Abtak Media Google News

પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થશે: ગુરૂ ભગવંતો દ્વારા ઓનલાઈન પ્રવચન: બુધવારે મહાવીર જન્મોત્સવ

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ ચૂકયો છે. આજે પર્યુષણના ત્રીજા મંગલકારી દિવસે  પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થઈ રહી છે. ગુરૂ ભગવંતો દ્વારા પ્રવચન પણ ઓનલાઈન અપાઈ રહ્યાં છે. કોરોના મહામારીના પગલે આ વર્ષે જિનાલયોમાં પર્યુષણ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ થઈ રહી છે. ચાલુ વર્ષે જપ-તપ-પ્રતિક્રમણ સહિતના સમૂહમાં થતાં આયોજનો ભાવિકો ઘેરબેઠા જ કરી રહ્યાં છે. ગુરૂ ભગવંતોના ઓનલાઈન પ્રવચનનો લાભ પણ ઘરબેઠા લઈ રહ્યાં છે. એકંદરે એમ કહી શકાય કે, ચાલુ વર્ષે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી વર્ચ્યુઅલ બની ગઈ છે. રાજકોટ સહિત દેશભરના ઉપાશ્રયોમાં વ્યાખ્યાન, સામૂહિક તપ, પારણા, જન્મકલ્યાણ વાંચન-આરાધના નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૈન સંઘોએ પણ મહામારી સામે સાવચેતીના પગલા લીધા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસ એક તરફ ઉત્તરોતર વધી રહ્યાં છે. જેના પગલે ધાર્મિક કાર્યક્રમો ઉપર લોકો એકઠા ન થાય તે માટે તંત્ર દ્વારા કેટલીક લગામ લગાવાઈ છે. આ વખતે પર્યુષણ પર્વ દરમિયાન સૌરાષ્ટ્રભરના ઉપાશ્રયોમાં કાર્યક્રમો માંગલીક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા દેરાસરમાં દર્શનની મંજૂરી આપવામાં આવી છે. અલબત પ્રતિક્રમણ સહિતના આયોજનોમાં ભાવિકો ઘરે રહીને જ લાભ લઈ રહ્યાં છે.

અગીયાર કર્તવ્ય તથા કલ્પસૂત્ર અને વર્ષાસૂત્રનું વાંચનમાં છે પર્યુષણનું મહત્ત્વ: મહાસતીજી

J 3

મણીઆર જૈન દેરાસરના મહાસતીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પર્યુષણ પર્વનું મહત્વ પાઠ કર્તવ્ય અને અગીયાર કર્તવ્ય તથા કલ્પસૂત્ર અને વાર્ષાસૂત્રનું વાંચન છે. આ આઠ દિવસ પ્રભુ મહાવીર સ્વામીની ભકિત કરવામાં આવે છે. જેમા જન્મકલ્યાણનું વાંચન પણ કરવામાં આવે છે. પર્યુષણ પર્વના દિવસોમાં લોકો ખૂબ પૂજા આરાધના કરે છે. અને જેમ બને તેમ ઓછી જીવહિંસા થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. તથા તપસ્યા કરવામાં આવે છે. આ ઉપરાંત આરાધનાઓ કરવામાં આવે છે.રાત્રી ભોજનનો ત્યાગ પર કરવામાં આવે છે. જીવનમાં શુધ્ધી, પવિત્રતા, જીવોને અભય, પરિવારને સમય અને પરમાત્માને હૃદયની આરાધના કરીને પરમાત્માની આજ્ઞાનું પાલન આ દિવસોમાં લોકોને કરવું જોઈએ કોરોના મહામારી આશીર્વાદ રૂપ ફળી છે. કારણ કે ઘણા બાળકો જન્મ પામ્યા છે. આમ તો વિશ્ર્વમાં ત્રણ પ્રકારની આફત આવે છે. કર્મસર્જીત, કુદરત સર્જીત અને માનવ સર્જીત અને આ કોરોના માનવસર્જીત આફત છે અને લોકોએ જે પાપ કર્યા છે. તે ભોગવવા પડે છે.લોકો ખૂબજ ડરી રહ્યા છે. જેથી આ વર્ષે પર્યુષણ પર્વમાં લોકો આવી શકતા નથી. અને આનંદ કે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો નથી જેથી આ વર્ષે ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામા નહી આવે લોકોને ડર રાખવાની જરૂર નથી અને કોરોનાની સાથે જ હવે જીવવાનું છે. અને પોતાના સારા કર્મ કરતા જવાના છે. પરમાત્મા આપણી સાથે હંમેશા છે જ અને રહેશે તેથી લોકોએ જાપ કરવા જોઈએ અને ભકિત કરતી રહેવી જોઈએ.

જગતના બધા જ જીવોને પ્રભુ ક્ષમા આપે: જયશ્રીબેન શાહ

J 2

મણીઆર જૈન દેરાસરના ભાવિક જયશ્રીબેન શાહએ અબતક મીડીયા સાથની વાતચીતમાં જણાવ્યું હતુ કે પર્યુષણ પર્વ જૈન સમાજનો ખૂબ મોટો ઉત્સવ છે. લોકો શ્રધ્ધા અને ભાવપૂર્વક તેનો આનંદ લે છે પર્યુષણ પર્વમા જગતના બધા જ જીવોને પ્રભુ ક્ષમા આપે છે. આ પર્વમાં ૮ દિવસ મહત્વના છે. જેમાં કલ્પસૂત્રનું વાંચન જે આગવમાં લખેલ છે. આ વખતે કોરોનાના લીધે લોકો વીડીઓ દ્વારા ઘરે બેઠા આરાધના કરે છે. આ પર્વ પ્રભુએ લોકોને બતાવીને એટલો સરસ ઉપકાર કર્યો છે. ની ગણના થાય આ ભવ મા તો મળ્યા પણ ભવોભવમાં અમને મળો તેવી અમારી પ્રભુને પ્રાર્થના છે. અને આ ધર્મ જે આરચરો તેને અહીંસા, સંયમ, ત્યાગ, તપ વગેરે દ્વારા જગત ના તમામ જીવોને એક ઇંદ્રીયથીસ પાંચ ઇંદ્રીય સુધી શાંતિ આપે છે આ ધર્મથી લોકોને શાંતિ, સમાધી પ્રાપ્ત થાય છે લોકો આ પર્વ ઘરે બેસીને શાંતિથી આરાધના કરે અને જગતના સર્વ જીવોને શાંતિ ઉપજે તેવી ભાવના રાખે.

લોકો પોતાના ઘરે બેઠા જ પ્રભુનું ઘ્યાન ધરી પૂર્જા અર્ચના કરે છે: દિલીપભાઇ પારેખ

J 1 1

મણીઆર દેરાસરના ટ્રસ્ટી દિલીપભાઇ પારેખએ ‘અબતક’ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પર્યુષણ પર્વના દિવસોની ભાવભકિત પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે સઁપૂર્ણ સાદાઇથી ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે દેરાસરને સુંદર રીતે શણગારવામાં આવે છે આંગી, રોશની કરવામાં આવે છે બપોર સુધી બધા ભાવિકો દર્શન કરી અને ભકિત કરીને ભાવના વ્યકત કરતા હોય છે. સાંજના સમયમાં આંગી હોય છે અને રાત્રી દરમિયાન ભકિત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે હજારોની સંખ્યામાં ભાવિકો ભકિતનો લાભ લે છે. પણ આ વર્ષ આવું કંઇ પણ કરી શકયા નથી લોકો પોતાના ઘરે બેઠા જ પ્રભુનું ઘ્યાન ઘરે પૂજા અર્ચના અની ભકિત દ્વારા પ્રભુને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે.

મહામારીના કારણે નિયમોનું પાલન અનિવાર્ય: શૈલેષભાઇ વસા

J 4

અબતક સાથેની વાતચીત દરમિયાન શૈલેષભાઇ વસાએ જણાવ્યું હતું કે જૈન ધર્મનો મહત્વનો વિશેષ કહી શકાય તે પર્યુષણ છે. પર્યુષણના આઠ દિવસ અમે પૂજા અર્ચના પ્રતિક્રમણ કરીએ છીએ જેમાં અમે કર્મોની નિર્જરા ઉપરાંત જીવન હિંસા રોકવાની હોય છે. દર વર્ષે ધૂમધામથી પર્યુષણ પર્વ મનાવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે દેરાસરમાં દરેક ભાવિભકતોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, અનિવાર્યૈ છે આજની દેરાસરની આંગી રિપલ ડાયમંડની કરવામાં આવે છે.

બને ત્યાં સુધી ધર્મ આરાધના કરવાનો ઉત્સાહ: વૈશાલીબેન કાલાવડીયા

J 5

અબતક સાથેની વાતચીત દરમિયાન કાલાવડીયા વૈશાલીબેનએ જણાવ્યું હતું કે હું માંડવી ચોક દેરાસર દરરોજ દર્શન કરવા આવું છું જૈન ધર્મમાં અતિ મહત્વના પર્યુષણ પર્વ હાલ શરૂ થયા છે. જેમાં અમારી કર્મોની નિર્જરા, જીવોની હીંસા થતી રોકવાની હોય છે. અને બને ત્યાં સુધી ધર્મ આરાધના કરતા હોઇએ છીએ. પ્રતિક્રમણ દર્શન પૂજ, અર્ચના તે અમે પર્યુષણના આઠ દિવસમાં કરીએ છીએ. જેમ બને તેમ કર્મોની નિર્જરા કરીએ છીએ અમારા પર્યુષણ પર્વનું ખુબ જ મહત્વ છે. અમે આ આઠ દિવસ કંદમૂળ, લીલોતરીનો ત્યાગ કરીએ છીએ. સાધુ-સાઘ્વીજીની વચાવચ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.