Abtak Media Google News

સપ્તાહમાં 10 મિનિટનો શારીરિક શ્રમ અથવા તો કસરત લોકોને ફેટી લીવરની બીમારીથી બચાવે છે

ભગવાને માનવ શરીરની રચના ખૂબ જ સારી રીતે અને સમજદારી પૂર્વક કરેલી છે પરંતુ જો વ્યક્તિ તેને ઓળખી લઈએ તો તેને જીવનભર કોઈ પણ પ્રકારના દર્દનો સામનો કરવો પડતો નથી. પરંતુ લોકોની જાગૃતતા નો અભાવ અને પોતાના શરીરની મહત્વતા ન સમજતા ઘણા સ્વાસ્થ્યના લગતા પ્રશ્નો ઊભા થતાં હોય છે ત્યારે સૌથી કોમન પ્રશ્ન લોકોમાં હોય તોએ એ છે કે વ્યક્તિમાં ફેટી લીવર નું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે જો યોગ્ય રીતે લોકો તેમના શરીર ની જાળવણી કરે તો તેઓને ઘણા ખરા અંશે દર્દથી છુટકારો મળી શકે છે.

જેના માટે  દરેક વ્યક્તિએ સપ્તાહમાં 150 મિનિટ જેટલો સમય શરીરને શ્રમ આપવામાં અથવા તો કસરત કરવા માટે આપવો જોઈએ અને જો લોકો આ આપતાં થઈ જાય તો તેઓને ફેટી લીવર ની સમસ્યા થતી નથી. સૌથી મોટો પ્રશ્ન લોકો સામે એ પણ છે કે બહારનું ખોરાક લોકો સૌથી વધુ માત્રામાં સેવન કરતા હોય છે પરિણામે જે લીવર ઉપર અસર પડે છે તેનાથી માનવ શરીરને ઘણું નુકસાન પહોંચે છે એટલું જ નહીં લીવર ઉપર ઘણા ખરા અંશે સોજો પણ આવી જતો હોય છે. સ્થિતિનો સામનો કોઈ દર્દી એ ન કરવો પડે તેના માટે યોગ્ય ખોરાક તથા પૂરતી ઊંઘ હોવી એટલી જ જરૂરી છે.

ભારતમાં લીવર કેન્સર ના કેસ પણ જોવા મળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ હોય તો તે ટાઈપ ટૂ ડાયાબિટીસ છે. તબીબોનું માનવું છે કે જે લોકોને આળસ આવવી અથવા તો ગેસની તકલીફ એસીડીટી ની તકલીફ થઇ હોય તો તેઓએ ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ તમામ ચિન્હો ફેટી લીવરના દર્દ ના હોઈ શકે છે. કોઈકવાર લોકોની ખરાબ આદત પણ લિવર ઉપર ડેમેજ કરતું હોય છે પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે નોન આલ્કોહોલિક પેટી લીવર ના પ્રશ્નો પણ લોકોને વધુ માત્રામાં સહન અને ભોગવવા પડે છે જેનું મુખ્ય કારણ લોકોને રોજ બરોજની જીવનશૈલી છે. કોઈ પણ ગંભીર બિમારીથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાનું નિયમિત ચેકઅપ સમયાંતરે જો કરવામાં આવે તો તેઓને થરા દર્દ અંગેની માહિતી પહેલા જ મળી જતી હોય છે અને સમયસૂચકતાને ધ્યાને લઇને તેને બચાવવામાં પણ આવતું હોય છે.

લોકોનું જીવન બેઠાડુ થઇ ગયું હોવાની સાથોસાથ શરીરને શ્રમ ન આપવામાં આવતાં ફેટી લીવર ના પ્રશ્નો વધી રહ્યા છે પરંતુ જો દરેક વ્યક્તિ પોતાના શરીરને શ્રમ આપે તો આ તકલીફથી તેઓ બચી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.