Abtak Media Google News
  • ભારત એક થાળએ પણ ચૌકી-ઢાણીના ઈનોવેટીવ સમાવેશ કરાયો
  • બેસ્ટ થીમ બેઝડ હોટલ રીસોર્ટ એક ગુજરાત બેસ્ટ રેસ્ટોરન્ટ ઓફ ગુજરાતનો એવોર્ડઝ એનાયત

તાજેતરમાં અમદાવાદમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરીઝમ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયેલ હતો. અમદાવાદ સાયન્સ સીટીમાં યોજાયેલ એવોર્ડઝ વિતરણ સમારોહમાં ગુજરાત ટુરીઝમના છ નામાંકિત એવોર્ડઝ  મેળવનાર ચૌકી-ઢાણી નો દબદબો જોવા મળ્યો હતો. તેમાંના બે એવોર્ડઝ છે. (1) બેસ્ટ થીમ બેઝડ હોટલ રીસોર્ટ ઓફ ગુજરાત (2) બેસ્ટ રેસ્ટોરન્ટ ઓફ ગુજરાતી ગયા વર્ષે પણ ચીકી-ઢાણી રીસોર્ટને આઠ એવોર્ડઝ મળેલા હતા.

છેલ્લા 4 વર્ષમાં 25 એવોર્ડઝ અને 3 એપ્રિસિએશન લેટર્સ મેળવેલ છે. અત્યાર સુધીમાં ટોટલ 30 એવોર્ડઝ મેળવનાર ચીકી -ઢાણી રીસોર્ટ દર વર્ષે કંઇક ને કંઇક નવું આપતું રહ્યું છે. રીસોર્ટના 44 રૂમ્સ પૈકી મોટા ભાગના રૂમ રીનોવેટ કરેલ છે. તેમજ રેસ્ટોરન્ટ પણ નવા અંદાજમાં જોવા મળે છે. આ સીઝન માં અગાશી રેસ્ટોરન્ટની પણ મજા માણવા જેવી છે.

ભારત એક થાળ એ પણ ચૌકી-ઢાણીના ઇનોવેટીવ આઈડિયાનો એક ભાગ છે. જેમાં લગભગ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લાજવાબ વાનગીઓનો એક જ થાળીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે આખા ગુજરાતમાં બીજે ક્યાંય જોવા નહી મળે. ચૌકી-ઢાણી એ લકઝરીનો પર્યાય હોવા ઉપરાંત તેમાં રાજસ્થાનની સંસ્કૃતિ અને કલાનો ખૂબ જ સરસ સમન્વય જોવા મળે છે.

અદ્ભુત આતિથ્ય ભાવના અને મલ્ટી કુઝીન ફર્ડ દ્વારા રીસોર્ટ ગ્રાહકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. ભારત સરકાર તરફથી પણ ચૌકી-ઢાણી ને આઈએસઓ 9001:2015 નો એવોર્ડ મળેલ છે. અત્યારે પ્લેશ લંચ સાથે સ્વીમીંગ પુલનો રોમાંચક આનંદ માણી શકો છો.

અંતમાં ચીકી-ઢાણી એ કરું અને મનોરંજનનો એક સુંદર પર્યાય છે.   નૈમીભાઇ ખખ્ખર અને તેમની ટીમની શાનદાર સફળતા માટે ખૂબ શુભેચ્છાઓ વરસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.