Abtak Media Google News

નાણાકીય વર્ષ 2021ના પ્રથમ કવાર્ટરમાં સોનાની માંગમાં 37 ટકા જેટલો તોતીંગ ઉછાળો: સોનાના બિસ્કીટ, ઈ-ગોલ્ડ અને ઈટીએફમાં રોકાણનું ચલણ વઘ્યું

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના સતત વધતા કેસ સાથોસાથ આર્થિક બાબતે પણ ચિંતાનો વિષય બની ગયા છે. આવી સ્થિતિમાં લોકો રોકાણ માટેનું સુરક્ષિત વિકલ્પ તરફ નજર દોડાવી રહ્યા છે. શેરબજાર કે જમીન મકાનમાં રોકાણ કરવાની ઈચ્છા ના હોય તેવા લોકો સૌથી સુરક્ષિત રોકાણ સમાન સોનામાં રોકાણ કરવા આકર્ષાયા છે.આંકડા મુજબ લોકડાઉન બાદ સોનામાં માંગ વધી છે. જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન સોનાની માંગમાં 37 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં સોનાની માંગ 102 ટન હતી, જેની સરખામણીએ ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં 140 રન થવા પામી છે.તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં જ્વેલરીની ડિમાન્ડ 39 ટકા વધી હતી. આ સાથે જ સોનાના બિસ્કિટ, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ, અને ઈટીએફમાં પણ રોકાણમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં લોકો નાની બચત યોજનાઓ તરફ વળ્યા છે. લોકોને બચતની કિંમત સમજાઈ છે. તેની સાથોસાથ બેંક અથવા તો ફિક્સ ડિપોઝીટમાં નાણાં રાખી મૂકવાની જગ્યાએ ગોલ્ડમાં રોકાણ થઈ રહ્યું છે. ઘણા લોકો શેરબજારને સુરક્ષિત રોકાણ માનતા નથી. આ ઉપરાંત નાના રોકાણકારો સરળતાથી મિલકતમાં રોકાણ કરી શકે તેમ નથી. બીજી તરફ સોનુ રૂપિયા બાદ સૌથી તરલ આર્થિક પાસુ છે, માટે સુરક્ષાના ધોરણે પણ સોનામાં રોકાણ વધ્યું છે.આ દરમિયાન ઇલેક્ટ્રોનિક ગોલ્ડ અને ઈટીએફ જેવા વિકલ્પોના કારણે પણ સોનામાં રોકાણ કરવાની પ્રવૃત્તિ સરળ થઇ ચૂકી છે. આ બંને વિકલ્પોમાં નાની રકમ પણ રોકાણ તરીકે ચૂકવી શકાય છે. હવે રોકાણ કર્યા બાદ સોનુ ફિઝિકલી રાખવું પડતું નથી, માટે જોખમ પણ ઓછું થઈ ગયું છે.સામાન્ય રીતે સોનાને માંગ અને પુરવઠા સાથે કોઈ લેવાદેવા નથી. અન્ય વસ્તુઓની સોનામાં માંગ વધે તો તેનો ભાવ વધતો નથી. સામાન્ય સંજોગોમાં સોનુ ડરના માહોલમાં સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરવામાં આવે છે.સોનું રોકાણ અથવા સોનું હોલ્ડિંગ સદીઓથી કરવામાં આવે છે. જૂના સમયમાં વિશ્વભરમાં ચલણ માટે સોનાનો ઉપયોગ થતો હતો. તદુપરાંત, સોનાનું રોકાણ નક્કર લાંબા ગાળાના રોકાણ તરીકે પણ સામે આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં સોનાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પણ,રોકાણ સોનામાં રોકાણકારો માટે સલામત આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે. આખા વિશ્વમાં ભારતીયોનો સોના તરફનો પ્રેમ ખ્યાતનામ છે. ભારતમાં સારા નરસા પ્રસંગોમાં પણ સોનુ મહત્વનું પાસું બની રહે છે. મહિલાઓ માટે સોનાને સ્ત્રીધન માનવામાં આવે છે. શરૂઆતથી જ સોનુ લોકોનું પસંદગીનું રોકાણ વિકલ્પો રહ્યું છે. કોરોના સંકટમાં પણ લોકો વધુને વધુ સોનામાં રોકાણ કરી રહ્યા છે. હાલ સોનામાં રોકાણના ઘણા વિકલ્પો છે જેમાં સોવરિન ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ ઇટીએફ ઘણા લોકપ્રિયstock છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.