સુકાની વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચની જીતનો શ્રેય બોલરોને આપ્યો

આફ્રિકાને બંને ઇનિંગ્સમાં ૨૦૦ રનની અંદર આઉટ કરી પાંચ બોલરોએ ‘ધાક’ જમાવી!

 

અબતક, સેંચુરિયન

ભારત આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ સીરીઝ રમવા માટે આફ્રિકા પ્રવાસ પર છે ત્યારે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન ખાતે રમાયો હતો જેમાં ભારતે આફ્રિકાને માત આપી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધો છે અને 23 ઉપર પોતાનું પ્રભુત્વ પણ સ્થાપિત કર્યું છે. વધુમાં ટીમના સુકાની વિરાટ કોહલીએ માહિતી આપતાં કહ્યું હતું કે તેમની જીત નો સંપૂર્ણ શ્રેય બોલરોના સિરે જાય છે તેનું મુખ્ય કારણ એ છે કે બોલરો દ્વારા જે ઘાતક બોલિંગ કરવામાં આવી તેને ધ્યાને લઇ બંને ઇનિંગ્સમાં આફ્રિકાને ૨૦૦ રનની અંદર જ સમેટી લીધું હતું જે એક સૌથી મોટી સિદ્ધિ કહી શકાય.

એટલું જ નહીં સુકાની વિરાટ કોહલીએ એમ પણ જણાવતાં કહ્યું હતું કે પ્રથમ ટેસ્ટ મેચમાં જે રીતે બોલેરો દ્વારા કરવામાં આવેલી છે તેનાથી ગત ટેસ્ટ મેચોની જીતને પણ આંકી શકાય કારણ કે છેલ્લા ઘણા ટેસ્ટ મેચોમાં ટીમને વિજય મળેલો છે તેમાં મુખ્ય યોગદાન બોલરનું રહ્યું છે. પાંચમા દિવસે એ અપેક્ષા હતી કે જો એલગરને ભારતીય ટીમ આઉટ ન કરી શકી તો કદાચ પેલો મેચ ડ્રો તરફ દોરી જાય પરંતુ સુજબૂજ ભરી બોલિંગ કરવાથી બેટ્સમેન આઉટ થતાં ભારતીય ટીમનો વિજય નિશ્ચિત થયો હતો.

ડીકોકની રેડ બોલથી નિવૃત્તિ વાઈટ બોલથી રમશે

પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડીકોકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે જેથી હવે તે રેડ બોલ નહી રમી શકે પરંતુ વાઈટ બોલમાં યથાવતરીતે ટીમ સાથે જોડાશે આ મુદ્દે ડીકોકે જણાવતા કહ્યું હતું કે તે વધુ ને વધુ સમય પોતાના પરિવાર સાથે વિતાવવા માંગે છે જેથી તેના દ્વારા ખૂબ વિચાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેને માહિતી આપતા કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટમાં તેને ઘણું શીખવા પણ મળ્યું છે એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટ ક્રિકેટ રમતનો એક મહત્વનો ભાગ છે જેમાં દરેક ખેલાડીઓને કંઈકને કંઈક નવું શીખવા મળતું હોય છે પરંતુ પરિવારની જવાબદારી વધતાં તે વધુ ને વધુ સમય પરિવાર સાથે વિતાવવાનું પસંદ કર્યું છે,જેના કારણે એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.