Abtak Media Google News

સિટી પોલીસ મથક ખાતે મકાન માલિકો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે ચોરી લૂંટફાટના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે શિયાળાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 63 અલગ અલગ જગ્યા ઉપર ચોરીના બનાવો સામે આવ્યા પામ્યા છે ત્યારે હાલમાં શિયાળાની ઋતુ પૂર્ણ થવાને આરે છે ત્યારે તસ્કરો હાલમાં બેફામ  શહેરી વિસ્તાર અને જિલ્લામાં બનતા જઈ રહ્યા છે ત્યારે  શહેર વિસ્તારમાં એક જ રાત્રિમાં  દાળમિલ રોડ ઉપર આવેલી અલગ અલગ બે સોસાયટીઓમાં તસ્કરો દ્વારા રહેણાંક મકાનને નજરમાં રાખી અને રોકડ ઘરેણાની ચોરી કરી અને હાલમાં તસ્કરો પલાયન થઈ જવા પામ્યા છે.

ં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે ત્યારે  શહેરની દાળમિલ રોડ ઉપર અલગ અલગ બે મકાનમાં તસ્કરો દ્વારા રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇને નકૂચા બારણા તોડી અને ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ અને ઘરેણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ  સિટી પોલીસ સ્ટેશનમાં મકાન માલિકો દ્વારા નોંધાવવામાં આવી છે ત્યારે હાલમાં પોલીસ દ્વારા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

દાળમિલ રોડ ઉપર આવેલી રામ સોસાયટી માંથી મકાનમાં પ્રવેશ મેળવી નકૂચા તોડી અને રોકડ રૂપિયા ની ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે હેમાંગભાઇ સોલનામાં જાતે ચું. ક ળી ઉવ-50 ધંધો-નોકરી રહે. રતન 5ર રામેશ્વર ટાઉનશીપ દવારા આ બાબત ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સોસાયટીમાં વસવાટ કરતાં હેમાંગ ભાઈના મમ્મી પૈસા લેતીદેતી મામલે બેંકે ગયા હતા અને તસ્કરોએ આ બાબતની જાણકારી મેળવી અને શહેરની રામ સોસાયટી વિસ્તારમાં આવેલ મકાન માટે નકૂચા તોડી અને કબાટમાં પડેલા નાણાની ઉઠાંતરી કરી હોવાની પોલીસ ફરિયાદ  સિટી પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી છે.

જ્યારે બીજા બનાવમાં શહેરની દાળમિલ રોડ ઉપર આવેલી વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ રામભાઇ ચાવડા ના મકાન માં રાત્રી દરમ્યાન ચોરો દ્વારા પ્રવેશ મેળવી અને ઘરના નકૂચા તોડી અને તિજોરીમાં પડેલાં ઘરેણાં અને રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ પણ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ ઉપર તસ્કરો બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ વર્તાય રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વધતા બનાવ ના મામલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે એક જ સોસાયટીમાં અલગ અલગ બે મકાનોના તાળા તોડી અને તસ્કરો દ્વારા રોકડ રૂપિયા અને ઘરેણાંની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવના મામલે સ્થાનિક લોકોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ અને જિલ્લા પોલીસ વડા અટકાવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરતો હોમગાર્ડ હોવા છતાં અને રાત્રે બંદોબસ્ત હોવા છતાં પણ શહેરની મુખ્ય સોસાયટીમાં ચોરીના બનાવો થઈ રહ્યા છે તે એક પોલીસ કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા કરી રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં અને એક જ રાત્રિમાં દાળમિલ રોડ વિસ્તારમાં આવેલા બે મકાનોના તાળા તોડી અને તસ્કરો દ્વારા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ શહેરના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત જિલ્લામાં પણ ચોરીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તસ્કરો બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસ પણ ચોરીના ગુના ડિટેક્ટ કરવામાં અસમર્થ નીવડી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને રાત્રી દરમિયાન પેટ્રોલીંગ વધારી હોમગાર્ડ ની ટીમ આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.