Abtak Media Google News

અબતક,રાજકોટ

આગામી તા.૬-૯ને સોમવારે સોમવતી અમાસ છે. આ દિવસે સવારે શ્રાવણ વદ ચૌદશ સવારે ૭.૩૯ સુધી છે. ત્યારબાદ આખો દિવસ અમાસ તિથિ હોતા શ્રાવણ મહિનાના અંતીમ દિવસે સોમવતી અમાસ છે.

શ્રાવણ મહિનાનો અંતીમ દિવસ અને સોમવતી અમાસ હોતા આદિવસનું મહત્વ વધી જશે.આ અમાસને દશેઅમાસ, પિઠોરી અમાસ પણ કહે છે. સાથે ગ્રાહિણી અમાસ પણ કહે છે.આ દિવસે ઉપવાસ રહેવો તિર્થ સ્નાન કરવું ઉતમ ગણાય છે.

ઘરે પણ તીર્થ સ્નાન કરી શકાય ન્હાવાની ડોલમાં ગંગાજળ નાખી અને તિર્થોના નામ લઈ સ્નાન કરવું.જે લોકોની જન્મકુંડળીમાં શની, રાહુ સારા નથી અથવા પનોતી ચાલે છે. તેવો એ દુધમાં અથવા પાણીમાં કાળા તલ, સાકરનો ભૂકકો નાખી મહાદેવને ૐ નમ: શિવાયના જપ કરતા કરતા ચડાવો.તે ઉપરાંત આ દિવસે મૃત્યુંજય મંત્રના જપ પણ કરી શકાય જેનાથી જીવનમા રાહત મળે.માનસીક શાંતી મેળવવા આ દિવસે મહાદેવજી ઉપર સાકરવાળા પાણીથી અભિષેક કરવો.ધન પાટતી માટે બીલીપત્ર ચડાવવા આ દિવસે કાલસર્પ યોગની શાંતી, પિતૃકાર્ય, ‚દ્રી અભિષેક, લઘુ‚દ્ર કરાવવો ઉતમ ફળ આપનાર છે.સોમવતી અમાસના દિવસે ઉપવાસ રાખવાથી સર્વે મનોકામના સિધ્ધ થાય છે. તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયુ છે.

શ્રાવણ માસના અંતિમ ત્રણ દિવસ આરાવારા

શ્રાવણ માસના અંતિમ ત્રણ દિવસ આરાવારા ગણાય છે. એટલે કે આ વખતે તા. ૪/૫/૬ સપ્ટેમ્બર આરાવારા ગણાશે. આરાવારામાં લોકો સવારે પિતૃને પીપળે દિવો કરી પાણી ચડાવે છે. આરાવારાના દિવસોમાં નાના બાળકો, સંતાન મૃત્યુ પામ્યા હોય તેને માતા પાણી રેડે છે. જયારે અંતિમ દિવસે માત્ર પુ‚ષો પિતૃતૃપ્તિ અર્થે પીપળે પાણી રેડે છે.

 

ગણપતિ ઉત્સવનો પ્રારંભ

ગણેશ ચોથ: તા.૧૦/૯ શુક્રવાર

ગણેશ વિસર્જન: તા.૧૯/૯ રવિવાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.