‘સીબીલ’… કી ઐસી કી તૈસી:હવે ‘નાદારો’ને પણ લોન મળશે!!

0
144

કોરોના કટોકટી અને આર્થિક મંદી વચ્ચે નાદારોને પુન: બેઠા કરવા માટે ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ માટે ભંડોળ ફાળવાયું

 

કહેવત છે કે, એક દરવાજો બંધ થાય તો… હજાર દરવાજા ખુલ્લી જાય… આર્થિક તંગી અને વ્યવસાય માટે લોન લેનારાઓ માટે વ્યવહાર સાચવવો જરૂરી છે. સીબીલના રેન્કિંગ પર લોન અપાતી હોવાથી નિયમીત લોન ભરવાની ચિવટ અને લોનના હપ્તા ખડ્યા વગર સતતપણે વ્યવહાર સાચવવાની દોડધામ વચ્ચે પણ અનેક લોકો લોન ભરવામાં નાદાર જાહેર થાય છે. આવી નાદારી વધુ લોન લેવાના દરવાજાઓ બંધ કરનારા બની જાય છે પરંતુ હવે આ પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવ્યું છે અને નાદાર જાહેર થયેલાઓને પણ વધુ લોન મળે તેવા સંજોગો ઉભા થયા છે.

નાણાકીય સેવાના વિભાગમાંથી મળતી માહિતી મુજબ નાદારોને પણ લોન મળે તેવા રસ્તાઓ ખુલ્યા છે. ઈમરજન્સી ક્રેડીટ લાઈન સ્કીમમાં 60 દિવસની મુદતનું ધીરાણ આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. નાણાકીય વિભાગે જણાવ્યું હતું કે, સમીતી દ્વારા આર્થિક તણાવગ્રસ્ત જાહેર કરાયેલા 26 ક્ષેત્રમાં આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સમીતીમાં આઈસીઆઈસીઆઈના પૂર્વ વડા કે.વી.કામતની સમીતી દ્વારા આરોગ્ય, ઉડ્ડયન, સહકાર, ઉર્જા, સિમેન્ટ, બાંધકામ અને ટેક્ષટાઈલ્સ ઉદ્યોગના નાદાર જાહેર થયેલા લોન ધારકો કે જેમનું સીબીલ ડેમેજ થઈ ગયું હોય તેવા લોકોને પણ ઉભુ થવા માટે ધીરાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી સીબીલ જોઈને જ બીજી લોન આપવામાં આવતી હતી. હવે સીબીલની જાણે કે ઐસી તૈસી જેવી પરિસ્થિતિમાં નાણા વિભાગે 3 લાખ કરોડની ફાળવણી કરીને નાદારોને પણ ઉભા થવા માટે લોનની વ્યવસ્થા કરી છે. 80 ટકા જેટલા લોકોને આ યોજનામાં આવરીને 60,000 કરોડની રાશી ફાળવવામાં આવશે અને કોવિડ કટોકટીમાં સમયસર હપ્તા ન ભરનાર લોન ધારકો અને ખાસ કરીને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગને ઉભા કરવા માટે ખાસ પ્રકારના ધીરાણની જોગવાઈ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 29, 2020થી શરૂ કરવામાં આવેલી આ યોજનામાં 31 થી 60 દિવસ સુધીનો ઓવર ડ્યુ આપવામાં આવશે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ ભંડોળથી બેંકો અને ધીરાણ કરતી સંસ્થાઓ પાસેથી લોન લેનારાઓની ગાડી પાટે ચડાવવા મદદરૂપ થવાશે. સરકારે જણાવ્યું હતું કે, આપાતકાલીન સહાય યોજના અંતર્ગત ડિફોલ્ટર લોન ધારકોને પણ સહાય આપવામાં આવશે. સરકારે પહેલીવાર 20 ટકા જેટલી મર્યાદામાં લોન પૂર્ણ ભરપાઈ કરવાની યોજનાઓને બહાલી આપી છે. આઈસીઆરએના અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સીબીલને જોઈને લોન આપવાની પ્રથા હતી પરંતુ ઐતિહાસિક મહામારીને આર્થિક કટોકટી અને સંજોગોને ધ્યાને લઈ સીબીલ સીટ પ્રોપર ન હોય અને હપ્તા ન ભરી શકનાર લોનધારકોને પણ આર્થિક રીતે બેઠા થવા માટે લોન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here