ૧ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. મહાપુજા તથા આરતી પણ થશે. વિશેષમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

નગરપાલિકા દ્વારા મોબાઈલ ટોઈલેટ મુકાશે, તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પીવાના પાણીની સવલત મળી રહે તે માટે ૧૦ જેટલા પરબો શ‚ કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લા એન.સી.ડી.સેલ સરકારી હોસ્પિટલ દ્વારા ડાયાબીટીસ, હાઈપર ટેન્શન તથા ઓરલ કેન્સરનું સ્ક્રીનીંગ તેમજ જાગૃતતા માટે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમયાન પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભકતોને નિ:શુલ્ક બુંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે, સાથે જ શ્રાવણમાં આવતા સંઘો તરફથી યાત્રિકોને પ્રસાદ તેમજ ફરાળની નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. શ્રાવણમાસ દરમયાન સોમનાથ ખાતે દર રવિવારે સાંજે શ્રાવણી સોમવારની પૂર્વ સંધ્યાએ પ્રસિદ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુરઆરાધના પ્રસ્તુત કરશે, આવતા યાત્રિકો આદ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો લ્હાવો લઈ શકશે.

શ્રાવણમાં નિત્ય આવતા પગપાળા સંઘો તેમજ પદયાત્રી દૂર-દૂરથી સોમનાથ દાદાના દર્શને વહેલી સવારે પહોંચતા હોય છે, મંદિરના દ્વારો ખુલતાની સાથે જ ભકતો દાદાના દર્શનથી યાત્રિકો ધન્યતાની અનુભુતી કરે છે.

ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ સુદ-બિજથી શ્રાવણ વદ-અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું તેમજ શ્રીકૃષ્ણ ચરણપાદુકા પુજનનું વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભકતજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઈ શકશે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને અલગ-અલગ વિશિષ્ટ શ્રૃંગારોથી ૩૦ જેટલા અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શ્રૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભકતજન યજમાન બનવાનો લાભ લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.