નિકાસકારોને દિવાળી પહેલા ચાંદી: છૂટા થશે રૂપિયા ૭૫ હજાર કરોડ..!!

અબતક, નવી દિલ્હી

નિકાસકારોને દિવાળી પહેલા જ ચાંદી ઈ ગઇ છે. કારણકે સરકારે નિકાસકારોના વળતર અને રિફંડના રૂ. ૭૫ હજાર કરોડ છુટા કરવાની છે. નરેન્દ્ર મોદીના કહેવાી સરકાર આવું કરીને બજારમાં તરલતા લાવવામાં મહત્વનો ભાગ ભજવવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સરકાર નિકાસકારોને ઇનસેટિવ અને રિફંડ પેટે ચૂકવવાના બાકી રૂ. ૭૫ હજાર કરોડનું ચુકવણું કરશે. સરકારના આ નિર્ણયી ૪૫ હજાર નિકાસકારોને ફાયદો વાનો છે. આ નિકાસકારોમાં અંદાજે ૯૮ ગકા એમએસએમઇ કેટેગરીમાં આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે પાછલાં વર્ષોના એક્સપોર્ટ માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ઇન્સેટિવ ક્લેઇમ કરવું પડશે.

નિકાસકારોના વળતર અને રિફંડના ૭૫ હજાર કરોડ છુટા કરી બજારમાં તરલતા લવાશે!!!

જો નિયત સમયમાં આ પ્રક્રિયા નહિ હોય તો બાદમાં નિકાસકારો ક્લેઇમ કરવાને પાત્ર રહેશે નહીં. ગોયલે વધુમાં ઉમેર્યું કે સરકારે નિકાસકારોને કુલ રૂ. ૫૬૦૨૭ કરોડ ચૂકવવાના છે. વધુમાં ઉમેર્યું કે નિકાસકારોને પ્રોત્સાહનના ભાગ રૂપે મર્ચેન્ડાઇજ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, સર્વિસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, રિબેટ ઓફ સ્ટેટ લેવીજ, રિફંડ ઓફ ડ્યુટી એન્ડ ટેકસેજ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટસ અને ટાર્ગેટ પ્લસ જેવી યોજનાઓ હેઠળ ચુકવણું કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ નિકાસકારોને રિફંડ વહેલાસર ચૂકવવાની માંગ કરી હતી. ત્યારે વાણિજ્ય સચિવે નિકાસકારોને ખાતરી આપી કે પ્રોડક્ટ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ  અને સર્વિસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ હેઠળ બાકી રહેલી બાકી રકમ સપ્ટેમ્બરના પ્રમ સપ્તાહમાં ચૂકવવામાં આવશે. મીજ હેઠળ બે વર્ષ અને સીજ હેઠળ એક વર્ષની રકમ બાકી છે. બંને યોજનાઓની રકમ ઘણી મોટી છે. સરકારે અગાઉ સમય આપ્યા મુજબ બન્ને યોજનાનું રિફંડ સમયસર આપી દીધું છે. જેી નિકાસકારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.