Abtak Media Google News

ક્યુઅલકોમએ થોડા જ દિવસો પહેલા યોજેલ ઇવેન્ટમાં તેનો ફ્લેગશિપ પ્રોસેસર Snapdragon 8 Gen 2  લોન્ચ કર્યું હતું. પ્રોસેસરની લોન્ચ કર્યા બાદ Oppo, Oneplus, Motorola સહિતના ઘણી મોબાઈલ કંપનીઓએ જાહેર કર્યું છે કે તેમના આવનારા ફ્લેગશિપ મોબાઈલમાં આ નવું Snapdragon 8 Gen 2  પ્રોસેસર હશે.

આ પ્રોસેસર મોબાઈલની પરફોર્મન્સ સુધારશે અને નવા ફીચરસ લાવી શકે છે. આ મહત્વપૂર્ણ 8 ફીચર્સ 2023ના લોન્ચ થનારા પ્રીમિયમ મોબાઈલમાં આવી શકે છે :

  1. નવી ટ્રાઇ-ક્લસ્ટર ડિઝાઇન છે જે તમારા મોબાઇલના હાલના પ્રોસેસર કરતાં 3 ગણું વધુ સારું CPU પરફોમન્સ આપશે
  2. ​Snapdragon 8 Gen 2 પ્રોસેસરમાં ગેમિંગ પરફોમન્સ સુધારવા નવું એડ્રીનો GPU છે. જે તમારા ગેમિંગમાં 25 ગણો વધુ સુધારો કરશે અને સારા ગ્રાફિક સાથે ગેમ્સ રમી શકાશે
  3. ​હાલના 5G મોબાઈલમાં ફક્ત સિંગલ SIM 5G સપોર્ટ મળે છે. પરંતુ હવે Snapdragon 8 Gen 2 પ્રોસેસરની મદદથી ડ્યુઅલ 5G SIMનો સપોર્ટ મળશે. જેથી મોબાઈલના બંને SIMમાં 5G કનેક્શન જળવાઈ છે
  4. ​Snapdragon 8 Gen 2 Wi-Fi 7ના સપોર્ટથી સજ્જ હશે. Wi-Fi 7 320MHz ચેનલ બેન્ડવિડ્થને સપોર્ટ કરે છે જે વિશાળ ચેનલ છે અને 40Gbps સ્પીડ સુધી અને વધુ સારી રેન્જને સપોર્ટ કરશે.
  5. ​હાલના સ્માર્ટફોન્સમાં Bluetooth દ્વારા એક જ ડિવાઇસ કનેક્ટ થાય છે.પરંતુ Snapdragon 8 Gen 2 પ્રોસેસરવાળા ફોનમાં ડ્યુઅલ બ્લૂટૂથ કનેક્ટિવિટી છે જેનાથી વપરાશકાર્તા એક સાથે 2 Bluetooth ડિવાઇસ કનેક્ટ કરી શકશે
  6. કેમેરામાં 108MP બાદ હવે 200MP સુધીના સેન્સર Snapdragon 8 Gen 2 ના ચિપસેટ કોગ્નિટિવ ISP સાથે આવે છે જે રીઅલ-ટાઇમમાં ફોટા અને વીડિયોને આપમેળે ક્લીયારીટી વધારો કરશે.
  7. ​બીજો મોટો સુધારોએ ઓડિયોમાં છે. Snapdragon 8 Gen 2 માં સ્પીટીઅલ ઓડિયો એટ્લે કે મૂવી કે વિડીયો જોતાં સમયે સારાઉન્ડ સાઉન્ડ ફિલ થશે
  8. ​Snapdragon 8 Gen 2 પ્રોસેસરમાં AI માં સુધારો કરવામાં આવેલ છે. બહુ-ભાષા અનુવાદ અને AI-આધારિત કૅમેરા અને ઝડપી અને કુદરતી ભાષા પ્રક્રિયા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.