સર જાડેજાની સૂઝબૂઝ અને પંતની તોફાની બેટિંગે ઇંગ્લેન્ડ સામેના ટેસ્ટમાં ભારતને ડ્રાઇવિંગ સીટ પર લાવી દીધું !!

બર્મિંગહામ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસની રમતના અંતે સાત વિકેટના નુકસાન પર 338 રન ખડકયાં

બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસની રમતના અંતે સાત વિકેટના નુકસાન પર 338 રન બનાવી લીધા છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 98 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ્સને સંભાળી હતી અને ભારતના સ્કોરને 250 રન સુધી લઇ ગયા  હતા. દરમિયાન પંતે પોતાની સદી પુરી કરી હતી. તે સિવાય જાડેજાએ અડધી સદી પણ ફટકારી હતી. સદીની સાથે પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રિષભ પંત ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી પણ ટેસ્ટ મેચમાં 2000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ સાથે પંતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે એશિયા બહાર ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ સદીના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલામાં વીરેન્દ્ર સેહવાગ પ્રથમ અને મોહમ્મદ અઝહરુદ્દીન બીજા સ્થાને છે.

પંત એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ રિદ્ધિમાન સહા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. સહાએ વર્ષ 2017 માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે ધોનીએ આ કારનામું વર્ષ 2009 માં કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તે પછી પંત અને જાડેજાએ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. આ બંને બેટ્સમેનોની ઇનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 250 રનને પાર થયો હતો. પ્રથમ દિવસના રમતના અંતે જાડેજા 83 અને મોહમ્મદ શમી શૂન્ય રન પર રમતમાં છે.

ઋષભે રચ્યો ઇતિહાસ: ભારતીય ટેસ્ટ ટીમના વિકેટ કીપર તરીકે સૌથી ઝડપી સદી ફટકારી !!

ઋષભ પંતે ઇગ્લેંડની ધરતી પર 2 ટેસ્ટ સદી ફટકારનાર ભારતના પ્રથમ વિકેટકીપર બેટ્સમેન છે. આવું કારનામું ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાના ટેસ્ટ કેરિયરમાં કરી શક્યા નથી. ઋષભ પંત ભારતના એવા પહેલા વિકેટકીપર છે, જેમણે સાઉથ અફ્રીકા, ઇગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા ત્રણેય દેશોમાં ટેસ્ટ સદી ફટકારી છે. ઋષભ પંત પહેલાં ઇગ્લેંડની ધરતી પર ટેસ્ટમાં ઝડપી સદી ફટકારવાનું કારનામું ભારતનો કોઇપણ વિકેટકીપર બેટ્સમેન કરી શક્યો નથી. ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ ટેસ્ટ કેરિયરમાં ઇગ્લેંડની ધરતી પર સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા છે.