Abtak Media Google News

વિધવા, છૂટાછેડા વાળા કે નિરાધાર બહેનોને પ્લેહાઉસ ખોલી આપવામાં આવશે: શહેરમાં મહિલાઓ માટે પાંચ પ્રોજેકટ કાર્યરત.

મહિલા સશકિતકરણ વેગવંતુ બનાવવા માટે વિધવા છૂટાછેડાવાળા બહેનો અને નિરાધાર બહેનોને પગભર કરવા શ્રી હરી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વી કેન પ્લેહાઉસ ખોલી આપવામાં આવે છે આ પ્લે હાઉસનં બાળકોને નિ:શુલ્ક કિટ આપવામાં આવે છે. ભૂલકાઓને ટોકન દરે પ્રવેશ આપવામાં આવે છે. કોઈ પણ જાતના ફંડફાળા વગર ડો. બીનાબેન કોટક પોતાના ખર્ચે આ પ્રોજેકટ ચલાવી રહ્યા છે અને રાજકોટમાં આ પાંચમો પ્રોજેકટ કાર્યરત થયો છે.

આ પ્રોજેકટમાં અબતક મીડીયા હાઉસનો સપોર્ટ મળતા તેમણે અબતકનો આભાર માન્યો હતો. શ્રી હરિ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ઓર્ગેનાઈઝ વીકેન ગ્રુપ છેલ્લા છ વર્ષથી શૈક્ષણીક સંસ્થા સાથે જોડાયેલું છે. સૌથી પહેલી અમારી બ્રાન્ચ શિવધામ સોસાયટી ખાતે પ્રિ-સ્કુલ ચાલે છે. જેમાં ૧૭૫ થી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે. અને અમા‚ બીજુ સેન્ટર ન્ય કોલેજવાડી ખાતે આવેલું છે. ત્યારબાદ અમારો સોશીયલ પ્રોજેકટ છે સ્વયં સિધ્ધ કે જેના અંતર્ગત વિધવા, ત્યકતા છૂટાછેડાવાળા અને નિરાધાર બહેનોને ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક પ્લે હાઉસ ખોલી આપવામાં આવે છે જેનાં અંતર્ગત બહેનો પાસેથી ચાર કેટેગરીના બહેનો પાસેથી કોઈ ચાર્જ લેવામા આવતો નથી અને મારા મમ્મી પપ્પાનો અમને હરહંમેશ સ્પોર્ટ રહે છે. આવી બહેનોને અમે ખાલી પ્લે હાઉસ કરી નથી આપતા તેની સંપૂર્ણ જવાબદારી અમારી જ રહે છે. બાળકોનાં પ્રવેશથી માંડીને તેના અભ્યાસ ક્રમ સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન સંસ્થા તરફથી જ આપવામાં આવે છે આ કાર્યથી એ શીખવા મળે છે કે સમાજમાં જે મહિલા સશકિતકરણની વાતો થાય છે. તેને ધ્યાનમાં રાખીને જ‚રીયાત વાળા બહેનોને લાભ આપવાનો છે.

તુપ્તી રાજાએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં સૌ પ્રથમ વખત આપણે એડ પેપરની ચર્ચા કરેલી છે. જેનું નામ છે. એડવર્ડ જે પ્રાઈવેટ સેકટરમાં ચલાવવામાં આવે છે. ડોર ટુ ડોર તેનું માર્કેટીંગ થાય છે. અને સાથે સાથે તેની પાછળનો એક જ ધ્યેય છે કે જે એ એડ આપે છે તેમાંથી જે કોઈ પ્રોફીટ વધે છે તેનો આ બહેનો પાછળ ઉપયોગ કરીએ છક્ષએ અને એના દ્વારા આપણે બહેનોને પગભર કરીએ છીએ ૨૦૧૭-૧૮નું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ૧૦૦ જેટલી બહેનો દિકરીઓને પગભર કરવાનો અમારો ટાર્ગેટ છે.

આ અંગે માહિતી આપતા નિ‚બા પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે મારા પતિ મૃત્યુ પામ્યા તેને સાત વર્ષ થયા છે. મારે બે દિકરીઓ છે હું મારા પગભર થઈ ક્ષત્રીય સમાજને બતાવવા માંગુ કે બીજા બહેનો પણ મારી જેમ કાર્ય કરી સમાજને બતાવી દેવું જોઈએ કે હું એકલી છું એકલા પણ રાખવું જ ન જોઈએ મને મારા પગભર થવા માટે મારી દિકરીઓ અને મારા મેડમનો મને ખૂબજ સાથ સહકાર મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.