Abtak Media Google News
  • રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામ જોધપુરમાં તોફાની માવઠું: કચ્છ, ચોટીલામાં
  • કરા પડ્યા: ઉપલેટા પંથકમાં 1 થી 3 ઇંચ જ્યારે નખત્રાણામાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો
  • માવઠા વચ્ચે પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, વલસાડ અને કચ્છમાં હીટવેવની આગાહી
rain umbrella gujarat ani1688185705770
xr:d:DAFnTVuKRI0:4,j:8062964294264858342,t:23063014

કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામ જોધપુર પંથકના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કચ્છ અને ચોટીલા પંથકમાં કરા પણ પડ્યા હતા. અમરેલીમાં નદી બે કાંઠે વહેતી થઇ હતી. કમોસમી વરસાદથી કેરી તેમજ ઉનાળુ પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. બીજી તરફ વિજળી પડવાથી પોરબંદર જિલ્લામાં બે અને સુરેન્દ્રનગરમાં બે સહિત ચાર વ્યક્તિના મોત થયા છે. દરમિયાન હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારમાં બપોર સુધી અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ઉપલેટા પંથકમાં તો અલગ-અલગ વિસ્તારોમાં એક થી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. નખત્રાણા પંથકમાં અંદાજે દોઢેક ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો. જેના પગલે નખત્રાણા પાણી વહી ગયા હતા. જ્યારે ભચાઉ અને અન્ય તાલુકાના ગામોમાં સામાન્ય છાંટા પડ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. તેજ પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ચોટીલા, વઢવાણ તાલુકાના રામપરા, ટીંબા, માણોદ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમરેલી, લાઠી, બાબરા, કુકાવાવ વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી તાલુકાના વડેરા અને નાના ભંડારીયામાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામ જોધપુર પંથકમાં સાંજના સમયે કમોસમી વરસાદ કહેર બન્યો હતો.

પોરબંદરના બરડા પંથકના નટવર, રામવાવ સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હજુ ગુજરાતમાં બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે ત્યારે અનેક જગ્યાએ ભારેથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. 17 મેએ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે તો 18 મેએ પોરબંદર, ભાવનગર, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હતું તો ગઇકાલે તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે હવે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામજોધપુરમાં તોફાની માવઠાં વરસ્યાં હતાં. વીજળી પડવાથી પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે-બે મળી કુ ચાર વ્યક્તિના મોત થયા છે. આમ તાજેતરમાં કમોસમી વરસાદી કારણોસર થયેલાં મૃત્યુની સંખ્યા 11 થઇ છે. કચ્છ તેમજ ચોટીલા પંથકમાં કરા પણ વરસ્યા હતા. અમરેલીમાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. કમોસમી વરસાદથી કેરી તેમજ ઉનાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યાની ભીતિથી ખેડૂતોની ઉપાધી વધી છે. શક્તિધામ અંબાજીમાં સતત બીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે યાત્રાધામના બજારોમાં નદીની જેમ પાણી વહેતાં થયાં હતાં. રાજકોટ શહેર તેમજ જિલ્લાના લોધિકા સહિતના વિવિધ વિસ્તારોમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

10 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું

વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે ભેજના કારણે લોકો અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આ વચ્ચે બુધવારે રાજ્યના 9 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હતું. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરનું 43.7 અને રાજકોટનું 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત આજે કચ્છ, પોરબંદર અને ભાવનગર તેમજ સુરત અને વલસાડ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.

આજે આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લાઓમાં તેમજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ડાંગ, ગાંધીનગર, દાહોદ, નવસારી, વલસાડ અને દીવ-દમણ તેમજ દાદરા-નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે ગુજરાતના ઘણા ખરા જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાનું અનુમાન છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.