બાળકો શાળાએ જવા કે રમવા-કુદવાની જગ્યાએ કામ કરવા માટે મજબૂર બને છે: ભારત સકારે 1986માં બાળ મજૂરી નિષેધ અને કાયદો પસાર કર્યો હતો: 2002થી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઈ રહી છે: બાળકો એ દેશનું ભવિષ્ય છે, જો તેમને યોગ્ય શિક્ષણ મળશે તોજ દેશનું ભવિષ્ય ઉજળુ બનશે
નાના બાળકોની વય રમવા કુદવાની હોય ત્યારે તેને પરિવારના આર્થિક ઉપર્જન માટે બાળ મજુરી કરવી પડે તે આપણા દેશ કે સમગ્ર વિશ્ર માટે શરમજનક બાબત છે. આજે વિશ્ર્વબાળ મજુરી દિવસ છે, ત્યારે તેને મળતા બાળ અધિકારોનું રક્ષણ કરવું પડશે. વાસ્તવમાં આજે ચાના ગલ્લે કે કારખાનામાં આવા બાળમજૂરો કાર્ય કરતા જોવા મળે છે. સમગ્ર વિશ્ર્વમાં 2002થી આ દિવસ ઉજવાય છે. ત્યારે 2025માં તેની નાબૂદીનો લક્ષ્યાંક આપેલો હતો. પણ આજે આપણે પૂર્ણ નથી કરી શકયા છીએ, ત્યારે સમગ્ર વિશ્ર એ મનોમંથન કરવાની જરૂર છે. આજે સમગ્ર વિશ્ર્વમાં 16 કરોડ બાળ મજૂરો છે, તે પૈકી અડધાતો જોખમી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ચિંતામાં વધારો થાય છે.
દર 10 પૈકી એક બાળક આ સમસ્યાથી અસરકર્તા છે. દર વર્ષ અપાતી ઉજવણીથીમમાં આ વર્ષે ‘સલામત અને સ્વસ્થ પેઢી’ની વાત કરી છે, જેનો હેતુ બાળકોને તેના બાળપણનાં આનંદ સાથે તેમના બાળ અધિકારોનું રક્ષણ કરીને આપણી ભવિષ્યની પેઢીને સલામતી સાથે સ્વસ્થ પેઢીની વાત કહી છે. આપણા દેશે 1986માં બાળ મજુરી નિષેધ કાયદો પસાર કર્યો હતો. તેના અંકુશ માટે 1098 ચાઈલ્ડ લાઈનની હેલ્પલાઈન પણ શરૂ કરી છે. બાળકોએ દેશની સાથે વિશ્ર્વનું ભવિષ્ય છે, જો તેમને યોગ્ય શિક્ષણ મળશે તોજ દેશનુ ભવિષ્ય ઉજળુ બનશે. આપણા દેશે બાળ મજુરી ઘટાડવામા પ્રગતિ કરી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 5 થી 14 વર્ષની વય જુથમાં કામ કરતા બાળકોની સંખ્યા 2001માં 1.26 કરોડથી ઘટીને 43.53 લાખ થઈ છે. જોકે આપણા દેશમાં બાળ મજુરી ગરીબી અને નિરક્ષરતા સાથે જોડાયેલી સામાજીક આર્થિક સમસ્યા છે. દેશમાં બાળ મજુરી નાબુદ કરવા માટે મજબૂત કાયદાઓ અને બંધારણીય જોગવાઈઓ હોવા છતા આજે ઘણી જગ્યાએ બાળ મજૂરો જોવા મળે છે.
2016માં આપણે કાયદામાં સુધારો કરી ને 14 વર્ષથી ઓછી વયના બાળકોને રોજગાર આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો છે. બાળ મજુરી નાબુદી સામેના પડકારોમાં સામાજીક, આર્થિક પરિબળો ઉંડાણ પૂર્વક જોડાયેલા છે. જે નાબૂદી માટે એક જટીલ સમસ્યા બની છે. ગરીબી અને બેરોજગારી પવિારોને પૂરક આવક માટે તેમના બાળકોને કામ પર મોકલવા પડે છે. ગરીબી બેરોજગારી સાથે શિક્ષણ સુવિધાનો અભાવ, નબળા કાયદા અમલીકરણ, સામાજીક સ્વીકૃતિ અને જાગૃતિનો અભાવ સાથે અનૌપચારિક ક્ષેત્રનો વ્યાપ વધતો હોવાથી તેનું નિયમન કરવું મુશ્કેલ છે. આ દિવસની ઉજવણી દુનિયામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) દ્વારા કરવામાં આવી હતી. વિશ્ર્વએ આ વર્ષે બાળ મજુરીના અંતનું વચન આપેલ હતુ છતા આજે વિશ્ર્વમાં 16 કરોડ બાળકો બાળ મજુરીમાં જોડાયેલા જોવા મળે છે. આજે પણ ઘણા પરિવારો એવા છે, જેમાં સ્ત્રી-પુરૂષો અને બાળકોએ જીવન ટકાવવા માટે કામ કરવું અનિવાર્ય છે. યુનિસેફના અહેવાલ મુજબ 2020 કરતા આ વર્ષે એકાદ બાળકોનો ઘટાડો જોવા મળે છે.
2000થી બાળ મજુરીમાં ફસાયેલા કરોડો બાળકો ખૂબજ જોખમી કામમાં જોડાયેલા છે. એક વાત સમજવી જરૂરી છે. કે બાળ મજુરીમાં ઘરના કામનો ઉલ્લેખ નથી થતો. બાળ મજુરી પ્રણાલીમાં બાળકો ઘણીવાર શિક્ષણ મેળવવા માટે સંઘર્ષે કરે છે,જેના બદલામાં તેમની ભવિષ્યની તકો સાથે સમાધાન કરે છે. રિપોર્ટમાં આર્થિક અને સામાજીક દ્રષ્ટિકોણથી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારી ક્ષેત્રોમાં કાર્ય કરતા સંકલિત નિતીગત ઉકેલો માટે હાકલ કરી છે. બાળ મજુરીનો અંત લાવવા માટે, સામુહિક રીતે સોદા બાજી કરવાનો અધિકાર સલામત કાર્યનો અધિકાર સહિત માતા-પિતાના અધિકારોનું સમર્થન કરવું પણ મહત્વ પૂર્ણ છે.
ઓછા ભંડોળને કારણે તેની નાબુદીમાં ઘણા અવરોધો પણ જોવા મળે છે. ‘બાળપણના સપના-ઓછા ભંડોળવાળા અને અધુરા ગણાય છે. બાળ મજુરી અટકાવીને બાળકોનું ભવિષ્ય બચાવવું જરૂરી છે. આજની 21મી સદીમાં બાળકો માટે શાળા જરૂરી છે. નહી કે કારખાનું કે મજુરી આજે આપણે કયાં સુધી આંખ આડાકાન કરીશું? તે નકકી કરવાનો સમય આવી ગયો છે. સગીર વયની વ્યકિત પાસેથી વેતનના બદલામાં કરાવવામા આવતો શ્રમ એટલે બાળમજુરી જેનો ઉદભવ દારૂણ ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવા કારણોથી થયો છે.
બાળ મજુરી એ માનસિક, શારીરીક, સામાજીક અને નૈતિક રીતે હાનિકારક છે. આ એક વૈશ્ર્વિક સમસ્યા છે, જે દરેક દેશમાં જોવા મળે છે. યુનિસેફના એક અહેવાલ મુજબ સંગઠિત કે અસંગઠીત ક્ષેત્ર કામ કરતા બાળ શ્રમિકોની કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્ર્વમા સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. દેશના વધાયે અથતંત્રમાં બાળ મજૂરો વધુ છે. જેમાં હોટલ, ફેકટરી, બાંધકામ ક્ષેત્ર, જોખમી વ્યવસાય જેવા ફટાકડા, ઈટોના ભઠ્ઠા, કૃષિક્ષેત્ર, ખેતમજુર, પશુપાલન, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિમાં વધુ જોવા મળે છે.
વિશ્ર 2025 સુધીમાં બાળ મજુરી નાબુદ કરવાના લક્ષ્યને ચૂકી ગયું
વૈશ્ર્વિક સ્તરે બાળ મજુરી નાબુદીના અહેવાલ મુજબ બાળ મજુરી લગભગ અડધી થઈ ગઈ છે. 2000થી 24.6 કરોડથી 13.08 કરોડ થઈ છતા વર્તમાન દર ખૂબ ધીમો છે. અને તેથી જ વિશ્ર્વ 2025 સુધીમાં વૈશ્ર્વિક નાબુદી લક્ષ્ય સુધી પહોચવામાં સફળ નથી રહ્યું. ગરીબી બેકારી જેવા ઘણા મુદાઓ તેની નાબુદી આડે વિઘ્ન બની રહ્યા છે.
આ વર્ષની ઉજવણીથીમ ‘સલામત અને સ્વસ્થ પેઢી’ છે: બાળ મજુરીની રોકથામ માટે ચાઈલ્ડ લાઈન 1098 ઉપર ફોન કરી શકો છો: વિશ્વમાં 16 કરોડથી વધુ બાળકો
આજે પણ બાળ મજુરીમાં જોડાયેલા છે, જે દુનિયાના દર 10 પૈકી એક બાળકને અસરકરે છે: વિશ્ર્વના અડધા ઉપરના બાળકો જોખમી વ્યવસાયમા જોડાયેલા છે
અરુણ દવે