શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજાયા

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગાસન યોજવા ભારતભરમાંથી વિશિષ્ટ 75 સ્થળોને યોગ સ્થળ તરીકે પસંદ કર્યા હતા, જેમાંનાં એ કે, ગુજરાતના વડોદરામાં આવેલ સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા સ્મારક, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્યરત વૈશ્વિક અભિયાન SRMD Yoga એ અન્ય યોગ સંસ્થાઓ સાથે મળીને ઉપસ્થિત હજારો લોકોને યોગાસનોમાં લીન કર્યા હતાં. અહીં હેલ્થ એન્ડ હેમિલી વેલફેના મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત હતાં, જેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ યોગાસનો કર્યા હતાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આગામી દિવસોમાં SRMD Yoga દ્વારા પેરિસના પ્રતિષ્ઠિત લીઓ લોગ્રોન્જ સ્ટેડિયમ ખાતે ડોમટોમ ફૂટબોલ લીગ દરમિયાન ફ્રેન્ચ ભાષામાં સુંદર કીર્તન અને ધ્યાનનું આયોજન કરવામાં આવનાર છે. આ મેગા ઈવેન્ટમાં SRMD Yoga 10,500 પ્રેક્ષકો અને મડાગાસ્કર હૈતી, ગુયાના, ગ્વાડાલુપ જેવા અનેક દેશોના ખેલાડીઓને યોગથી જોડશે. આમ નિરંતર પરિવર્તન અને પડકારોનો સામનો કરતાં વૈશ્વિક માનવીના સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ જાળવી રાખવામાં યોગ દ્વારા સહાયરૂપ બનવા SRMD Yoga આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.