Abtak Media Google News

 

ગુજરાત, મધ્યપ્રદેશ, કેરેલા અને મેઘાલય વચ્ચે જામશે ક્રિકેટ જંગ સૌરાષ્ટ્રની ટીમ અમદાવાદમાં મુંબઇ, ઓડિસ્સા અને ગોવા સામે ટકરાશે

બીસીસીઆઇની રણજી ટ્રોફી-2021-22 ટુર્નામેન્ટનો આગામી 17મી ફેબ્રુઆરીથી આરંભ થઇ રહ્યો છે. એલીટ ગ્રુપ-એ ની છ મેચની યજમાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કરશે. ખંઢેરી સ્થિત એસસીએના સ્ટેડિયમ ખાતે છ મેચ રમાશે જ્યારે સૌરાષ્ટ્રની ટીમનો સમાવેશ એલીટ ગ્રુપ-ડીમાં કરવામાં આવ્યો છે. સુકાની જયદેવ ઉનડકટના નેતૃત્વમાં સૌરાષ્ટ્રની ટીમ અમદાવાદ ખાતે મુંબઇ, ઓડિસ્સા અને ગોવા સામે પોતાની મેચ રમશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને રણજી ટ્રોફી-2021-22 ટુર્નામેન્ટમાં એલીટ ગ્રુપ-એ ની યજમાની કરવાની તક આપવામાં આવી છે. આ ગ્રુપમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કેરેલા અને મેઘાલયની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસસીએના ખંઢેરી સ્ટેડિયમ ખાતે અલગ-અલગ બે ગ્રાઉન્ડ પર 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે તથા કેરેલા અને મેઘાલય વચ્ચે 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત અને કેરેલા વચ્ચે જ્યારે બીજો મેચ મધ્યપ્રદેશ અને મેઘાલય વચ્ચે જંગ જામશે. જ્યારે 3 થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને મેઘાલય વચ્ચે જ્યારે બીજો મેચ મધ્યપ્રદેશ અને કેરેલા વચ્ચે રમાશે.

સૌરાષ્ટ્રનો સમાવેશ એલીટ ગ્રુપ-ડીમાં કરવામાં આવ્યો છે. આ ગૃપમાં સૌરાષ્ટ્ર ઉપરાંત મુંબઇ, ઓડિસ્સા અને ગોવાની ટીમ છે. જેની યજમાની અમદાવાદ કરશે. 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને મુંબઇ વચ્ચે, બીજો મેચ ઓડિસ્સા અને ગોવા વચ્ચે, 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઓડિસ્સા વચ્ચે જ્યારે બીજો મેચ મુંબઇ અને ગોવા વચ્ચે, 3 થી 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે જ્યારે મુંબઇ અને ઓડિસ્સા વચ્ચે જંગ જામશે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ પ્લેયર ચેતેશ્ર્વર પુજારાને રણજી રમવાની સુચના આપવામાં આવી હોય પુજારા સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમશે. જ્યારે અંજિક્ય રહાણે પણ મુંબઇ તરફથી રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.