ભારે વરસાદથી પ્રભાવીત રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં સહાયમાં તોતીંગ વધારો

ઘરવખરી સહાયમાં રૂ. 3ર00નો વધારો કરી હવે પરિવાર દિઠ રૂ. 7000 અપાશે,  રૂ. પ900નો વધારો કરી

હવે ઝૂંપડા દિઠ રૂ. 10 હજાર, પાકા મકાનોની સહાય પેટે હવે રૂ. 1પ હજાર, કાચા મકાનોની સહાયમાં રૂ. 6800નો વધારો, દૂધાળા પશુ મૃત્યુ સહાય હવે પાંચ પશુ સુધી પશુ દિઠ રૂ. પ0 હજાર પ્રમાણે અપાશે

રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકશાન પામેલા પ્રજાજનો પ્રત્યે સંપૂર્ણ સંવેદનાથી સરકાર તેમની પડખે ઊભી છે તેવી પ્રતિબદ્ધતાથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહેસૂલ મંત્રી  રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી  જીતેન્દ્રભાઇ વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન એસડીઆરએફના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.

મંત્રીઓએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે, ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં  રૂ. 3800ની સહાયમાં ે મંત્રીમંડળે વધારાના રૂ. 3ર00ની સહાય આપીને પરિવાર દિઠ રૂ. 7000 ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, તીવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે રૂ. પ900નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. નાશ પામેલા ઝૂંપડાઓ માટે  રૂ. 4100માં રાજ્ય સરકારના વધારાના રૂ. પ900 મળી હવે ઝૂંપડા દિઠ રૂ. 10 હજારની સહાય અપાશે.

રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય  કેબિનેટ બેઠકમાં કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતાં બંને મંત્રીઓએ કહ્યું કે ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે એસડીઆરએફ અન્વયે મળવાપાત્ર રૂ. પર00 ઉપરાંત રાજ્ય સરકારના વધારાના રૂ. 9800 મળી હવે આવા મકાનો માટે મકાન દિઠ રૂ. 1પ હજાર રાજ્ય સરકાર આપશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે રૂ. 6800નો વધારો કર્યો છે. તદઅનુસાર, એસડીઆરએફના ધોરણો મુજબ રૂ. 3ર00 મળવાપાત્ર સહાય અને વધારાની રૂ. 6800 એમ કુલ 10 હજારની સહાય ચુકવવામાં આવશે.

અતિ વરસાદની પરિસ્થિતીમાં મૃત્યુ પામેલા નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યુ સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકે કરેલા વધારાની વિગતો પણ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, એસડીઆરએફના ધોરણો મુજબ રૂ. 30 હજારની પશુ મૃત્યુ સહાય પશુ દિઠ મળતી હતી. તેમાં વધારાના રૂ. ર0 હજાર રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દિઠ રૂ. પ0 હજારની સહાય પશુપાલકોને અપાશે.

વરસાદની આ સ્થિતીમાં આ ત્રણ જિલ્લાઓમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયાના કિસ્સા રાજ્ય સરકારના ધ્યાને આવ્યા છે. મંત્રીઓએ આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દિઠ રૂ. બે હજારનો વધારો રાજ્ય મંત્રીમંડળની કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદિઠ પ હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે.

મંત્રીઓએ કહ્યું કે, ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં એસડીઆરએફના રૂ. ર100 ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. ર900 વધારાના મળી કુલ રૂ. પ000ની સહાય શેડ-ગમાણ દિઠ આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ સહાય માટે સદૈવ તત્પર છે અને આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચુકવણી માટેના જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા છે.