રાજકોટ : સિધ્ધી વિનાયક ફોર્ડ ખાતે ફિગોનું ફુલ્લી ઓટોમેટીક મોડલ લોન્ચ

આપણા દેશમાં રાજાશાહી વખતથી લોકોમાં મોટરનો શોખ જોવા મળ્યો છે. અગાઉ ફીઆટ અને એમ્બેસેડર જેવા સ્થાનીક વાહનો ચાલતા હતા કોઈ માલેતુજારતો ફોરેનથી પણ ગાડી મંગાવતા ત્યારે આજની જો વાત કરીએ તો ટેકનોલોજીને  સજજ ગાડી ભારતમાં જ મળી રહી છે. ફોર્ડ  કંપનીતો ખૂદ 115 વષનો ઈતિહાસ ધરાવે છે. ત્યારે આજના યુગને ધ્યાનમાં રાખી.

ગોંડલ રોડ ખાતે સિદ્ધિવિનાયક ફોર્ડ મા ફોર્ડ ફીગો માં થયું “ફુલ્લી ઓટોમેટિક” કાર નું લોન્ચ! કાર લોન્ચિંગ એડીકો ગ્રુપ ના અગ્રણી શ્રી કાંતિભાઈ જવિયા અને એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ વસાણી ના હસ્તે અને સિદ્ધિવિનાયક ફોર્ડ ના ડીરેક્ટર શ્રી નીરજભાઈ અને શૈલેષભાઈ તથા સર્વે સિદ્ધિવિનાયક ટીમ ની હાજરીમાં યોજાયેલ હતું. રજ્ઞમિ રશલજ્ઞ કાર લોન્ચ થઈ ની વાત કરીએ તું ફુલ્લી ઓટોમેટિક છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન માં સર્વશ્રેષ્ઠ ટોર્ક ક્ધવર્ટર ધરાવે છે ત્યારે જ સેફટી બાબતે ભાર આપતા તેઓએ 6 એર બેગ નો સમાવેશ પણ થયો છે. આવા અનેક ફિચર્સ થી ભરપુર છે આ કાર જે મોંઘી કાર મા જોવા મળે છે!

લોકો ફુલ્લી ઓટોમેટિક ફોર્ડ ફીગોને અપનાવે એવી આશા રાખું છું: કાંતિભાઈ જાવિયા

એડિકો ગ્રુપ ના અગ્રણી શ્રી કાંતિભાઈ જાવિય અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન કાર લોન્ચ ને લઇ ખુશી વ્યક્ત કર્યા જણાવે છે કે હું ફોર્ડ ગ્રુપ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલો છે અને આજના શુભ દિવસે ફોર્ડ ફીગો ફુલ્લી ઓટોમેટિક કાર લોન્ચ મારા હસ્તે કરવાનો મને લાહવો મળ્યો છે ત્યારે અનેરો આનંદ મહેસૂસ થાય છે અને એ બદલ હું ફોર્ડ ગ્રુપ નો ખુબ ખુબ આભારી છુ. ફોર્ડ ની બધી કાર લોકો એ અપનાવી છે ત્યારે આ ફુલ્લી ઓટોમેટિક ફોર્ડ ફીગો પણ લોકો અપનવશે એવી આશા રાખું છું!

ફોર્ડ ફીગો 115 વર્ષનો ઈતિહાસ ધરાવે છે: સંંચાનીયા (સેલકસ ક્ધસલ્ટન્ટ)

સિદ્ધિવિનાયક ફોર્ડ ના સેલ્સ ક્ધસલ્ટન્ટ મિસ્ટર સંચનિયા અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યા ફોર્ડ ફીગો ફુલ્લી ઓટોમેટિક કાર ના ફિચર્સ જણાવતા કહે છે કે ફોર્ડ કંપની સ્ટ્રોંગ બીલ્ટ ક્વોલિટી માટે પ્રખ્યાત છે અને સાથે જ ફોર્ડ બ્રાન્ડ 115 વર્ષ નો ઈતિહાસ પણ રહેલો છે. વાત કરીએ તો ફોર્ડ ફીગો પ્રચલિત કાર હેચ બેક મોડલ તરીકે પ્રચલિત તો રહી જ છે ત્યારે આ કાર મા ફુલ્લી ઓટોમેટિક ફિચર્સ જોવા મળશે અને સિલેક્ટ શિપ અને સ્પોર્ટ્સ મોડ કેવા ઓપ્શન પણ અવેલેબલ છે એ ઉપરાંત સ્ટેબિલીટી કંટ્રોલ અને 6 એર બેગ ઉપલબ્ધ છે. આ જોઈને કહી શકાય કે સેફ્ટી ની પૂરી કાળજી આ કાર મા લેવાઈ છે. આ કાર ના ઘણા એવા ફિચર્સ છે જે માર્કેટમા બીજી કારને ટક્કર પોહચડે અને એમને ભરોસો છે કે લોકો આને ખૂબ પસંદ કરશે.