સિદ્ધુપાજી કોંગ્રેસની સરકાર સામે જ ભૂખ હડતાલ પર ઉતરશે !!!

પંજાબનું કોંગ્રેસી રાજકીય કોકડું ઉકેલવા હાઈ કમાન્ડે જેને હવાલો સોપ્યો છે તે ક્રિકેટર માંથી રાજકીય નેતા બનેલા સીધુ જ કોંગ્રેસની સરકારો સામે વારંવાર કરે છે ‘કુકરી ગાંડી’

 

અબતક, રાજકોટ

કોંગ્રેસની ગ્રહ દશા જાણે કે વિઘ્નો માં ઘેરાયેલી રહેતી હોય, તેમ પંજાબમાં રાજકીય સખળડખળ ને સમેટવા માટે મૂળભૂત કોંગ્રેસના નેતાઓને સાઈડલાઈન કરીને હાઈ કમાન્ડે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નો પદ બહાર જઈને સોંપ્યું છે તે નવજોતસિંહ સિંધુ જ કોંગ્રેસની સરકાર સામે વારંવાર પડકાર બનીને ઉભા થતા રહેશે નવજોત સિંધુ ને લઈને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા કેપ્ટન અમરિંદર સિંહ પાસેથી મુખ્યમંત્રી પદ લઈને હાઈ કમાન્ડે નવા મુખ્યમંત્રી તરીકે નીમેલા રણજીતસિંહ  સામે હવે સિધુ મેદાનમાં આવ્યા છે

સુપ્રીમ કોર્ટે નોંધ્યું ગુરુવારે કોંગ્રેસી કાર્યકરોની બેઠકને મોંઘામાં સંબોધી કોંગ્રેસની વર્તમાન સરકાર સામે કેટલાક પ્રશ્ન ઉઠાવી લીધા હતા, ન્યાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને ખાસ કરીને કેફીદ્રવ્યો નાદુશણ સામે રાજ્ય સરકાર શું કરી રહી છે તેવા પ્રશ્ન થી સીધુ ફરી ચર્ચામાં આવ્યા છે જો પંજાબ સરકાર જનહિતના કાર્ય કરવામાં અને પગલા લેવામાં ભૂલ કરશે તો પોતે હડતાલ પર ઉતરી જશે તેવી જાહેરાત કરી હતીપંજાબના હજારો યુવાનો કેફીદ્રવ્યો માં પાયમાલ થઈ રહ્યા છે, માતાઓ પોતાના સંતાનો ગુમાવી રહ્યા છે

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ અસ્તિત્વ જ નથી આ બધું રોકવાની જવાબદારી કોની? પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ ને નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે લોકોએ ગણતરી અને હિસાબ લેવો જોઈએ કે રાજ્યના મુખ્યમંત્રી એ સાડા ચાર વર્ષ શું કર્યું? પંજાબ કોંગ્રેસ માટે તારણ હાર બનાવવા નવજોત સિંહ સિદ્ધુ ના ઈશારે એક સરકાર હટાવી દેવાયા હવે નવી રચવામાં આવેલી સરકારના મુખ્યમંત્રી પણ સિદ્ધુના નિશાના પર છે સિદ્ધુએ વર્તમાન ની સરકાર પર દબાણ ઉભુ કરવા માટે વિસ્ફોટક નિવેદનો આપવાનું શરૂ કર્યું છે તેમણે જણાવ્યું છે કે હું પક્ષનો પ્રમુખ છું વહીવટ ચલાવવું મારું કામ નહી, જ્યારે મુખ્યમંત્રી કહે છે કે સરકાર નું સંચાલન પક્ષના માર્ગદર્શન હેઠળ ચાલે છે ત્યારે હું વાઘા પુરાની આ જમીન પરથી એલાન કરું છું કે મેં તો મારું ક્રિકેટર તરીકેનું જીવન સમાપ્ત કરીને લોકસેવામાં આવ્યો છું તેમણે જણાવ્યું છે કે જો  સરકાર કેફીદ્રવ્યો પર પાબંધી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માં ઉતરશે તો હું ભૂખ હડતાલ પર ઉતરી જઇ.