સિમ્સ હોસ્પિટલે સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી 25 લોકોને આપ્યું નવું જીવન

અમદાવાદની ખ્યાતનામ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલે છેલ્લા 15 દિવસમાં જ 4 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને મોખરાની સિધ્ધિ હાંસલ કરી

સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પટિલ, અમદાવાદે 5 વર્ષમાં 25 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને એક મહત્વની સિધ્ધિ હાસલ કરી છે . સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (મેરેન્ગો એશિયા નેટવર્ક હોસ્પિટલ) , 25 મી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી કરીને તે ગુજરાતમાં આ પ્રકારની સિધ્ધિ હાંસલ કરનાર પ્રથમ અને એક માત્ર હોસ્પિટલ બની છે. દેશનાં ખૂબ જ હોસ્પિટલ આવી સિમાચિન્હરૂપ સિધ્ધિ હાંસલ કરી શકી છે.

સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અમદાવાદના ડિરેકટર અને કાર્ડિયોથોરાસિક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ચીફ ડો.ધિરેન શાહ જણાવે છે કે ” સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ , અમદાવાદે માત્ર 5 વર્ષના ગાળામાં 25 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે. એમાંથી 14 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી છેલ્લા એક વર્ષમાં તથા 4 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ડિસેમ્બર 2021 ના છેલ્લા 3 સપ્તાહમાં કરવામાં આવી છે. ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતીમાં વધારો થવાને કારણે આ શક્ય બન્યુ છે.

ગુજરાતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ વર્ષ 2016 માં સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદમાં જ કરવામાં આવી હતી.

25 મી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી અમદાવાદ શહેરના 59 વર્ષના વ્યક્તિ ઉપર શુક્રવારે સવારે કરવામાં આવી છે. તે ડાયલેટેડ કાર્ડિયોમાયોફોબિયાનો ભોગ બન્યા હતા . અને છેલ્લા 7 થી 8 માસમાં તેમની હાલત કથળી હતી . તેમને એક માસમાં 3 વાર હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા . પણ કેટલાંક

કોમ્પ્લિકેશન્સને કારણે તેમને મેચીંગ હાર્ટ પ્રાપ્ત થઈ શક્યું ન હતું . તેમ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ , હાર્ટ ફેઈલ્યોર એન્ડ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડો . મિલન ચગ જણાવે છે.

હાર્ટ ડોનર 32 વર્ષના વડોદરા નિવાસીને બુધવારે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ગુરૂવારે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અમે તેમના પરિવારના માટે ઉંડી વેદના વ્યક્ત કરીએ છીએ અને અને સાથે સાથે ઉમદા ઉદ્દેશ માટે દાન આપવા બદલ તેમનો આભાર માનીએ છીએ.કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ધવલ નાયક જણાવે છે કે ” દર્દીઓએ અમારામાં મુકેલા વિશ્વાસ બદલ અમે તેમના આભારી છીએ અને અમે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર પૂરી પાડવાનાં નવાં સિમાચિન્હો સ્થાપતા રહીશું.

” કાર્ડિયાક એનેસ્થેશિયોલોજીસ્ટ અને ઈન્ટેન્સિવિસ્ટ ડો . ડો.ચિંતન શેઠ જણાવે છે કે ” આ સિમાચિન્હરૂપ સિધ્ધિથી અમારી ડોકટરો અને પ્રોફેશનલ્સની ટીમના કૌશલ્ય અને જ્ઞાનનુ વધુ એક ઉદાહરણ પ્રાપ્ત થયુ હૃદયનુ દાન કરવા બદલ ડોનર અને ડોનરના પરિવારનો , સ્ટેટ ઓર્ગન ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) , અમદાવાદ અને વડોદરા અને આણંદની ટ્રાફિક પોલિસ , ડો . દિપાલી તિવારી , ગુજરાત સરકાર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને સફળ બનાવવામાં સંકળાયેલા તમામ સહયોગીઓનો સિમ્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ , અમદાવાદના આભાર માને છે .