શિયાળાની શીતળતામાં ત્વચાની તકેદારી: વાળ, હોઠ,નખની સંભાળ કરવી જરૂરી

સરસવ કોપરેલ બદામ તલના તેલ 20 મિનિટ સુધી માલિશ કરવાથી ત્વચા બનશે ચમકદાર અને મુલાયમ

બધી ઋતુઓમાં શિયાળો સૌથી શ્રેષ્ઠ મોસમ ગણાય છે. છતાં જ્યાં શિયાળામાં કાતિલ ઠંડી પડે છે એ પ્રદેશના લોકો આ ઋતુને સૌંદર્યની શત્રુ ગણે છે. ખરી વાત તો એ છે કે શિયાળામાં પણ સૌંદર્યની માવજત લેતા આવડે તો આ ઋતુ મન મૂકીને માણી શકાય. ઋતુઓનું પરિભ્રમણ આપણી ચામડી, શરીર અને દિનચર્યામાં ઘણો ફેરફાર લાવે છે. બદલાતી ઋતુઓ સાથે ત્વચામાં સ્વાભાવિક રીતે જ પરિવર્તન થાય છે. આથી બદલાતી ઋતુઓની સાથે જુદા જુદા પ્રકારની પ્રસાધન સામગ્રીનો ઉપયોગ જરૂરી છે.

10 tips to change your skincare routine for winter season | HealthShots

શિયાળામાં ત્વચાનું શુષ્ક થવું એક સમસ્યા છે. શરીરનું તાપમાન સામાન્ય રહે અને ત્વચામાં તૈલીય તત્ત્વોનું પ્રમાણ સરખું રહે તે માટે સારા ક્રીમ અને મોઈશ્ચરાઈઝીંગ લોશનનો ઉપયોગ હિતાવહ છે. સ્નાન કરતાં પહેલાં શરીર પર સરસવ, કોપરેલ, બદામ, તલના તેલની 20 મિનિટ સુધી માલિશ કરો, જેથી રક્ત પરિભ્રમણ બરાબર થશે, અને ત્વચા તૈલીય, ચમકદાર અને મુલાયમ બનશે. કોઈ પણ તેલ વડે માલિશ કરતા પહેલાં તેલને થોડું ગરમ કરી લો અને તેમાં થોડી હળદર ઉમેરો. આથી ત્વચાની ચમક વધશે. સ્નાન કર્યા બાદ હાથ, પગ, ચહેરા અને ગરદન પર ક્રીમ અથવા મોઈશ્ચરાઈઝર લગાડવું જોઈએ. જો ત્વચા વધુ તૈલીય હોય અને ખીલ હોય તો ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાડવું જોઈએ. ચહેરાની ત્વચા શરીરની અન્ય ત્વચાથી ભિન્ન હોય છે. ચહેરા પર ઋતુઓનો પ્રભાવ તરત દેખાય છે.

ચહેરાની ત્વચા સુકાઈને ફાટવા લાગે છે. પણ તેનો ઉપાય સરળ છે. દરરોજ ક્રીમને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને ત્યારબાદ ટીશ્યુ પેપર વડે સાફ કરી દો. કારણ કે 20 મિનિટ બાદ ક્રીમ વ્યર્થ થઈ જાય છે. ઉપરાંત અઠવાડિયામાં એકવાર કોઈ સારા બ્યુટીપાર્લરમાં જઈ સંપૂર્ણ ફેશિયલ કરાવો. શિયાળામાં ચહેરાનું સુક્કાપણુ દૂર કરવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. દિવસમાં ત્રણ-ચારવાર ગ્લીસરીન અથવા ઓઈલયુક્ત સાબુ વડે ચહેરાને સાફ કરવો જોઈએ. ત્વચા ચાર પ્રકારની હોય છે. સામાન્ય ત્વચા, તૈલીય ત્વચા, શુષ્ક ત્વચા અને રૂક્ષ ત્વચાને અનુરૂપ સૌંદર્ય પ્રસાધનો તથા ઘરેલુ ઉપચાર કરવા જોઈએ. બજારમાં મળતાં ઘણાં ખરાં કોલ્ડક્રીમ ચીકણા હોવાથી હાથે પગે આ ક્રિમ લગાવ્યા બાદ શરીરે ધૂળ ચોંટે છે. ચામડી ચીકણી લાગે છે. આ સમસ્યાનો ઉકેલ વિન્ટર શીલ્ડ ક્રીમથી મળી જાય છે. એન્ટિ એજિંગ અને વિટામીન ઈ ધરાવતું આ ક્રીમ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પણ રક્ષણ આપે છે. તેમ જ શિયાળામાં શરીરનો જે ભાગ ખુલ્લો રહે તેને ઠંડા પવનથી થતી અસરથી બચાવે છે.

 

હોઠનું ફાટવું :

Winter care tips: How to take care of dry skin and brittle hair | Lifestyle News,The Indian Express

શિયાળામાં હોઠ ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે. હોઠન ધીરે ધીરે થૂંક વડે ભીનું ન કરો. દિવસમાં ત્રણથી ચાર વાર સુગંધ વિનાની તથા રંગહીન વેસેલીન લગાવો. રાત્રે સૂતી વખતે શુદ્ધ ઘી અથવા કોપરેલનું તેલ લગાડી શકાય.અ

પગની ત્વચા : 

ફાટેલી એડીથી પરેશાન છો? અપનાવો ઘરેલું ઉપચાર અને બનાવો પગની ત્વચા કોમળ

પગની ત્વચા ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે. પગના તળિયા અને આંગળાની વચ્ચે ખૂબ બળતરા થાય છે અને ખંજવાળ આવે છે. આના માટે કોકમના તેલની માલિશ સૌથી ઉત્તમ છે. બીજી રીતમાં દિવેલને થોડું ગરમ કરી પગને મોટા વાસણમાં રાખી પગ પર દિવેલની લગભગ અડધા કલાક સુધી ધાર કરો. ત્યારબાદ મોજાં પહેરી લો. અઠવાડિયામાં એકવાર બ્યુટી પાર્લરમાં જઈ પેડીક્યોર કરાવો.

વાળમાં ખોડો :   

વાળમાં થતા ખોડાને તરત જ દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, મળશે જોરદાર રિઝલ્ટ

શિયાળામાં વાળ શુષ્ક થઈ જાય છે અને વાળમાં ખોડો પણ થઈ જાય છે. આના માટે કોપરેલ, સરસવ અને તલના તેલમાં લીમડાનાં પાન નાખી તેલને બરાબર ગરમ કરો. ઠંડુ થયા બાદ તેને ભરી લો. એક એક દિવસના અંતરે આ તેલની વાળમાં માલિશ કરો. વાળમાં શેમ્પૂ કર્યા બાદ કંડીશનર અવશ્ય કરો. દહીં, ઈંડા, કોફી અને લીંબુના રસનું મિશ્રણ બનાવી થોડીવાર સુધી વાળમાં લગાવી રાખી મૂકો ત્યારબાદ વાળને ધુઓ. વાળને અધિક ગરમ પાણી વડે ધોવા ન જોઈએ. બ્યુટી પાર્લરમાં જઈને અઠવાડિયામાં એકવાર ’હોટ ટોવેલ’ ટ્રીટમેન્ટ લો.

સામાન્ય ત્વચા માટે 

Do You Know The Difference Between Moisturizer And Sunscreen These Two Are Essential For Skin Care | Skin Care: શું આપ સમજો છો સનસ્ક્રિન અને મોશ્ચરાઇઝરમાં શું છે તફાવત? બંનેનો આ રીતે

સામાન્ય ત્વચા માટે મોઈશ્ચરાઈઝર સૌથી ઉત્તમ છે. ચહેરાને જ્યારે પણ ધુઓ ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવો. નહાતા પહેલાં ચહેરા પર કોપરેલ તેલને થોડું ગરમ કરી તેમાં ચપટી હળદર ઉમેરી તેની પેસ્ટ બનાવી પાંચ મિનિટ સુધી રાખો. આ શિયાળામાં ત્વચાની હૂંફાળી તકેદારી બધી ઋતુઓમાં શિયાળો સૌથી શ્રેષ્ઠ મોસમ ગણાય છે. છતાં જ્યાં શિયાળામાં કાતિલ ઠંડી પડે છે એ પ્રદેશના લોકો આ ઋતુને સૌંદર્યની શત્રુ ગણે છે. ખરી વાત તો એ છે કે શિયાળામાં પણ સૌંદર્યની માવજત લેતા આવડે તો આ ઋતુ મન મૂકીને માણી શકાય. ઋતુઓનું પરિભ્રમણ આપણી ચામડી, શરીર અને દિનચર્યામાં ઘણો ફેરફાર લાવે છે. બદલાતી ઋતુઓ સાથે ત્વચામાં સ્વાભાવિક રીતે જ પરિવર્તન થાય છે. આથી બદલાતી ઋતુઓની સાથે જુદા જુદા પ્રકારની પ્રસાધન સામગ્રીનો ઉપયોગ જરૂરી છે.

શિયાળામાં મેક-અપ 

શિયાળાની મૌસમ અને લગ્નની સીઝનમાં કરો આ મનમોહક મેકઅપ વધી જશે સૌંદર્ય - GSTV

ત્વચા શુષ્ક થઈ જવાથી મેકઅપ ખૂબ ડ્રાય થઈ જાય છે અને દેખાઈ આવે છે. આથી ફાઉન્ડેશન લગાવતાં પહેલા ચહેરા પર કોલ્ડક્રીમ લગાવો. ત્યારબાદ ઓઈલ બેઝ ફાઉન્ડેશન લગાવી સ્પંજ વડે બરાબર સાફ કરો. ફાઉન્ડેશન બાદ કોમ્પેક્ટ પાવડર લગાવો. ફરી સ્પંજની મદદથી ચહેરા પરનો પાવડર સરખો કરો. ત્યારબાદ બ્લશઓન, આઈ-મેકઅપ અને ચાંદલો કરો. હોઠ પર પહેલાં કોલ્ડ ક્રીમ લગાવી પછી લિપસ્ટિક લગાવો. શિયાળામાં મેક-અપ ઓઈલ બેઝવાળો જ ખરીદો.

શિયાળામાં ડાર્ક રંગના કપડાં પહેરવાં જોઈએ. ઘાટો રંગ સૂર્યના કિરણોનું શોષણ કરી ત્વચાને વિટામીન ડી આપે છે. હૂંફ વધારે છે. પુરુષો પણ આમાંની માફક આવે એ ટીપની અજમાયશ કરી શકે છે.

શુષ્ક ત્વચા માટે

બાર્બરા સેન્ટિની

આ પ્રકારની ત્વચા પર શિયાળાની અસર ઓછી થાય છે. જો ચહેરા પર વધુ તૈલીય ક્રીમનો ઉપયોગ કરવામાં આવે તો ખીલ થવાનો ભય રહે છે. તેથી આ પ્રકારની ત્વચા માટે સ્નાન બાદ એકવાર બોરોલીન જેવી એન્ટીસેપ્ટીક ક્રીમ ઉત્તમ છે. રાત્રે સૂતી વખતે ગ્લીસરીન, લીંબુ તથા ગુલાબજળને સમાન માત્રામાં મિશ્ર કરી આ મિશ્રણ લગાડવું જોેઈએ. આ મિશ્રણ હાથ પગ ઉપર પણ લગાડી શકાય. આનાથી ત્વચાનો રંગ ઉઘડે છે અને ડાઘ દૂર થાય છે.

આ પ્રકારની ત્વચા પર શિયાળાની ખૂબ માઠી અસર થાય છે. ચહેરા તથા હાથ પગની ત્વચા ફાટી જાય છે અને ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે તથા બળતરા થાય છે. આ પ્રકારની ત્વચા માટે કોઈ પણ સારી કોલ્ડક્રીમ દિવસમાં ત્રણથી ચારવાર લગાડવી જોઈએ તથા અઠવાડિયામાં એકવાર બદામના તેલનું ફેશીયલ કરાવવું જોઈએ. ઉપરાંત ઘરેલું ઉપાયમાં છાંયડામાં સુકવેલા લીમડાનાં પાનને વાટી પાવડર બનાવો. એક ચમચી શુદ્ધ ઘીમાં એક ચમચી લીમડાનો પાવડર તથા અડધી ચમચી હળદર ઉમેરી ધીમી આંચ પર થોડું ગરમ કરો અને આ લેપ દિવસમાં એકવાર લગાવો. આનાથી ત્વચા સુંદર અને સ્વસ્થ બનશે.