Abtak Media Google News
  • આજે સૌથી નાનું સૌથી મોટું રાખવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે શ્ર્વાનની દુનિયામાં પણ પોકેટ ડોગ પાળવાનો શોખ વધ્યો છે: શ્વાનની દુનિયાની વિવિધ પ્રજાતિઓમાં 400 ગ્રામથી લઇને 120 કિલોના કદાવર ડોગ પણ આવે છે
  • નાનકડી શ્વાન પ્રજાતિ પાળવામાં વિશેષ દરકાર લેવી પડતી હોય છે, ઘણીવાર તો માનવીના અથળામણનો ભોગબને છે: પરિવાર સાથે સહેલાઇથી હળીમળી જતા શ્ર્વાનો મહિલા-બાળકોને વૃધ્ધોને વધુ પસંદ પડે છે

આજે દુનિયામાં સૌથી મોટી વસ્તું સાથે સૌથી નાની વસ્તુઓનો પણ ક્રેઝ વધ્યો છે પછી એ મોબાઇલ હોય કે શ્ર્વાન. લોકોને બીજા કરતા અલગ દેખાડવા કંઇક નવું કરવું ગમે છે. શ્વાનની હજારો પ્રજાતિઓમાં અમુક ખુંખાર પ્રજાતિઓ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેને પાળતા હોય છે. સેફ્ટી ડોગ તરીકે મુખ્યત્વે જર્મન શેફર્ડ, રોટવીલર, ડોબર મેન, ગ્રેટડેન, મેસ્ટિફ અને સેન્ટ બર્નાડ પ્રથમ પસંદગી હોય છે. ચોરી કે અજાણ્યા લોકો ઘરમાં ન આવી જાય એટલે લોકો શ્વાનનો પાળતા હોય છે, જ્યારે અમુક પરિવારો સાવ નાનકડી પોમેરીયન જેવી બ્રીડ પાળે છે જે પરિવારના મહિલા સભ્યો કે વૃધ્ધો પણ હેન્ડલ કરી શકે છે.

નવા બદલાતા યુગમાં લોકોની નવી-નવી પસંદમાં નાના રમકડાં જેવા ‘ટોયબ્રીડ’ કે પોકેટ ડોગથી ઓળખાતા રમકડા જેવા શ્વાનને પાળવાનો ક્રેઝ વધ્યો છે. આજકાલ તો 400 ગ્રામના નાના ટોયબ્રીડથી લઇને 120 કિલોના કદાવર ડોગ લોકો પાળી રહ્યા છે. આપણે મોટા ભાગે સફેદ નાના પોમેરિયન વધુ જોયા હોય છે પણ વિશ્ર્વભરમાં એથી પણ નાની ટોયબ્રીડના ઘણા શ્ર્વાનો જોવા મળે છે. રમકડાં ટાઇપના શ્વાનનો પરંપરાગત રીતે નાના ડોગ કે શ્વાનની નાની પ્રજાતિ તરીકે ઓળખાય છે, જેના વિવિધ પ્રકારોમાં સ્પેનીલ્સ, પિન્સર અને ટેરિયર્સનો સમાવેશ થાય છે.

દુનિયાભરમાં યોર્કશાયર ટેરિયરએ રમકડાની સૌથી લોકપ્રિય ટોયબ્રીડ જાતિ પૈકી એક છે. વાળ વિનાની ચાઇનીઝ ક્રેસ્ટેડ ડોગ પણ ડોગ લવર પરિવારની પસંદ હોય છે. માત્ર 400 ગ્રામનું ચિહુઆહુઆ કે ચીવાવા અને પેપીલોન પણ ખૂબ જ રૂપકડા નાના ડોગ હોય છે. ટોયબ્રીડ કે પોકેટ ડોગ અમુક ડોગ તો હાથની હથેળીમાં પણ આવી જાય તેટલા નાના હોવાથી તેની ઘણી તકેદારી રાખવી પડતી હોય છે. આજ શ્રેણીના જાપાનીઝ ચિન, પુડલ, ટોપયુડલની પાછળ પણ શ્ર્વાન લવરો દિવાના હોય છે. ટોયબ્રીડને કપડા, ટોપી, ટાઇ, ચશ્મા પહેરાવીને બહાર લઇ જવાનો ડોગપ્રેમીઓને અનેરો આનંદ હોય છે. વિદેશોમાં તો ટોયબ્રીડના ફેશન શો વખતે ધરણી પર સ્વર્ગ જેવું વાતાવરણ ખડું થઇ જાય છે.

Shutterstock 676832698 1024X683 1

ટોયબ્રીડ રજીસ્ટ્રીમાં જોવા મળતા ડોગ્સ ખૂબ જ પ્રાચિન લેપડોગ પ્રકારના હોઇ શકે છે. આદીકાળના શિકારી શ્ર્વાન અને વર્કીંગ ડોગ કેટેગરી કરતાં આવા નાના સંસ્કરણોના ડોગને શ્ર્વાનપ્રેમીઓ વધુ પ્રેમ કરતાં જોવા મળે છે. અમુક રમકડા જેવી શ્ર્વાનબ્રીડ વિકસાવવામાં પણ આવે છે, જેના કદ, આકાર ફેરફાર જોવા મળે છે. ભૂતકાળમાં પણ પહાડી વિસ્તારોમાં શિકાર માટે નાની બ્રીડ વિકસાવી હતી જે કાળક્રમે ગામ, શહેરનાં બંગલાની શોભા સાથે પરિવારનું લાડકું સભ્ય બની ગયું હતું.

દરેક કેનલ ક્લબ કે પેટ લવર કે ડોગ લવર ગૃપમાં નાની બ્રિડ માટે અલગ પ્રકારનું જૂથ જોવા મળે છે. આપણાં ભારત દેશ કરતાં વિદેશોમાં આવા જૂથો ખૂબ જ સક્રિય હોય છે. બહાર જતા કે આવતા સમયે નાનકડા બાસ્કેટમાં ડોગ રાખીને શ્ર્વાન લવરો જોવા મળે છે. કદ અને આકાર પ્રમાણેના જૂથો વિશ્ર્વભરમાં જાણીતા બન્યા છે, આ જૂથને ‘ટોયગૃપ’ કહેવાય છે. 2008માં અમેરિકન કેનલ ક્લબે આવા ટોય જૂથનું નામ બદલીને ‘કમ્પેનિયન’ રાખેલ હતું.

Pomeranian
OLYMPUS DIGITAL CAMERA

અમુક લોકો વિશ્ર્વમાં એવું પણ માને છે કે શ્ર્વાન રમવાની વસ્તું નથી તેથી તેની સાથે પણ અન્ય શ્ર્વાનોની જેમજ દરકારને આદર રાખવો જરૂરી છે. કમ્પેનિયન ડોગ તરીકે વર્ગીકૃત શ્ર્વાનોની જાતિ, રંગ, કદ વિગેરે જોવામાં આવે છે. અમુક વિશ્ર્વના દેશો તો તેના રાષ્ટ્રધ્વજ સાથે તેના દેશની ટોયબ્રીડને પ્રચાર-પ્રસાર કરે છે. બીચોન ફ્રિઝ, બોલો ગ્રીસ, બોસ્ટન ટેરિયર, કે વેલિયર કિંગ ચાર્લ્સ સ્પેનિયલ, ચિહુઆહુઆ, કોટન ડીટ્યુલર, ચાઇનીઝ ક્રેસ્ટેડ ડોગ, ફ્રેન્ચ બુલડોગ, હવાનીઝ, જાપાનીઝ ચિન, ગ્રિફોન બ્રક્સે લોઇસ, સ્પેનિલ, લોચેન, પેપિલોન, લાસા અપ્સો, માલ્ટિઝ, મીન્કી, યુડલ વિગેરે જેવી નાનકડી ડોગ બ્રિડ પાછળ આજનો યુવા વર્ગ પણ દિવાનો બન્યો છે.

A818C4D80A1587Bcb91602Bb9B7D0793

દરેક દેશ માટે તેની મુખ્ય રાષ્ટ્રીય કેનલ ક્લબ દ્વારા તેના દેશની ડોગ પ્રજાતિની સૂચી હોય છે, જેને ટોયબ્રીડમાં ગણના થાય છે. અમુક દુર્લભ જાતિઓ કેનલ ક્લબ મંજૂરી આપે પછી તેનો સમાવેશ કરાય છે. પોમેરિયનને પોમ તરીકે ઓળખાય છે. એ સ્પિટ્ઝ પ્રકારના ડોગની એક જાત છે. મધ્ય યુરોપ, ઉત્તર-પૂર્વ જર્મનીને પોમેરિયન ક્ષેત્ર ગણવામાં આવે છે. તેના નાનકડા કદને કારણે રમકડાંની ડોગ પ્રજાતિ ગણવામાં આવે છે. જર્મન સ્પિટ્ઝ જાતિને વામન સ્પિટ્ઝ તરીકે ઓળખાય છે. 18મી સદીમાં શ્ર્વાન માલિકોમાં નાની બ્રિડ ખૂબ જ જાણીતી બની હતી જેમાં રાણી વિક્ટોરીયા પાસે નાના પોમેરિયન હતા. 17મી સદીના વિવિધ રાજાશાહીના પોટ્રેટમાં નાનકડા ડોગ જોવા મળે છે.

દુનિયાની સૌથી નાની ટી-કપ ડોગ પ્રજાતિ !!

 

દુનિયામાં આજે 15થી વધુ સાવ નાનકડી પ્રજાતિ તેના રંગ, રૂપ, આકારો, કદને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ડોગ પોકેટ ડોગના સંસ્કરણો છે. દુનિયામાં પહેલાથી જ નાની ડોગ બ્રિડ લોકો પાળી રહ્યા છે. ટોય કેટેગરીને ટી-કપ ડોગ પણ કહેવાય છે. અમુક ટચુકડી શ્ર્વાન પ્રજાતિને મુવિ સ્ટાર્સ કે પોપ ગાયકો કરતાં પણ વધુ પ્રસિધ્ધી મળી છે. આવા ડોગ પાળનાર તેના શ્ર્વાનોને ભરપૂર પ્રેમ કરીને સંતાનોથી પણ વધુ દરકાર રાખતા હોય છે. નાનકડા ડોગને પણ મોટા ડોગ જેમ જ તાલિમ અપાય છે. દુનિયાની ટી-કપ ડોગ પ્રજાતિમાં પુડલ, ચિહુઆહુઆ, મીની માલ્ટિઝ, રશિયન ટોયડોગ, મીની સગડ, ટી-કપ પોમેરિયન, યોર્કી, પોકેટ સીટ્ઝું, બીચોન, પોમેસ્કી, ગ્લોવ બીગલ, ફ્રેન્ચ બુલ ડોગ, સ્લીવપેકિંગીઝ જેવી ટોયબ્રીડનો સમાવેશ થાય છે. આજે ગુગલના માધ્યમથી આવી બ્રિડનાં ફોટા આપણે જોઇ શકીએ છીએ. તેનું વજન માત્ર બે થી છ પાઉન્ડ વચ્ચે હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.