Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડેે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રજુઆતના પગલે તેમજ કેન્દ્રય મંત્રી મનસુખ માંડવીયાએ શહેરના ગોંડલ ચોકડી કે જયા ચોવીસે કલાક ભારે ટ્રાફીક રહે છે ત્યાં સત્વરે ફલાય ઓવર બ્રીજ બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરીટીને જરુરી દરખાસ્ત મોકલી આપવા સુચના આપેલ હતી. આ દરખાસ્તને સરકારના નેશનલ હાઇવુ ઓથોરીટી દ્વારા મંજુરી આપી ગોંડલ ચોકડી પર એલીવેટેડ બ્રીજ નું કામ મંજુર કરવામાં આવ્યું છે. આ નિર્ણયને આવકારતા તેઓને વધુમાં જણાવ્યું હતુંક.

આ એલીવેટેડ કોરીડોર ઉ૫રથી રાષ્ટ્રીય ધોરી માર્ગનો ટ્રાફીક અડચણ વિના પસાર થઇ શકે તેમજ એલીવેટેડ કોરીડોરની ની નીચે સર્વીસ રોડની સગવડતા પણ આપવામાં આવશે. જેથી શહેરના તરફના બંન્ને રસ્તા પર વાહનચાલકો સરળતાથી શહેરમાં થઇ શકે. આમ અંતમાં ભાજપ સરકાર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના આ નિર્ણય ને આવકારતા કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ માંકડ એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.