Abtak Media Google News

પ્રખર બુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રેમાળ વિર્દ્યાી તરીકે તેમણે સહાધ્યાયીઓમાં ઘણી ચાહના મેળવી હતી અને શિક્ષકના પણ વાત્સલ્યને પાત્ર બન્યા હતા. વિર્દ્યાીઓની તેમના ઉપર કેટલી પ્રીતિ હતી તેના ઉદૃાહરણ‚પે એક ઘટના જાણીતી છે. એક વખત શિક્ષકે બાળ રાયચંદૃને કોઈ કારણસર ઠપકો આપ્યો, તેી તેઓ બીજે દિૃવસે શાળાએ ન ગયા. બાળ રાયચંદૃ નિશાળે આવ્યા ની એમ બીજા વિર્દ્યાીઓના જાણવામાં આવતાં તેઓ બાળ રાયચંદૃ પાસે ગયા અને તેમની સો દૃૂર ખેતરમાં ચાલ્યા ગયા. આ બાજુ શિક્ષક જ્યારે શાળામાં આવ્યા ત્યારે તેમણે એક પણ વિર્દ્યાી ન જોયો. તેમની જાણમાં આવ્યું કે ગઈ કાલે બાળ રાયચંદૃને ઠપકો આપ્યો હતો તેનું આ પરિણામ હતું. પછી વિર્દ્યાીઓને શોધતાં શોધતાં તેઓ ખેતર સુધી ગયા અને બાળ રાયચંદૃને મનાવી શાળામાં પાછા લઈ આવ્યા. હોશિયાર હોવાના કારણે બાળ રાયચંદૃ શિક્ષકના પરમ વિશ્ર્વાસુ તરીકે અન્ય વિર્દ્યાીઓનું વર્ગકામ લેતા અને એ રીતે વર્ગશિક્ષકનું કાર્ય પણ કરતા. તેમનામાં સ્વાભાવિક રીતે રહેલા નિખાલસતા, ભદ્રિકતા, સરળતા, વિશ્ર્વસનીયતા, બોલવાની પ્રભાવાાળી છટા, શીખવવાની અદૃ્ભુત કળા આદિૃ ગુણોી તેઓ સહાધ્યાયીઓમાં ખૂબ માનીતા યા હતા.

શ્રીમદૃ્નું વાંચન ખૂબ વિશાળ હતું. નાનપણી જ તેમને વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવું નવું સમજવાની, સાંભળવાની, વાંચવાની, શીખવાની ખૂબ જ જિજ્ઞાસા રહેતી હતી. તેઓ જે પુસ્તક હામાં આવે તે ઝડપી વાંચી જતા હતા અને તેનો બોધ સ્મૃતિમાં ગ્રહી લેતા હતા. પાઠપુસ્તક ઉપરાંત તેમણે કેટલાક કાવ્યગ્રંો અને વિવિધ પ્રકારના બોધગ્રંો વાંચ્યા હતા. તેઓ તેર વર્ષની વયે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા રાજકોટ ગયા હતા, પરંતુ તેમણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કેટલો વખત અને કઈ કક્ષાનો કર્યો હતો તેની કોઈ ચોક્કસ માહિતી મળતી ની. તેઓ અંગ્રેજી ભાષાનું સામાન્ય વાંચન-લેખન કરી શકતા હતા. તેમનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ સારો કાબૂ હતો અને તે ભાષાના ગ્રંો તેઓ સરળતાી શકતા હતા. તીવ્ર સમજણાક્તિ અને પ્રખર સ્મરણશક્તિ હોવા છતાં વૈરાગ્યવૃત્તિના કારણે તેમણે તે ભાષાઓનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો ન હતો.

તેરમા વર્ષ પછી શ્રીમદૃ્ પોતાના પિતાની દૃુકાને બેસતા હતા અને ત્યાંનું કામકાજ સંભાળતા હતા. ત્યાં તેઓ રમતમાં કે પ્રપંચમાં વખત વ્યય કરવાને બદૃલે વાંચન, મનન, કાવ્યસર્જનાદિૃમાં સમયનો સદૃુપયોગ કરતા હતા. પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દૃેવાની કર્તવ્યપાલનની બુદ્ધિ તેમનામાં બાળપણી જ હતી. પિતાની દૃુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યો હતો અને કોઈને ઓછો-અધિકો ભાવ કહ્યો ન હતો કે ઓછું-અધિકું તોળી દૃીધું ન હતું.

બાળપણનાં આ વર્ષો દૃરમ્યાન શ્રીમદૃે પોતામાં રહેલી વિરલ સર્જનાક્તિનો પણ પરિચય કરાવ્યો હતો. જેટલી અદૃ્ભુત તેમની સ્મરણાક્તિ હતી, તેટલી જ અદૃ્ભુત તેમની કવિત્વાક્તિ પણ હતી. નાની વયી જ તેમનામાં વાતો અને કાઓ જોડી કાઢી, રસિક રીતે કહી બતાવવાની છટાદૃાર વાક્ચાતુરી પણ હતી. તેઓ શીઘ્રકવિ હતા. આઠ વર્ષની વર્ષી તેમણે કવિતા રચવાની શ‚આત કરી હતી.

આઠ વર્ષની ઉંમરે તેમણે અંદૃાજે ૫૦૦૦ કડીઓ રચેલી, જે હાલ ઉપલબ્ધ ની.

નવ વર્ષની વયે તેમણે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંોનું અવલોકન કરી, તેને કાવ્યમાં ગૂંવાની અસાધારણ પ્રતિભા સાધ્ય કરી હતી.

દૃસ વર્ષની ઉંમરે તેઓ ઘણા વિષયો ઉપર છટાદૃાર, રસિક ભાષણો આપતા હતા.

અગિયાર વર્ષની વયી કોઈ પ્રૌઢ પ્રજ્ઞાવંત લેખકની જેમ તેઓ ચિંતન-મનનના પરિપાક‚પ લેખો લખતા હતા, જે “બુદ્ધિપ્રકાશ’ નામના તત્કાલીન શિષ્ટ અને શ્રેષ્ઠ સામયિકમાં છપાતા હતા. તેમણે ઇનામી નિબંધો લખી પારિતોષિકો પણ મેળવ્યાં હતાં. બાર વર્ષની ઉંમર સુધીમાં તો તેમની કવિત્વાક્તિ ઘણી જ ‚ડી રીતે ખીલી ઊઠી હતી. માત્ર ત્રણ જ દિૃવસમાં ઘડિયાળ ઉપર તેમણે ત્રણસો કડીઓ લખી હતી. આમ, કુમાર અવસી જ કલમ અને કાગળ સો મિત્રતા બંધાતાં તેમનું જ્ઞાન બુદ્ધિબળ વડે પ્રકાશિત વા લાગ્યું અને તેઓ ‘કવિ’ તરીકે પ્રસિદ્ધ થયા.(

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.