Abtak Media Google News

ભગવાન ભોળાનાથ પશુ અને પ્રાણીઓને પણ આદર આપતા માટે જ પશુપતિનાથ કહેવાયા: ભોલેનાથના કંઠ પર પણ નાગ બિરાજે છે

આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો વ્રતો અને સંસ્કારો સાથે સાથ સંબંધ છે. વેદો મા પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન આર્ય પ્રજા પણ વ્રતો અને ઉપસના કરતા હતા અને દરેક પશુપક્ષીને પણ પુજતા હતા આથી સુખી હતા અને આને કારણે જ આપણી સંસ્કૃતિ વ્રત પુજા પુરી દુનિયામા શ્રેષ્ઠ છે. ભગવાન પરમપિતા મહાદેવજી પણ પશુને પણ આદર આપતા આથી જ પશુપતિનાથ કહેવાયા મહાદેવજીનું આભુષણ પણ નાગ છે.

ભગવાને ગીતામાં કહેલું નાગોમાં હુ વાસુકિ નાગ છું આ વાસુકી નાગે સમુદ્ર મંથન વખતે સાધન રુપ બની પ્રભુ કાર્યમાં લોકહિત કાર્યમાં મદદરુપ બની અને સમુદ્રમાંથી અમૃત મેળવામાં ભગવાનને અને દેવોને વાસુકી નાગ મદદરુપ બનેલ.

ભગવાન વિષ્ણુએ પણ શેષ શયન સમુદ્રમાં કરેલ છે.

નાગ પાંચમના દિવસે સવારે નિત્ય કર્મ કરી ઘરના પાણીયારે અથવા મંદીરે દીવો કરી બાજરાની કુલેર નાળીયેર તલવટ ઝારી સાથે આગલા દિવસે પલાળેલા મગ, મઠ, કઠોળનું નૈવેદ્ય ધરાવું અને એકટાણુ કરવું પુજન કરતી વખતે નવકુળ નાગદેવતાના નવ નામ બોલવા અનન્ત, વાસુકલ, શેષ, પદમનાતી, કમ્બલ, શંખપાલ, ધાર્તરાષ્ટ્ર, તક્ષક કલિપ  અને સાંજે નાગ પંચમીની વાર્તા કરવી.

નાગપાંચમના દિવસે જે કોઇ લોકોને જન્મ કુંડળીના નાગદોષ કાલ ર્સપ યોગદોષ તથા પિતૃદોષ હોય તો નાગ પંચમી રહેવાથી અને પુજન કરવાથી રાહત મળે છે.

જે લોકોને ઉંઘમાં ભયાનક સપના આવતા હોય તો તે દુર કરવા માટે નાગપંચમીનું વ્રત કરવાથી રાહત મળે છે.

જન્મ કુંડળીમાં રાહુ નબળો હોય અથવા રાહુ દોષ હોય તો આ દિવસે વ્રત કરવું અને મહાદેવજીને કાળા તલ ચડાવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.