Abtak Media Google News

 

પાકિસ્તાની એજન્સી દ્વારા પંદર દિવસમાં ગુજરાતના દરિયામાંથી 10 બોટ અને 60 માછીમારોને ઉઠાવી ગયા બાદ BSF નો વળતો પ્રહાર

સિરક્રીક વિસ્તારમાં બીએસઆફ કમાન્ડો દ્વારા ચાલતા સર્ચ ઓપરેશનમાં ફ્રન્ટાયરના આઇજી અને ડીઆઇજી જોડાયા

અબતક,રાજકોટ

કચ્છના સિરક્રીક વિસ્તારના હરામીનાળા ખાતે બીએસએફ જવાનો દ્વારા છેલ્લા 36 કલાકથી ચાલતા સર્ચ ઓપરેશન દરમિયાન ત્ર પાકિસ્તાની માછીમારો અને 11 બોટ ઝડપી લીધી છે. સર્ચ ઓપરેશનમાં બીએસએફ ફન્ટાયરના આજી અને ડીઆઇજી જોડાયા હતા. બીએસએફ જવાને ઝડપેલા પાકિસ્તાન માછીમારોને હેલિકોપ્ટરની મદદથી નલીયા અને ભુજ ખાતે લઇ જવામાં આવ્યા છે. વધુ પાકિસ્તાની માછીમારો છુપાયાની શંકા સાથે બીએસએફ દ્વારા ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.

પાકિસ્તાની એજન્સી દ્વારા છેલ્લા પંદર દિવસમાં દસ બોટ સાથે 60 માછીમારના અપહરણ કરવામાં આવતા કચ્છમાં ફરજ બજાવતા બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનોએ જખૌ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી હરામીનાળા પાસેથી એક સાથે નવ પાકિસ્તાની બોટ સાથે માછીમારોને ઝડપી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાતના વલસાડ, માગરોળ, પોરબંદર, ઓખાના માછીમારો પોતાની બોટ લઇને કચ્છના જખૌ દરિયા કાઠે માછીમારી કરવા ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા ગત તા.28 જાન્યુઆરીએ સૌ પ્રથમ માંગરોળની બોટને સાત માછીમાર સાથે અપહરણ કર્યુ હતુ. તા.29 જાન્યુઆરીએ વલસાડની બોટ ત્રણ માછીમાર સાથે, તા.5 ફેબ્રુઆરીએ 13 માછીમારો સાથે પોરબંદર અને ઓખાની બોટ ઉઠાવી ગયા હતા. તા.10 ફેબ્રુઆરીએ એક સાથે છ બોટ પોરબંદરની બે બોટ, ઓખાની બે બોટ અને માંગરોળની બે બોટના અપહરણ કરી જતા માછીમારોમાં ફફડાટ મચી ગયો છે.

પાકિસ્તાનના કબ્જામાં 2003થી અત્યાર સુધી 1200 બોટ છે. તેમજ 643 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. પાકિસ્તાન સતાવાળા ભારતીય માછીમારોને બોટ પરત ન આપતા માછીમારોને આર્થીક નુકસાન અને દેવાદાર બની જાય છે. સરકારે માછીમારોને સુરક્ષા આપવા કાર્યવાહી કરી પાકિસ્તાન પાસેથી બોટ સાથે માછીમારોને છોડાવવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવતા બીએસએફ દ્વારા કચ્છના સિરક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. પાકિસ્તાન એજન્સી દ્વારા પંદર દિવસમાં દસ બોટ સાથે 60 જેટલા માછીમારોને ઉઠાવી જતા કચ્છ જખૌ દરિયા કિનારે હરામી નાળા પાસે બીએસએફ દ્વારા કરેલા સર્ચ ઓપરેશનમાં બીએસએફ ના ફ્રન્ટાયરના આઇજી જી.એસ.મલિક અને ડીઆઇજી એમ.એલ.ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓ જાડાયા હતા. બીએસએફના જવાનોએ ખુલ્લા પગે કાદવ કિચરથી ભરેલા 300 વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી 11 બોટ સાથે છ પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં સફળતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.