સુચારૂ વહીવટ જ આવતા દિવસોમાં ચૂંટણીનું કમ્પેઈન બની જશે

0
59

4 રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટણીમાં મતદારોનો જોક સુશાસન અને પ્રજા વિકાસના કાર્યો કરનાર તરફ રહ્યો: આવનાર દિવસો સુચારૂ વહીવટ જ ચૂંટણી મુદ્દો બની જાય તેવા પગરણનો પ્રારંભ

ભારતની પરિપક્વ બની રહેલી લોકશાહીમાં હવે મતદારોની પસંદગી અને રાજકારણીઓ માટે યોગ્યતાના પરિમાણો બદલાઈ રહ્યાં હોય તેમ હવે આવનાર દિવસોમાં મોટી ખોટી વાતો અને ભ્રામણ પ્રચારનું કૃત્રિમ વાતાવરણ મતદારોને ભોળવી શકશે નહીં. રાજકારણીઓ માટે પણ પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના તાજેતરમાં આવેલા પરિણામોએ એક નવી દિશા બતાવી દીધી છે. આવનાર દિવસોમાં સુશાસન જ ચૂંટણી મુદ્દો બની જશે. મતદારોને ભોળવવા માટે અત્યાર સુધી અજમાવવામાં આવતા ધર્મ, જ્ઞાતિ અને પક્ષના વાયદા અને વિચારધારા પર લડવામાં આવતું ચૂંટણીનું ક્ધટેઈન હવે બદલાયું હોય તેમ મતદારોની સુશાસન જ વધુ માફક આવે છે. જે પક્ષ, વ્યક્તિ પોતાના કાર્યકાળ દરમિયાન સારૂ કામ કરે તેને જ મતદારોનો સહકાર મળે છે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટણીના પરિણામોએ દેશના રાજકારણ અને રાજકીય નેતાઓ માટે એક એવો સંદેશો આપ્યો છે કે, લોકો હવે ખોટા વાયદા, વચનોને બદલે સુશાસનને પસંદ કરે છે.

ભાજપનો રથ પશ્ર્ચિમ બંગાળમાં પોતાનો વિજય પ્રસ્થાપિત કરવામાં એટલા માટે સફળ નથી થયો કે, રાજ્યમાં કોઈ અન્ય નેતાઓ મમતા બેનર્જીની લોકપ્રિયતાના પેઘડામાં પગ નાખી શક્યા નથી. અગાઉ સંસદ અને અત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના સુશાસનને લોકોએ આદર આપ્યો છે. લાંબાગાળાની ગણતરી મુજબ મતદારોએ પાયાની જરૂરીયાતો અને સ્થાનિક આગેવાનોની લોકપ્રિયતાથી પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને વિજય અપાવ્યો હતો. અગાઉના દાયકામાં ઈન્દિરા ગાંધીની સ્ટાઈલમાં મુખ્યમંત્રીના ગામની જાહેરાત અને લોકોમાંથી મુખ્યમંત્રી પસંદ કરવાની પધ્ધતિઓનું પ્રતિબિંબ પશ્ર્ચિમ બંગાળમાં દેખાયું હતું.

યોગી આદિત્યનાથ જેવા આક્રમક વિચારસરણી અને હિન્દુત્વની લહેરના હિરો ઉત્તરપ્રદેશમાં સફળ મુખ્યમંત્રી તરીકેની છાપ ધરાવતા યોગી આદિત્યનાથનું પન્નુ પણ પશ્ર્ચિમ બંગાળમાં ચાલ્યું નથી. યોગી આદિત્યનાથની વિચારશૈલી અને ઉત્તરપ્રદેશમાં કરેલા કામોની મોટી યાદી હોવા છતાં બાંગ્લાદેશમાં તૃણમુલ કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફર્ક પડ્યો નથી. યોગી આદિત્યનાથ માત્ર મુખ્યમંત્રી નથી પરંતુ તે કેન્દ્રના રાજકારણમાં પણ સક્રિય રહ્યાં છે.

આસામની પરિસ્થિતિની વાત કરીએ તો આસામમાં વગદાર નેતાઓ અને પક્ષના માળખા અને મુસદા અન્ય રાજ્યોમાં આસામ, પોંડીચેરીમાં પિનારી વિઝવન જેવા નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માને લઈને જ્યોતી બસુ અને સીપીઆઈએમના પ્રખર નેતા પ્રમોદદાસ ગુપ્તાના મૃત્યુ અને વિજયનની અગાઉની લોકપ્રિયતામાં તેમણે કરેલા કામોથી જ તેમના માપદંડો નીકળતા હતા.

સુશાનનો મતદારો પર ખુબ મોટો પ્રભાવ હોય છે. તામિલનાડુમાં પણ આ ફેકટર આ વખતથી દેખાયું. ઈદાપદી પલ્લનીસ્વામીનું રાજકારણ જયલલીતાના અગાઉના રાજકારણ અને 10 વર્ષના શાસનમાં આ વખતે એન્ટી ઈન્કમબન્સી મતોનું ધૃવિકરણ ભાજપે ટીએમસી સામે કોઈ મોટો કરિશ્મા કરી શક્યો નથી. મમતાના વિકાસલક્ષી રાજકારણ સામે ભાજપના સ્થાનિક આગેવાનોની મહેનત છતાં માત્ર 5 ટકા મતોનું જ ફેરફાર થયો હતો. 2019માં ટીએમસીના મત પ્રમાણમાં 5 ટકાનો ફેર પડ્યો છે. ભાજપ પશ્ર્ચિમ બંગાળમાં બહુ ફાવ્યું નથી પરંતુ તેનું કદ વધ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને સ્થાનિક ધોરણે મમતાના કરેલા કામોએ બહુ ખામવા દીધા નથી. વિકાસનો નકશો અને કોરોના મહામારીમાં સરકારે કરેલી કામગીરીથી બંગાળમાં સરકારને લાભ થયો હતો. ભાજપ અને કોંગ્રેસ સહિતના તૃણમુલ કોંગ્રેસના હરિફોને સ્થાનિક ધોરણે સરકારે કરેલા કામનો ફાયદો થયો. પંજાબમાં અકાલી દળ સાથે ભાજપે ગઠબંધન કર્યું છે. કૃષિ કાયદા અને અન્ય પરિબળો પણ તેમા દેખાયા છે. ઉત્તરાખંડમાં ભાજપના નબળા દેખાવો અને બ્રાન્ડ મોદીનું તત્વ પણ ગૌણ બની ગયું છે. હવે આવનાર દિવસોમાં માત્રને માત્ર સુશાસનને જ લોકો અપનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here