- રાજ્યમાં બે સ્થળે સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
- 27948 બોટલ દારૂ, પાંચ વાહનો, 10 મોબાઇલ અને રોકડ મળી રૂપિયા 1.04 કરોડનું મુદ્દામાલ કબજે, બુટલેગર સહિત શખ્સની ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવી રાજ્યમાં બે સ્થળોએથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ખેડાને ઝાલાવાડ પંથકમાં દરોડા પાડતા સ્થાનિક પોલીસમાં ફફલેટ મચી જવા પામ્યો છે ખેડા જિલ્લાના કનેરા ગામે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂપિયા 64.74 લાખની કિંમતનો 27948 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત આઠ શખ્સોની ધરપકડ કરી દારૂ, પાંચ વાહનો ,10 મોબાઇલ અને રોકડ મળી રૂપિયા 1.04 કરોડનો મુદ્દામાલ કબજે કરે નાશી છૂટેલા છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજ્યમાં દારૂ બંધીનો કડક અમલ કરવા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ આપેલી સુચના ને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કેટી કામરીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ખેડા નજીક આવેલા કનેરા ગામે રાજસ્થાનનો વિકાસ પરમાનંદ યાદવ નામના બુટલેગર વિદેશી દારૂના કટીંગ કરતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એસ આર શર્મા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂપિયા 64. 75 લાખની કિંમતનો 279 48 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર વિકાસ યાદવ, ખેવારામ લાભુરામ દેવાસી, દિનેશ મદન શર્મા, સુરેશકુમાર જાટ, વિજય મથુરામ, સૌરભ રાજેન્દ્રસિંહ, યોગેશ દિલીપ અને જીતેન્દ્ર માનસિંગ તેમજ બાળ આરોપી સહિત 9 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દરોડા દરમિયાન પાંચ વાહનો, દારૂ, 10 મોબાઈલ અને રોકડ મળી રૂપિયા 1.04 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે ધરોડા દરમિયાન નાસી છૂટેલા 6 શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા વિકાસ યાદવની પૂછપરછ માં આ ગોડાઉન મનીષ અશોક શર્મા એ ભાડે રાખ્યું હતું તેમજ વજારામ જયરામ બિસ્નોઈ, રાજુભાઈ માલી, ભાવનગરના વિજયરાજસિંહ, તેમજ પીકઅપ અને કારના ચાલક મળી 600 ની શોધ ખોળ હાથ ધરી છે.
- સુરેન્દ્રનગરમાં મકાનમાંથી 1051 બોટલ દારૂ પકડાયો
- એસએમસીએ દરોડો પાડી રૂ.3.28 લાખનું મુદ્દામાલ કબજે કર્યો, બુટલેગર સહિત બેની શોધખોળ
સુરેન્દ્રનગર શહેરના પંચાયત ની સામેની શેરીમાં મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૂપિયા 3.28 લાખની કિંમતનો 1051 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો છે. દરોડા દરમિયાન બુટલેગર અને મકાન ભાડે રાખનાર સહિત બંને છૂટતા શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન ઝાલાવાડ પંથક માં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે એસએમસીનો સ્ટાફ પેટ્રોલિંગ માતા ત્યારે શહેરના પંચાયત ની સામેની શેરીમાં આવેલા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ માટે છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ હેલ્દી મહેતા સહિતના સ્ટાફેદ રોડ પાડ્યો હતો ધરોડા દરમિયાન રૂપિયા 3.28 લાખની કિંમતની 10051 બોટલ દારૂ મળી આવતા કબજે કર્યો હતો દરોડા ની ગંધ આવી જતા દારૂનો જથ્થો મંગાવનાર સલીમ સુલેમાન મોવર નામના બુટલેગર અને મકાન ભાડે રાખનાર એજાજ હાજી મોટવાણી સહિત બંને શખ્સો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.