Abtak Media Google News

જેતપુર માં જૈન સમાજના રાષ્ટ્રીય સંત એવા શ્રી મુનિ મહારાજ શ્રી નમ્ર મુનિ મહારાજ નું આગમન થતા જૈનસમાજ દવારા તેઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ 

જેતપુર માં આજે સવારે સામા કાંઠે જૈન સમાજ ના નમ્ર મુનિ મહારાજ કે જેમણે રાષ્ટ્રીય સત નું બિરૂદ મલ્યું છે તેવા નમ્ર મુનિ મહારાજ નું આગમન થતા કળશ ધારી બહેનોએ ભાવ ભર્યું સ્વાગત કરાયું ત્યાંથી ફૂલવાડી .ચાંદની ચોક .થઈ ને વણિક જ્ઞાતિ ની વાડીએ પધારેલ તેમને વધાવવા જેતપુર જૈન સમાજ ના આગેવાનો ખૂબ ભાવના થી ત્યારી કરી હતી નમ્ર મુનિ મહારાજ શ્રી ખુબજ વિદવાન સંત છે Img 20180512 Wa0010

તેમણે અનેક યુવાધન ને ધર્મ ના રસ્તે વાળવા રાહબર બનીયા છે અનેક શ્રાવક અને શ્રાવિકા ના પ્રેરણા સ્ત્રોત બનીયા છે પૂજ્ય નમ્ર મુનિ મહારાજ ધર્મના પ્રસાર અને પ્રચાર માટે સતત વ્યસ્ત હોઈ છે અનેક ધર્મ અનુરાગી લોકો તેમના દર્શન ઝખતા હોઈ તેવા નમ્ર મુનિ મહારાજ જેતપુર પધાર્યા હોઈ જૈન સમાજ હરખ ની હેલીએ ચડ્યો છે લુક એન લર્ન ની નાની નાની બાળાઓએ સુંદર ગુરૂ વંદના નું સ્વાગત નૃત્ય રજૂ કરેલ મુનિ મહારાજ સાથે અનેક મહાસતીજી ઓ પધારેલ નમ્ર મુનિ મહારાજે વ્યાખ્યાન (પ્રવચન )આપેલ ત્યાર બાદ નવકારસી નું આયોજન રાખેલ હતું

Img 20180512 Wa0012

ભગવાન મહાવીર નું સૂત્ર છે કે જ્યાં વિનય હોઈ ત્યાં વિકાસ હોઈ છે જ્યાં વિનય વધતો જાય ત્યાં વિકાસ વધતો જાય છે જ્યાં સમર્પણ ભાવ હોઈ ત્યાં આર્થિક સંપત્તિ માં કચાસ આવતી નથી જ્યાં વિનય હોઈ ત્યાં વ્યક્તિ ના હાથ જોડાયેલ હોઈ જ્યાં વિનય હોઈ ત્યાં મસ્તક નમેલું હોઈ જ્યાં વિનય નો અભાવ હોય ત્યાં વિપત્તિ તેમની રાહ જોતી હોઈ છે જેતપુર માં તપશ્વિ મહારાજ ની ઓરડી આવેલી છેImg 20180512 Wa0011

તપશ્વિ મહારાજ પ્રત્યે ની શ્રદ્ધા ને કારણે અનેક વાર સાધુ સાધ્વીજીનું આગમન જેતપુર માં થાયછે આજે નમ્ર મુનિ મહારાજ નું આગમન થતા જૈનસમાજ ના અગ્રણી વિનુભાઈ કામાણી.કિશોરભાઈ સાહ .પ્રદીપભાઈ વલંદા.ઉદયભાઈ દેસાઈ .ભાવિક કામદાર હિતેસભાઈ બાવીસા .પ્રજ્ઞાબેન કામદાર જીતુભાઇ દેસાઈ યોગેશભાઈગાંધી વગેરે વિશાળ સંખ્યામાં માં જેન સમાજ ના લોકો નમ્ર મુનિ મહારાજ ને સત્કારવા હાજર રહેલા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.