Abtak Media Google News

ઘરેલુ ખાદ્ય ઉત્પાદકોના વ્યવસાયકારોના પ્રોત્સાહનોને લઈને નિકાસ ક્ષેત્ર બળવતર બનશે: ઘરેલુ ખાદ્ય ઉત્પાદકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વ્યવસાયની વ્યાપકતાની મળશે તક 

ઘર બેઠા ગંગા… ખોરાક સલામતી અને ગુણવત્તા આયોગ ભારત ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા એફએસએસએઆઈનું પ્રમાણપત્ર દરેક ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરતા એકમો માટે અનિવાર્ય હોય છે અને તે આસાનીથી મળતું નથી. તેના નિયમો અને શરતો પુરી કરવી જેવા તેવાનું કામ નથી. હવે સમય, સ્થિતિ અને સંજોગો બદલાયા હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા મોટી કંપનીઓની જેમ જ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા નાના એકમો અને ગૃહ ઉદ્યોગોને પણ ઘરબેઠા એફએસએસએઆઈનું પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એફએસએસએઆઈની છઠ્ઠી વાર્ષિક સભાનું શુક્રવારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે દહીતુલેએ જણાવ્યું હતું કે, એફએસએસએઆઈના પ્રમાણપત્ર વગર ખોરાક ઉત્પાદકોનું જથ્થાબંધ ઉત્પાદન અને નિકાસ કરવી શકય નથી તેવા સંજોગોમાં ખાદ્ય ઉત્પાદકોને ઘેરબેઠા આ પ્રમાણપત્ર મળી રહેશે.  આ વિભાગના ડાયરેકટર જયંત કુમારે જણાવ્યું હતું કે, દેશમાં કૃષિ સમૃધ્ધ પશ્ર્ચિમ બંગાળ એક જ  ખોરાક ઉત્પાદન માટે સક્ષમ નથી. દેશના તમામ રાજ્યોમાં આ તકો રહેલી છે. ત્યારે ઘરેલુ ખોરાક ઉત્પાદન અને ખાસ કરીને રોકાણ અને નિકાસને વધુ વેગવાન બનાવવા સરકારે એફએસએસએઆઈના પ્રમાણપત્ર સરળતાથી મળે તે માટે ચક્રોગતિમાન કર્યા છે. ભારતના ઘણા રાજ્યોમાં સીફૂડ મરીન પ્રોડકટ, શાકભાજી, ફળફળાદી, ચા, કોફી જેવી ચીજવસ્તુઓના ઉત્પાદનની વિશાળ તકો રહેલી છે ત્યારે ઉત્પાદકોને આ લાયસન્સ સરળતાથી મળી જાય તો તેમનો ધંધો વધુ વિસ્તૃત થઈ શકે તેમ છે. નાબાર્ડના ડો.એ.આર.ખાને જણાવ્યું હતું કે, ભારત પાસે સૌથી વધુ 3 મીલીયન ટન અનાજ ઉત્પાદન માટે જરૂરી જમીન છે. અને  કુલ અનાજ ઉત્પાદનના માત્ર 12 ટકા જેટલું જ રી-પ્રોસેસ થાય છે. હવે એફએસએસએઆઈના લાયસન્સની સરળતાથી ફળ ફળાદી, શાકભાજીમાંથી વિવિધ વસ્તુ બનાવવા એક મોટો ઉદ્યોગ ઉભો થાય તેમ છે.

ભારત સરકાર દ્વારા આરબીઆઈના સહયોગથી 2000 કરોડ રૂપિયાના અનુદાનથી અન્ન ઉદ્યોગ વિકસાવવાની તૈયારી કરી છે. જેમાંથી 700 કરોડ રૂપિયા આ ક્ષેત્રના વિકાસ માટે નાબાર્ડને ફાળવવામાં આવ્યા છે. વિનશ અશ્ર્વપુરમ્ના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ભારતમાં ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગની મોટી તકો રહેલી છે. એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના એ.કે.બેનર્જીએ જાહેર કર્યું હતું કે, સરકાર આંતર માળખાકીય સુવિધા અને આ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈ દ્વારા દેશમાં ફૂડ પ્રોસેસીંગ યુનિટનું એક વૈશ્વિક વાતાવરણ ઉભુ કરવા સરકાર પ્રતિબદ્ધ બની છે. ખેડૂત સંબંધી વિવિધ યોજનાઓ થકી દેશમાં ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગને વિસ્તૃત કરી સરકાર 2026-27 સુધીમાં સરકાર 10900 કરોડ રૂપિયાનું રોકાણ મેળવીને 27 ટકા જેટલી  વૈશ્વિક નિકાસ હિસ્સેદારી ઉભી કરવાનું લક્ષ્ય રાખી રહી છે.  ઈન્ડોફિલ ઈન્ડસ્ટ્રીના સીનીયર જનરલ મેનેજર જયંત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં આ ક્ષેત્ર ઓનલાઈન બિઝનેશનમાં પણ મોટુ કાઠુ કાઢશે. સરકારે નાના ખોરાક ઉત્પાદકોને ઘર બેઠા એફએસએસએઆઈનું પ્રમાણપત્ર આપવાનું નક્કી કરતા આ ક્ષેત્રને વિકાસની એક મોટી તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.