Abtak Media Google News

બન્ને ટીમો ટેસ્ટ શ્રેણીમાં સરસાઇ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે: મુરલી વિજય ફીટ કાલે ઓપનીંગ કરશે: રાંચીમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાય રહી હોય પીચનો મિજાજ પારખવો અઘરો.

યજમાન ભારત અને મહેમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ત્રીજી ટેસ્ટ મેચનો આરંભ થશે. ડીઆરએસ વિવાદ બાદ બન્ને ટીમો વચ્ચે હાલ ભારે તનાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ટેસ્ટ શ્રેણી હાઇ વોલ્ટેજ બની ગઇ છે. ચાર ટેસ્ટની શ્રેણી હાલ ૧.૧ થી બરાબર પર હોય બન્ને ટીમો એકબીજાની ભરી પીવા મેદાનમાં ઉતરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચનો આરંભ થશે. બન્ને ટીમ આ મેચ જીતીને લીડ મેળવવા ઉતરશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ૧-૧ની બરાબરી પર છે. પૂણે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય યો હતો જ્યારે બેંગલુરૂ ટેસ્ટમાં ભારતે જોરદાર વાપસી કરી ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમ ખેલાડીઓની ઇજાી પરેશાન છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે પગમાં ફ્રેક્ચરને કારણે તેને પરત મોકલી દેવામાં આવ્યો છે. સ્ટાર્કના સને પેટ કમિન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને માત્ર એક ટેસ્ટ રમવાનો જ અનુભવ છે. સો જ ઓલ રાઉન્ડર મિશેલ માર્શને પણ ઇજા ઇ હતી જેને કારણે તે ભારત સામે બે ટેસ્ટ મેચ નહી રમી શકે. નાન લિયોનને પણ આંગળીમાં ઇજા હોવાી ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. બીજી તરફ ઇજાગ્રસ્ત મુરલી વિજય ભારતીય ટીમમાં વાપસી કરતા તેની ઓપનિંગની સમસ્યા હલ ઇ જશે.

ભારતીય બેટ્સમેનોએ ખાસ કરીને નાન લિયોન તેમજ સ્ટીવ ઓ કીફનો હલ શોધવો પડશે. આ બન્ને સ્પિનર ભારતીય બેટ્સમેનોને તેમની પિચ પર જ પરેશાન કરી રહ્યાં છે. લોકેશ રાહુલ સ્પિનરો સામે વધુ સારી રીતે રમી શકતો ની. આવુ જ કઇક રહાણે સો પણ ઇ રહ્યું છે.

રાંચીની પિચ જોઇને ઓસ્ટ્રેલિયાની ટીમ ડરી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ’રાંચીની પિચ પૂણેની પિચી પણ વધુ ખરાબ છે. પિચ બન્ને તરફી પૈચ છે, જેને જોઇ લાગે છે કે તેને ભારતીય સ્પિનર આર.અશ્વિનના હિસાબી તૈયાર કરવામાં આવી છે” બેંગલુરૂમાં રમાયેલ ટેસ્ટમાં અશ્વિન ઓસ્ટ્રેલિયા પર ભારે પડ્યો હતો. બીજી તરફ પૂણેમાં રમાયેલ ટેસ્ટમાં ખરાબ પિચને કારણે ત્રણ દિવસમાં ટેસ્ટ મેચ પૂર્ણ ઇ ગઇ હતી. જે બાદ આઇસીસીએ સવાલ ઉઠાવ્યા હતા. રાંચીમાં જ્યારે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ પ્રેક્ટિસ માટે ઉતર્યા ત્યારે તેમને પિચ બરાબર લાગી નહતી. પિચ ઘણી ડ્રાય લાગી રહી છે.

રાંચીમાં પ્રમ વખત ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ પહેલા આ મેદાન પર ૪ વન ડે મેચ અને ૧ મેચ રમાઇ છે. જેમાં ભારતે અહી રમેલ બન્ને મેચમાં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે રમાયેલ વન ડે મેચનું કોઇ પરિણામ મળ્યુ નહતું.

બેંગાલુ‚ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સુકાની સ્મીથને અમ્પાયરે એલબીડબલ્યુ આઉટ આપતા સ્મીથે ડીએસઆર લેવા માટે પેવેલીયનનો સહારો લીધો હતો જેના કારણે ભારે વિવાદ થયો હતો. આઇસીસી સુધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પાછળથી બન્ને ટીમોએ વિવાદમાં સમાધાન કરી લીધુ હતું. આવતીકાલથી શ‚ થતી ત્રીજી ટેસ્ટ પણ હાઇવોલ્ટેજ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.