ચોટીલામાં પોલીસ મથકની પાસે જ બે મંદિરોમાં તસ્કરોનો હાથફેરો

નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે માઇભકતો માતાજી ના મંદિરમા  ડેકોરેશન અને ગરબા ના આયોજન માટે તૈયારીઓ કરી્રહ્યા છે ત્યારે પોલીસ  સ્ટેશન ની  એકદમ નજીક મા જ આવેલા બે મંદિરો માં તસ્કરો ત્રાટકતા આસપાસ ના લોકો દ્વારા પોલીસ ને જાણ કરવામાં  આવી.જેમાં વઢવાણા પરીવાર ના મઢ માંથી પરચુરણ અને પોલીસ લાઇન ની ગરબી જ્યાં થાય છે તે અંબેમાંના મંદિર માંથી પણ પરચુરણ રુપિયા ની ચોરી તાળુ તોડી ને કરવામાં  આવી.

અત્રે  એ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા આજ  મઢમાંથી લાખો રુપિયા અને ચાંદી ના છત્રની ચોરી થઇ હતી જે હજુ સુધી ચોરી નો ભેદ ઉકેલાયો નથી.પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો અગાઉની ચોરી નો પણ ભેદ ઉકલી શકે છે એવૂ આજુબાજુ ના રહેવાસીઓ નુ માનવુ છે.