આવાસ યોજનાથી ચાંદી હી ચાંદી: રાજકોટ મનપાને એક જ દિવસમાં અધધ રૂ. ૧.૦૫ કરોડની રોકડી

અબતક, રાજકોટ

આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ અંતર્ગત ૩૧,૦૦૦થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના,  -૧,૨,૩, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં આવાસના હપ્તા પેટે રાજકોટ મહાનગરપાલિકાને થયેલ આવકની વિગત નીચે મુજબ છે.

તા.૦૮/૦૯/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૦૫,૬૦,૦૬૯/- (એક કરોડ પાંચ લાખ સાઈઠ હજાર ઓગણસીતેર પુરા)ની આવાસના હપ્તા પેટે આવક થયેલી છે.તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા. ૦૯/૦૯/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૬,૫૧,૭૨,૪૦૧/- (છ કરોડ એકાવન લાખ બોતેર હજાર ચારસો એક પુરા)ની આવાસના હપ્તા પેટે આવક થયેલી છે.તા.૨૩/૦૬/૨૦૨૧ થી તા.૦૯/૦૯/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૩૮,૧૯,૮૩,૫૭૪/- (આડત્રીસ કરોડ ઓગણીસ લાખ ત્યાસી હજાર પાંચસો ચુમોતેર પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.

તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૦૯/૦૯/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૬૮,૮૩,૨૨,૭૯૮/- (અડસઠ કરોડ ત્યાસી લાખ બાવીસ હજાર સાતસો અઠ્ઠાણું પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વેસ્ટ ઝોન પેકેજ ૫ અને ૬ અંતર્ગત ઊઠજ  ૨ પ્રકારના ૧૬૭૬, પ્રકારના ૧૧૪૪ આવાસો માટેના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવી છે.