Abtak Media Google News

વડોદરામાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ દારૂ અને સિગારેટ સાથે ઝડપાયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના સમા સાવલીની અંબે વિદ્યાલયની છે જ્યાં ધોરણ – ૭ના વિદ્યાર્થીઓનાં બેગમાંથી દારૂની બોટલ, સિગારેટ મળ્યાં હતા. સંચાલક દ્વારા ચાર બાળકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સંસ્કારનગરી તરીકે ઓળખાતા વડોદરામાં માતા-પિતા માટે ચોકાવનારો કિસ્સો છે જેમાં વડોદરાના સમા સાવલી રોડની અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂ મળી આવ્યો છે. ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ દારૂની બોટલ અને સિગારેટ સાથે પકડાયા હતા. વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવાની માગ કરી હતી સંચાલકો દ્વારા ૪ બાળકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

વડોદરામાં તાજેતરમાં જ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે હવે બાળકોના બેગમાંથી દારૂ અને સિગરેટ મળ્યા છે. શું નશાનું કલ્ચર બાળકો સુધી પહોંચું રહ્યું છે ?? આ બાળકો પાસે દારૂ અને સિગારેટ આવ્યા ક્યાંથી એ તપાસનો વિષય છે. આ અંગે વાલીએ જણાવ્યું કે, વાલીઓ માટે આ ઘટના ચિંતાનો વિષય છે. આવી ભૂલ કરનાર બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ, સાથે જ પોલીસેને જાણ કરીને દારૂ અને સિગારેટ ક્યાંથી આવી તે તપાસ થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.