લે બોલ !!! અહીં ભાડે મળે છે બહેન, સાથે સમય પસાર કરવા માટે પૈસા લે છે

હાલ આપણે ઘણી-બધી વસ્તુઓ ભાડે ખરીદતા હોય છે પરંતુ કોઈ માણસને ભાડે ખરીદી શકતા નથી પરંતુ જાપાનમાં એકલતાથી પીડાતા લોકો માટે બહેન ભાડે આપવામાં આવે છે. હાલ લોકો એકલતાથી પણ પીડાતા હોય છે. એકલતાના કારણે ઘણી વખત માણસો ડીપ્રેશનમાં આવી જાય છે ત્યારે આ એકલતાને દુર કરવા માટે જાપાનમાં આ સ્પેશીયલ સર્વિસ આપવમાં આવે છે.

જાપાની યુવાનો હિકિકોમોરી નામની મગજની સમસ્યાથી પીડિત છે. આ માનસિક સ્થિતિમાં યુવાનો ખાસ કરીને પુરુષો, પોતાને સમાજથી સંપૂર્ણપણે દૂર રાખે છે અને તેમના ઘરની બહાર આવવા માંગતા નથી. આ કારણે તે મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી શાળાએ જતો નથી કે ફરવા પણ જતો નથી. તેઓ મોબાઈલ ગેમ્સ કે ઈન્ટરનેટમાં પોતાની દુનિયા બનાવે છે. તેથી આવા લોકો માટે આ સેવા શરુ કરવામાં આવી છે.

‘ડ્રીમ સ્ટાર્ટ’ નામની જાપાનની કંપની લોકોને ડીપ્રેશનમાંથી બહાર લાવવા માટે હાથ લંબાવ્યો છે. જે માતા-પિતાના બાળકોને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે તેઓ તેમની સ્થિતિ અન્ય લોકોથી છુપાવે છે અને તેમના માટે સારવારનો માર્ગ શોધે છે. ત્યારે ડ્રીમ સ્ટાર્ટ કંપની આવા લોકોને બહેન ભાડે આપે છે. બીબીસી દ્વારા વર્ષ ૨૦૧૯માં ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી જેમાં ભાડાની વિગત લખવામાં આવી હતી.