તસ્કરો બન્યા બેફામ: એક સાથે ચાર મકાનમાં કરી ચોરી

સંતરામપુરમાં દિવસે ને દિવસે તસ્કરો બેફામ બનતા જાય છે. ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ ચાર ચોરીના બનાવો સામે આવ્યા છે. સંતરામપુર નગરમાં બ્રહ્માણવાડ વિસ્તારમાં ચાર મકાનના તાળા તુટ્યા હતા. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવામાં પામી છે.

સંતરામપૂરમાં ૪માંથી બે બનાવ મકાન બાયપાસ રોડ પાસે બન્યા હતા અને બીજા બે મકાન બ્રહ્માણવાડ વિસ્તારો થયા હતા. કુલ ચાર મકાનમા ચોરી થતા તંત્ર કામે લાગ્યું છે. તસ્કરોના વધેલા આતંકના લીધે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો છે.

 

ચાર ઘરમાં થયેલી ચોરી ઉપરાંત સ્થાનિક રહેવાસી શબ્બીરભાઈના ધર પાસે મુકેલ બાઈકની પણ ગઠિયાઓ દ્વારા ઉઠાંતરી કરવામાં આવી છે. આ બાઈક નંબર GJ 35 E.5207 છે. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે અને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામા આવી છે.