નાઈજીરિયામાં એક સાથે 500થી વધુ વિદ્યાર્થીઓના અપહરણ !!!

ઘાતકી હથિયાર સાથે ત્રાટકેલા વિદ્રોહીઓ દ્વારા શાળાને નિશાન બનાવાઈ

છાત્રાઓના અપહરણ અને રેપની અનેક ઘટનાઓનો ભોગ બનતું નાઇજીરિયા

આર્થિક, રાજકીય અને સામાજિક સંકટનો ભોગ બનેલું નાઇજીરિયા ફરી એક વખત ગમખ્વાર બનાવમાંથી પસાર થઇ રહ્યું છે. નાઇજીરીયામાં એક સાથે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓનું અપહરણ થઈ જતાં વિશ્વ આખામાં ચકચાર મચી જવા પામી છે. નાઇજીરિયામાં માસ કિડનેપિંગ એટલે કે એક સાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું અપહરણ ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂક્યું છે. થોડા સમય પહેલા જ આતંકવાદીઓએ  એક શૈક્ષણિક સંસ્થાનો ઉપર હુમલો કર્યો હતો. અને છાત્રોનું અપહરણ કરવામાં આવ્યું હતું આવું જ વધુ એક વખત બન્યું છે

વિગતો મુજબ નાઇજીરીયાના જામફરા ક્ષેત્રમાં આવેલી સરકારી સ્કૂલમાં સેક્ધડરી સ્કૂલમાં માધ્યમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સમયે મોટા પાયે અફરાતફરી મચી ગઇ હતી. મામલો શાંત પડયા બાદ અનેક વિદ્યાર્થીઓ ગાયબ હોવાનું શિક્ષકોનું કહેવું છે.

અપહરણકર્તા હથિયારો સાથે શાળા ઉપર ત્રાટકયા હતા. નાઇજીરિયામાં આવા બનાવો અવારનવાર બને છે. વિદ્યાર્થીઓનું અપહરણ કર્યા બાદ તેમને વેચી નાખવી અથવા તો બળાત્કાર કરવા જેવી ધૃણાસ્પદ ઘટનાઓનો સીલસીલો નાઇજીરિયામાં ચાલતો હોય છે.

ગત ડિસેમ્બર મહિનામાં પણ ૩૯૫ અપહરણ કરવામાં આવ્યું હતું. ભારે દબાણ આવતા આ છાત્રોને જેહાદીઓએ છોડી મુક્યા હતા. અલબત્ત ફરીથી ગઈકાલે આવી ઘટના બની હતી શાળામાં કુલ ૬૦૦ જેટલા છાત્રો હતા ઘટના બાદ માત્ર પ૦ છાત્રો પોલીસને મળી આવ્યા હતા. આ પ્રકારના એકાએક થયેલા લોહિયાળ હુમલાથી સમગ્ર પંથક ભયભીત થઈ ગયું છે.

દરમિયાન યુનાઇટેડ નેશન્સની એજન્સી દ્વારા અપહ્યત છાત્રાઓને સુરક્ષિત છોડી મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુએનના નાઇજીરીયાના ડાયરેક્ટર દ્વારા આ મામલાને ધૃણાસ્પદ ગણાવવામાં આવ્યો છે. આ પ્રકારના હુમલાથી બાળકો સ્કૂલે જતા અટકશે બાળકોમાં બીક ઊભી થશે તેઓ નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે નાઇજીરીયાના મોટાભાગના રાજ્યોમાં વિદ્રોહીઓ દ્વારા લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. જેનો ભોગ માસુમ નાગરિકો બની રહ્યા છે ખાસ કરીને બાળકો ઉપર આવી વિદ્રોહીઓની નજર છે.