- માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક થઈ શરૂ
- હાલમાં એક મણના 600થી વધુ ભાવ બોલાયા
- લોકવન કરતા ટુકડા ઘઉંની આવક ઓછી પણ સામે ભાવ પણ ઓછા મળી રહ્યા
- માર્કેટિંગ યાર્ડમાં 15 જણસીની આવક નોંધાઈ
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને હાલમાં શિયાળુ પાકના વાવેતરના ઘઉં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક નોંધાઈ રહી છે. સામાન્ય રીતે લોકવન કરતા ટુકડા ઘઉંની આવક ઓછી પણ સામે ભાવ પણ ઓછા મળી રહ્યા છે, માર્કેટ અનુસાર હંમેશા લોકવન ઘઉંના ભાવ ઓછા અને ટુકડા ઘઉંના ભાવ વધારે હોય છે. ઘઉનો સામાન્ય ભાવ ₹600 નોંધાયો છે. આ ઉપરાંત ચણા તુવેર અને સોયાબીનની પણ આવક નોધાઈ રહી છે. તેમજ કુલ 15 જણસીની આવક નોંધાય છે. આ દરમિયાન શિયાળુ પાકનું વેચાણ કરવા માટે ખેડૂતો જૂનાગઢ સહિત આજુબાજુના તાલુકા તથા જિલ્લામાંથી જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં આવશે.
માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે આવક
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને હાલમાં શિયાળુ પાકના વાવેતરના ઘઉં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક નોંધાઈ રહી છે. સામાન્ય રીતે લોકવન કરતા ટુકડા ઘઉંની આવક ઓછી પણ સામે ભાવ પણ ઓછા મળી રહ્યા છે , માર્કેટ અનુસાર હંમેશા લોકવન ઘઉંના ભાવ ઓછા અને ટુકડા ઘઉંના ભાવ વધારે હોય છે.
થોડા સમયમાં ઘઉંની ભરપૂર આવક શરૂ થશે
આગામી સમયમાં હવે થોડા દિવસોમાં ઘઉંની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભરપૂર રીતે થશે અત્યારે હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક ઓછી નોંધાઈ રહી છે. બુધવારે ઘઉંની આવકની વાત કરવામાં આવે તો ,
લોકવન ઘઉંની 98 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 644 રૂપિયા અને નીચો ભાવ 580 રૂપિયા અને સામાન્ય ભાવ ₹600 નોંધાયા છે.
ટુકડા ઘઉંની 58 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 625 રૂપિયા , એક મણનો નીચો ભાવ 590 રૂપિયા , અને સામાન્ય ભાવ ₹600 નોંધાયો છે.
ગુરુવારે લોકવન ઘઉંની 43 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 618 રૂપિયા , એક મણનો નીચો ભાવ 550 રૂપિયા અને સામાન્ય ભાવ 595 રૂપિયા નોંધાયો છે.
ટુકડા ઘઉંની 32 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 621 રૂપિયા , એક મણનો નીચો ભાવ 580 રૂપિયા , અને સામાન્ય ભાવ ₹600 નોંધાયો છે.
ચણા તુવેર અને સોયાબીનની પણ આવક
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચણા તુવેર અને સોયાબીનની પણ ખૂબ સારી એવી આવક નોંધાઈ રહી છે. આ સાથે ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. સોયાબીનની 845 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 807 જ્યારે ભાવ 700 રૂપિયા અને સામાન્ય ભાવ 770 નોંધાયો છે.
તુવેરની 5445 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1538 રૂપિયા એક મણનો નીચો ભાવ 1250 રૂપિયા અને સામાન્યભાવ 1440 નોંધાયો છે.
ચણાની 48 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1163 રૂપિયા , એક મણનો નીચો ભાવ 1000 રૂપિયા અને સામાન્ય ભાવ 1060 રૂપિયા નોંધાયો છે.
કુલ 15 જણસીની આવક નોંધાય
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 15 જણસીની આવક નોંધાઈ છે. શિયાળુ પાકની વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે તેની જણસીની આવક પણ હવે ધીરે ધીરે શરૂ થશે થોડા દિવસની અંદર જ શિયાળુ પાકનું વેચાણ કરવા માટે ખેડૂતો જૂનાગઢ સહિત આજુબાજુના તાલુકા તથા જિલ્લામાંથી જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં આવશે.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ