Abtak Media Google News

રાજકોટ શહેરના અનેક નાના મોટા શિવમંદિરોમાં આજ સવારથી ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા શ્રઘ્ધાળુઓએ પુજન-અર્ચન જલાભિષેક તથા દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આજથી સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવમંદિરોમાં ધુન ભજન મહાઆરતી વિશેષ શૃંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાજકોટના ધારેશ્વર મંદિરનો ઇતિહાસ જ અનોખો છે.

આ મંદિરની સ્થાપના નાગાબાવા શંકરગીરી મહારાજ દ્વારા 80 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઢેબરભાઈ હતા તે સમયે વર્ષ 1956માં સૌરાષ્ટ્રમાં કપરો દુષ્કાળ પડ્યો હતો. લોકો પાણી અને અન્નના એક-એક દાણા માટે તડફડીયા મારી રહ્યા હતા. તે સમયે નાગાબાવા શંકરગીરી મહારાજ દ્વારા જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરાયો હતો. તે સમયે સૌએ શંકરગીરી મહારાજને કહ્યું હતું કે, વરસાદનો દૂર-દૂર સુધી કોઈ વર્તારો નથી. જેથી આપ અન્ન-જળનો ત્યાગ કરશો નહિ.

Screenshot 3 22

તેમ છતાં શંકરગીરી મહારાજ દ્વારા 29 દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કરાયો હતો. તે સમયના મુખ્યપ્રધાન ઢેબરભાઈએ પણ મહારાજને અન્ન-જળ ત્યાગ નહીં કરવા જણાવાયું હતું તેમ છતાં પણ તેમણે કોઈની સાંભળી ન હતી. 30માં દિવસે મહારાજની ભવિષ્યવાણી અનુસાર બારે મેઘ ખાંગા થયા હતા અને 24 કલાક અનરાધાર વરસાદ પડ્યો હતો. ઉપરાંત ભક્તોએ જ્યારે મહારાજને શિવલિંગની સ્થાપના કરવા કહ્યું હતું ત્યારે પણ મહારાજે જે જગ્યાએ ખોદકામ કરવા કહ્યું હતું ત્યાંથી શિવલિંગ પ્રકટ થયો હતો અને ભક્તો જે કંઈ મનમાં ધારીને આવ્યા હોય તેમની તમામ ધારેલી મનોકામના પૂર્ણ કરનાર મહાદેવ એટલે ધારેશ્વર મહાદેવ મંદિરનું નામ આપવામાં આવ્યું હતું.

ધારેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ભાવવિભોર

ધારેશ્વર મંદિર ખાતે દર્શન કરતા આવતા ભક્તોએ કહ્યું હતું કે, અમે અહીં દરરોજ દર્શન કરવા આવીએ છીએ. અહીં આવ્યા બાદ પરત ફરવાની જાણે ઇચ્છા જ થતી નથી. એક ભક્તે કહ્યું હતું કે, હું અહી છેલ્લા ઘણા સમયથી આવું છું. 15 વર્ષ પૂર્વે હું ચાલી પણ શકું નહીં તેવી મારી સ્થિતિ થઈ હતી પણ ધારેશ્વર મહાદેવની કૃપાથી આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને હવે દરરોજ સવારે 5 વાગ્યે મંદિર ખાતે દર્શનાર્થે તો આવું જ છું સાથોસાથ મંદિર પરિસર ખાતે હું યોગ કરું છું અને અન્ય ભક્તોને યોગ કરાવું પણ છું. અન્ય એક ભક્તે કહ્યું હતું કે, હું અહીં ઘણા સમય પૂર્વે એક મનોકામના લઈને આવ્યો હતો અને ધારેશ્વર મહાદેવે મારી એ મનોકામના પૂર્ણ કરી. ત્યારથી આજ દિન સુધી હું દરરોજ અહીં દર્શનાર્થે આવું છું.

બ્રહ્મ મુહૂર્તમાં મહાદેવના દર્શન માત્રથી ધન્યતા પ્રાપ્ત થાય: નરેન્દ્રભાઈ ભટ્ટ (ધારેશ્વર મંદિર)

મંદિરના પૂજારી નરેન્દ્રભાઈ ભટ્ટે કહ્યું હતું કે, હું અહી છેલ્લા 40 વર્ષથી પૂજારી તરીકેની સેવા આપું છું. ધારેશ્વર મહાદેવનો મહિમા અપાર છે. જ્યારે રાજકોટના મોટા ભાગના વિસ્તારો ફક્ત જંગલ હતા તે સમયથી મંદિરનું અસ્તિત્વ છે. અહીં મેં હજારો લોકોને અનેક સમસ્યાઓ-મૂંઝવણો લઈને આવતા જોયા છે અને હસતા મુખે પરત ફરતા પણ જોયા છે. લોકો તેમની મનોકામના મનમાં રાખીને આવતા હોય છે અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાદેવ તેમના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. તેમણે કહ્યું હતું કે, શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા કરવાનું અનન્ય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.