Abtak Media Google News

Table of Contents

દિવસો સુધી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત પર મેઘરાજા સાંબેલાધાર વરસી રહ્યાં હોય તેમ વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્તા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 258 તાલુકામાં મેઘરાજા સાંબેલાધાર વરસ્યા છે ત્યારે રાજકોટમાં 4 ઈંચ સહિત ગિરનારમાં 10 ઈંચ, મોટી મારડમાં 9 ઈંચ અને જામજોધપુરના નરમાળા ગામે 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદી-નાળા પણ છલકાઈ ગયા હતા.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક 1 થી 10 ઇંચ વરસાદ

Screenshot 2 58

સમગ્ર રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની વકી વ્યકત કરી છે. ઉપરાંત કેટલાંક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે. આગામી દિવસો દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, સોમનાથ અને જામનગર જિલ્લામાં અડધાથી લઈ 10 ઈંચ સુધી વરસાદ પડતા શહેરો અને ગામડાઓ તરબોળ બન્યા છે. રાજકોટના મોટી મારડમાં 9, જામજોધપુરના નરમાળામાં 10, કાલાવડમાં 6, માણાવદરના જિંજરી, ચુડવા, સરદારગઢ, સણોસરામાં 7 ઈંચ વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના 3 અને જૂનાગઢ જિલ્લાનો એક રસ્તો વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાર મોટા ડેમ છલકાતા નિચાણવાળા ગામડાને ચેતવણી આપવામાં આવી હતી. ઉનામાં ભારે વરસાદથી નદીમાં પિતા તણાઈ જતાં બે પુત્રો તેના બચાવ માટે જતાં ત્રણેયના કરૂણ મોત નિપજયા હતા.

વાડી, ખેતરોમાં લહેરાશે મોલાત: મારડમાં અનરાધાર 9 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાને બે દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યાં છે ત્યારે રાજકોટ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદથી ગોઠણડુબ પાણી ભરાયા હતા અને નિચાણવાળા વિસ્તારમાં તો ઘરોમાં પાણી ઘુસ્યા હતા. અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. રાજકોટ તાલુકાના રાજગઢમાં કાર પાણીમાં તણાઈ હતી જ્યારે શહેરના મનહરપર વિસ્તારમાં નાલુ તૂટતા રીક્ષા પાણીમાં ફસાઈ હતી. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ લોધીકામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં જળબંબાકાર થઈ ગયો હતો. સ્થાનિક નદી નાળામાં ઘોડાપુર આવ્યું હતું અને અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા.

સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ઓવરફલો: ર00થી વધુ વીજ થાંભલા ધરાશાયી થતા 40થી વધુ ગામોમાં અંધારપટ

આ ઉપરાંત ધોરાજી અને કોટડા સાંગાણી પંથકમાં 3 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈ શહેર આખુ પાણી-પાણી થઈ ગયું હતું. છેલ્લા કેટલાંય દિવસથી લોકો વરસાદની રાહ જોઈ બેઠા હતા. મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પર મહેરબાન થયા હોય તેમ બે દિવસથી વરસાદ તૂટી પડ્યો છે.

Screenshot 1 80

રાજકોટના લોધીકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ધોરાજી93 મીમી357 મીમી
ગોંડલ46 મીમી347 મીમી
જામકંડોરણા39 મીમી129 મીમી
જસદણ14 મીમી174 મીમી
જેતપુર12 મીમી174 મીમી
કોટડા સાંગાણી95 મીમી269 મીમી
લોધીકા198 મીમી422 મીમી
પડધરી22 મીમી91 મીમી
રાજકોટ108 મીમી419 મીમી
ઉપલેટા72 મીમી177 મીમી
વિંછીંયા22 મીમી64 મીમી

ભાવનગરના પાલીતાણામાં 1.5 ઈંચ વરસાદ

 

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ભાવનગર10 મીમી262 મીમી
ગારીયાધાર9 મીમી245 મીમી
ઘોઘા10 મીમી196 મીમી
જેસર1 મીમી122 મીમી
મહુવા0 મીમી221 મીમી
પાલીતાણા31 મીમી258 મીમી
શિહોર6 મીમી126 મીમી
તળાજા2 મીમી124 મીમી
ઉમરાળા21 મીમી213 મીમી
વલ્લભીપુર23 મીમી207 મીમી

 

બોટાદ જિલ્લામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
બોટાદ146 મીમી290 મીમી
બારવાલા64 મીમી311 મીમી
ગઢડા123 મીમી262 મીમી
રાણપુર72 મીમી171 મીમી

 

સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
અમરેલી7 મીમી267 મીમી
બાબરા12 મીમી315 મીમી
બગસરા19 મીમી139 મીમી
ધારી20 મીમી171 મીમી
જાફરાબાદ8 મીમી146 મીમી
ખાંભા7 મીમી208 મીમી
લાઠી9 મીમી189 મીમી
રાજુલા9 મીમી182 મીમી
સાવરકુંડલા14 મીમી296 મીમી
વડીયા11 મીમી143 મીમી

 

પોરબંદર : કુતિયાણામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
કુતિયાણા128 મીમી292 મીમી
પોરબંદર28 મીમી215 મીમી
રાણાવાવ65 મીમી192 મીમી

Screenshot 3 37 જામનગરના કાલાવડમાં 7 ઈંચ વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ધ્રોલ35 મીમી221 મીમી
જામજોધપુર37 મીમી254 મીમી
જામનગર25 મીમી135 મીમી
જોડીયા34 મીમી189 મીમી
કાલાવડ147 મીમી363 મીમી
લાલપુર10 મીમી91 મીમી

Screenshot 5 24 ગિર સોમનાથ: સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ગિર ગઢડા20 મીમી122 મીમી
કોડીનાર67 મીમી240 મીમી
સુત્રાપાડા102 મીમી362 મીમી
તાલાલા54 મીમી249 મીમી
ઉના12 મીમી115 મીમી
વેરાવળ43 મીમી457 મીમી

 

Screenshot 4 31 સુરેન્દ્રનગરના ચોટીલામાં 3 ઈંચ વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ચોટીલા62 મીમી184 મીમી
ચુડા34 મીમી239 મીમી
દસાડા29 મીમી92 મીમી
ધ્રાંગધ્રા28 મીમી89 મીમી
લખતર3 મીમી144 મીમી
લીંબડી6 મીમી104 મીમી
મુળી0 મીમી131 મીમી
સાયલા11 મીમી162 મીમી
થાનગઢ29 મીમી193 મીમી
વઢવાણ3 મીમી108 મીમી

 

મોરબીમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
હળવદ3 મીમી84 મીમી
માળિયા મિંયાણા12 મીમી120 મીમી
મોરબી76 મીમી193 મીમી
ટંકારા71 મીમી252 મીમી
વાકાનેર46 મીમી295 મીમી

જૂનાગઢ : માણાવદરમાંં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ

 

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ભેંસાણ41 મીમી155 મીમી
જૂનાગઢ113 મીમી285 મીમી
કેશોદ71 મીમી289 મીમી
માળીયા44 મીમી307 મીમી
માણાવદર134 મીમી374 મીમી
માંગરોળ46 મીમી376 મીમી
મેંદરડા63 મીમી332 મીમી
વંથલી117 મીમી299 મીમી
વિસાવદર73 મીમી232 મીમી

દેવભુમિ દ્વારકામાં છુટોછવાયો વરસાદ

તાલુકો24 કલાકનો વરસાદસીઝનનો કુલ વરસાદ 
ભાણવડ17મીમી229 મીમી
દ્વારકા4મીમી154 મીમી
કલ્યાણપુર5 મીમી367 મીમી
ખંભાળીયા0335 મીમી

 

પરા પીપળીયાની નદીના પુરમાં ફસાયેલા દંપતિ સહિત ૧૦ને બચાવાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.