- 1995 માં રાજ્યમાં સૌથી મોટું 126 કરોડનું આર્થિક કૌભાંડ ઝડપી પાડ્યું ’તું , સતીષ વિરડા અને ભરત સૂચકને એબેટ કરાયા
જૂનાગઢના ચર્ચાસ્પદ 1995ના કેસમાં આખરે આજે ચુકાદો આવ્યો છે. રાજ્યનું સૌથી મોટું 126 કરોડનું કૌભાંડનો કેસ ચાલી જતા અદાલતે ગુજરાત બાર કાઉન્સિલના વાઈસ ચેરમેન મુકેશ કામદાર સહિત છ આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા ફટકારતા ભારે ચર્ચા જાગી છે. 1995ની સાલમાં રાજ્યનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું, વધુ વિગત મુજબ જૂનાગઢના કાળવા ચોકમાં આવેલ વિશાલ ટાવરમાં શાપુર ગામની શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ અને ઉમિયા ઈન્ડસ્ટ્રીઝના નામે ખોટા બીલો બનાવીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેના આધારે ગત 16 જુલાઈ 1995ના રોજ વંથલી મામલતદાર એમ.બી.સોનીને પ્રાંત ઓફિસમાંથી ટેલિફોનીક સૂચના મામલતદાર સહિતની ટીમે રેડ કરી હતી. અહીં દુકાન નંબર-107 (એ) જે બંધ હતી અને બાજુમાં આવેલ દુકાન નંબર-107 (બી)માં જ્યાં મુકેશ ચુનીલાલ ઉર્ફે ચીમનલાલ કામદાર બેઠા હતા. દોલતપરામાં આવેલી ભવનાથ સેલ્સ કોર્પોરેશન, જયનાથ સીડ્સ કોર્પોરેશન અને યોગેશ ઈન્ડસ્ટ્રીઝમાંથી શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ અને ઉમિયા ઈન્ડસ્ટ્રીઝના બીલ અને ગેટ પાસ મળી આવ્યા હતા. જેમાં મુકેશ કામદાર, રસિક દવે, કિરીટ ગોકળ સાવલિયા, બાબુભાઈ શંભુભાઈ રાખોલિયા, અશ્વિન રતિલાલ વાઘેલા, દિનેશકુમાર વિરાભાઈ વીરડા , ભરત રતિલાલ સૂચક અને સતીષ રમેશચંદ્ર વીરડા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.126 કરોડનું કૌભાંડ ખુલ્યું હતું. તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજુ કરવામાં આવ્યું હતું બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા ભરત સુચક અને સતીશ વિરડા નું ચાલુ કેસ દરમિયાન અવસાન થતા એબેટ કરવામાં આવ્યા હતા જેમાં પંચો સાહેબો ફરિયાદી અને તપાસની સ્નેહ તપાસવામાં આવેલા બાદ બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષની રજૂઆત ધ્યાને લઇ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ ડી ધોળકિયાએ મુકેશ કામદાર રસિક દવે કિરીટ સાવલિયા બાબુ રામોલિયા અશ્વિન વાઘેલા અને દિનેશ વિરડા ને તકસીરવાન ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા ફટકારાતો હુકમ કર્યો છે.