Abtak Media Google News
પરિવાર સાથે બહાર  ગામ ગયાને શખ્સોએ કર્યો હાથ ફેરો: પોલીસે   જાણભેદુ  હોવાની  શંકાએ  તપાસનો  ધમધમાટ  આદર્યો

અબતક, સંજયદિક્ષિત, ઈડર

ઈડરના વલાસણા હાઈવે રોડ પર આવેલી જનકપુરી સોસાયટીમાં રહેતા  ડોકટર કલ્પેશભાઈ ડેડુન તેમના પરિવાર સાથે બહાર ગામ ગયાં હોવાથી અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનની ચોપાડની જાળી તથા મુખ્ય દરવાજાનું તાળું તોડી દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી મકાનના પાછળના ખંડમાં મુકેલ તિજોરીમાં મુકેલ પ્લાસ્ટિકના બોક્સમાં  પેક કરી રૂ.200000/- તથા તેમના માતા પિતાના સોના ચાંદીના દાગીના જેમાં 200 ગ્રામ વજનના સોનાના બિસ્કિટ નંગ-2 જેની કિંમત રૂ.1000000/- તથા અડધા તોલાની સોનાની વીંટી નંગ-1 કિંમત રૂ.25000/- તથા એક તોલાની સોનાની પાંચી કિંમત રૂ.50000/- તથા એક તોલાની ચાંદીની વીંટી નંગ-2  કિંમત રૂ.500 તથા ચાંદીના છડા કિંમત રૂ.3500/- તથા 200 ગ્રામનો ચાંદીનો કંદોરો નંગ-1 કિ.રૂ.7000/- તથા એક ચાંદીનું મંગલસૂત્ર કિ.રૂ.1000 નું મળી કુલ રૂ. 12,87000/- ની મત્તાની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા ત્યારબાદ મકાન માલિક ઘરે પરત ફરતા જોયું તો મકાનનું તાળું તુટેલુ હતું  મકાનની અંદર જોતાં માલુમ પડયું કે ચોરી થઈ છે ત્યારે મકાન માલિકે ઈડર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોધાઈ હતી ત્યારે ઈડર પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાતા જીલ્લા એસ.ઓ.જી તેમજ ડોગ સ્કોર્ડ સહિતની ટીમો બોલાવાઈ હતી અને ચોરીની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.