Abtak Media Google News

ધોળકીયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે કૃષ્ણકાંતભાઇ અને જીતુભાઇની ઉપસ્થિતિ માં છઠ્ઠા નોરતે કાત્યાયનીની ભકિત આરાધના કરવા પંચાયતનગરના ચાચર ચોકમાં શહેર ડે.કલેકટર અને જીલ્લાના નાયર ચુંટણી અધિકારી એન.આર. ધાધલ: મામલતદાર નિલેશભાઇ ધ્રુવ સહપરિવાર તથા બિલ્ડર જયેશભાઇ વ્યાસ ઉ૫સ્થિત રહી માતાજીની ભાવભકિત ભેર ઉપાસના કરી હતી.

ગરબી મંડળની તમામ બાળાઓને રોજ અવનવો નાસ્તો, તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જાહેર જનતા માટે પાણીની તેમજ પાકીંગની વ્યવસ્થા, સીકયોરીટી સાથે ૩૦+૫૦ ના વિશાળ સ્ટેજ પર કનૈયા, મોરલીવાળા રે. પાઘડી વાળા ધોળકીયા સ્પેશિય મોગલ રાસ, કચ્છમાં અંજાર મોટા શહેર પાણી મ્યાતારે, એક વણઝારી ઝૂલણ, અડીંગા રાસ જેવા અદ્વિતીય રાસ ગરબાની રમઝટ છઠ્ઠા નોરતે પણ કાયમ રહી હતી. જેને નિહાળવા મોટી સંખ્યામાં પ્રજાજનોએ હાજરી આપી ચાચર ચોકની શોભામાં વધારો કર્યો હતો.

બહુ જ ટુંકા ગાળામાં આટલી સુંદર ગરબીનું આયોજન  શકય બન્યું છે જેમાં ધોકળીયા સ્કુલ્સના તમામ લેડીઝ પ્રિન્સીપાલની કામગીરી ખરેખર વંદનીય અને સરાહનીય છે. સાથે સાથે અતિ પ્રખ્યાત ગાયક કલાકારોની ટીમ, નામાકિત કોરીયોગ્રાફરની ટીમ બે મહીનાની મહેનતે સર્વ ભાવિકોને ભકિતના રંગે રંગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.